ગ્રીન ભાજી પાવ / Green Bhaji Pav

ગ્રીન ભાજી પાવ / Green Bhaji Pav

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી સમારેલી ૧ કપ

લીલું લસણ સમારેલું ૧/૪ કપ

ટમેટાં સમારેલા ૨

કેપ્સિકમ સમારેલા ૧

મીક્ષ વેજીટેબલ સમારેલા ૨ કપ

(રીંગણા, બટેટા, દૂધી, કોબી, ફૂલકોબી વગેરે)

સ્પીનાચ પ્યુરી (પાલક પીસેલી) ૧/૨ કપ

લીલા વટાણા ૨ ટેબલ સ્પૂન

પાવભાજી મસાલો ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લીલું લસણ સમારેલું વઘાર માટે ૨ ટેબલ સ્પૂન

ડુંગળી ની રીંગ સજાવટ માટે

પાવ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં આદુ-લસણ-મરચાં ની પેસ્ટ, સમારેલી લીલી ડુંગળી, લીલું લસણ, ટમેટાં, કેપ્સિકમ અને મીક્ષ વેજીટેબલ ઉમેરો. થોડી વાર માટે ધીમા તાપે અધકચરા પકાવી લો.

 

પાવભાજી મસાલો, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરી લો.

 

સ્પીનાચ પ્યુરી અને લીલા વટાણા ઉમેરો. થોડી વાર માટે પકાવી લો.

 

બીજા એક પૅન માં તેલ ગરમ કરો. ગરમ તેલમાં લીલું લસણ નાખી, છમકારો થાય એટલે તરત જ મીક્ષ પકાવેલા મીક્ષ વેજીટેબલ માં આ વઘાર ઉમેરી દો. બરાબર મીક્ષ કરી દો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ઉપર ડુંગળી ની રીંગ મુકી સજાવો.

 

પાવ સાથે ગરમા ગરમ પીરસો.

 

બંબઇયા પાવભાજી નો હટકે સ્વાદ..

Preparation time 15 minutes

Cooking time 15 minutes

For 2 persons

 

Ingredients:

Oil 2 tbsp

Ginger-Garlic-Chilli Paste 1 tbsp

Spring Onion chopped 1 cup

Spring Garlic chopped ¼ cup

Tomato chopped 2

Capsicum chopped 1

Mix Vegetables chopped 2 cup

(Egg Plants, Potato, Bottle Gourd, Cabbage, Cauliflower)

Spinach Puree ½ cup

Green Peas 2 tbsp

Pavbhaji Masala 1 ts

Garam Masala 1 ts

Salt to taste

Spring Garlic chopped for tempering             2 tbsp

Onion Rings for garnishing

Buns for serving

Method:

Heat Oil in a pan. Add Ginger-Garlic-Chilli Paste, Spring Onion, Spring Garlic, Tomato, Capsicum and Mix Vegetables. Partially cook on low-medium flame for a while. Add Pavbhaji Masala, Garam Masala and Salt. Mix well. Add Spinach Puree and Green Peas. Continue cooking for a while.

 

In another pan, heat Oil. Temper Spring Garlic in heated oil.

 

Pour tempered Spring Garlic on cooked vegetable.

 

Garnish with Onion Rings.

 

Serve with Buns.

 

Enjoy Diversified Taste of Bambaiya Bhaji Pav (Mumbai Bhaji Pav).

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!