તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૦ મિનિટ
૧૦ સર્વિંગ
સામગ્રી :
દહી નો મસકો ૧ કપ
ક્રીમ ૩ ટેબલ સ્પૂન
આઈસીંગ સુગર ૩ ટેબલ સ્પૂન
સજાવટ માટે :
સ્ટ્રોબેરી સમારેલી ૨
પિસ્તા ની કતરણ
ચોકલેટ ચીપ્સ
સીલ્વર બોલ્સ
રીત :
મીક્ષરની જારમાં દહી નો મસકો, ક્રીમ અને આઈસીંગ સુગર લો. ફક્ત ૫-૭ સેકંડ માટે મીક્ષર ચલાવી, ચર્ન કરી લો.
એક ટ્રે અથવા સમથળ પ્લેટ લઈ, એના ઉપર એલ્યુમિનિયમ ફોઈલ પાથરી દો.
એની ઉપર, ચર્ન કરેલું મિશ્રણ રેડી દો અને તવીથા વડે બરાબર ફેલાવીને પાથરી દો. આશરે ૧૦ mm જેટલુ જાડુ થર પાથરો.
એની ઉપર, સમારેલી સ્ટ્રોબેરી, પિસ્તા ની કતરણ, ચોકલેટ ચીપ્સ અને સીલ્વર બોલ્સ છાંટી દો.
હવે એને, કમ સે કમ ૯૦ થી ૧૨૦ મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં રાખી દો. મિશ્રણ બરાબર ફ્રોઝન થઈ જાય પછી જ ઉપયોગમાં લેવું.
પછી, એને એલ્યુમિનિયમ ફોઈલ પરથી હટાવી લો અને તોડીને ટુકડા કરી લો. કાપીને એકસરખા ટુકડા કરવાની જરૂર નથી.
ઉનાળાની ગરમીથી પરેશાન છો ને..!!
કોઈ વાંધો નહી, ગરમી હોય તો જ આવી મસ્ત વેરાયટી ખાવા મળે ને..!!
Preparation time 5 minutes
Cooking time 0 minutes
Servings 10
Ingredients:
Hung Curd 1 cup
Cream 3 tbsp
Icing Sugar 3 tbsp
For Garnishing:
Strawberry chopped 2
Pistachio sliced
Chocolate chips
Silver balls
Method:
Take in a wet grinding jar of your mixer, Hung Curd, Cream and Icing Sugar. Churn it well.
Take a tray or a plate and lay aluminum foil on it.
Pour churned mixture on it and spread it with spatula. Keep approx 10mm thickness.
Sprinkle chopped Strawberry, sliced Pistachio, Chocolate chips and Silver balls.
Put the prepared tray in a deep freezer for 90 to 120 minutes. Make sure the mixture on the tray is frozen well.
Remove it from aluminum foil and cut in uneven shape.
Enjoy Delicious and Yummy Frozen Yoghurt Bark.
No Comments