હરિયાલી સાબુદાણા ખીચડી / Hariyali Sabudana Khichdi

હરિયાલી સાબુદાણા ખીચડી / Hariyali Sabudana Khichdi

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

પેસ્ટ માટે:

તાજું નારીયળ ખમણ ૧/૨ કપ

મરચાં ૩

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુ નો રસ ૧ લીંબુનો

ખાંડ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે:

તેલ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

મરચા સમારેલા ૧

લીમડો ૫ પાન

બટેટા બાફીને સમારેલા ૧

સાબુદાણા પલાળેલા ૧ કપ

સેકેલા સીંગદાણા પીસેલા ૨ ટેબલ સ્પૂન

 

રીત:

પેસ્ટ માટે:

પેસ્ટ માટેની બધી જ સામગ્રી એકીસાથે મીક્ષરની જારમાં લો.

 

એકદમ જીણું પીસીને પેસ્ટ તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.

 

વઘાર માટે:

પલાળેલા સાબુદાણા માં ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દો.

 

હવે, પલાળેલા સાબુદાણામાં, તૈયાર કરેલી પેસ્ટ મીક્ષ કરી દો અને એક બાજુ રાખી દો.

 

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, જીરું, સમારેલા મરચાં અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે બાફીને સમારેલા બટેટા અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો અને થોડી વાર પકાવો.

 

પછી, સાબુદાણા ઉમેરી, થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહી, ધીમા તાપે પકાવો. પૅનના તળીયે ચોંટી ના જાય એ માટે પૅનના તળીયા સુધી ચમચો ફેરવીને હલાવવું.

 

હવે, પીસેલા સેકેલા સીંગદાણા ઉમેરો અને થોડી વાર માટે ધીમા તાપે પકાવતા રહી બરાબર મીક્ષ કરો.

 

ધાર્મિક ભાવ સાથે કરાતા ઉપવાસ દરમ્યાન આ હરિયાલી સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો.

 

અનોખા સ્વાદવાળી..લીલી છમ્મ.. હરિયાલી સાબુદાણા ખીચડી..

Preparation time 10 minutes

Cooking time 5 minutes

For 2 Persons

 

Ingredients:

For Paste:

Fresh Coconut grated ½ cup

Green Chilli 3

Fresh Coriander Leaves ½ cup

Lemon Juice of 1 Lemon

Sugar 1 tbsp

Salt to taste

 

For Tempering:

Oil 1 tbsp

Cumin Seeds 1 ts

Green Chilli chopped 1

Curry Leaves 5

Potato boiled and chopped 1

Tapioca Sago (Sabudana) soaked 1 cup

Roasted Peanuts crushed 2 tbsp

 

Method:

For Paste:

Take all listed ingredients for Paste in a jar of mixer.

 

Crush to fine Paste. Keep it a side.

 

For Tempering:

Add 1 tbsp of Oil in soaked Sago.

 

Mix prepared Paste with soaked Sago. Keep it a side.

 

Heat Oil in a pan.

 

Add Cumin Seeds, chopped Green Chilli and Curry Leaves.

 

When crackled, add boiled and chopped Potato and Salt. Mix well and cook until Potato is cooked well.

 

Then, add Sago and cook while mixing slowly on low flame to prevent burning and sticking at the bottom of the pan.

 

Now, add crushed Roasted Peanuts and mix well and continue cooking for a while on low flame.

 

Enjoy Your Holy Fasting with Hot Hariyali Sabudana Khichdi.

 

Yummy Looking… Differently Tasting…Hariyali Sabudana Khichdi…

 

1 Comment

  • Nayana Narendra Gandhi

    June 5, 2021 at 2:52 PM Reply

    Very nice something new way of making sabudana khichadi

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!