તૈયારી માટે ૧૦ મિનિટ
બેકિંગ માટે ૩૦ મિનિટ
૧૦ કૂકીસ
સામગ્રી :
બદામ નો જીણો પાઉડર ૧ કપ
અનસોલ્ટેડ બટર ૧ ટેબલ સ્પૂન
દળેલી ખાંડ ૧/૪ કપ
મધ ૧ ટી સ્પૂન
રીત :
એક બાઉલમાં અનસોલ્ટેડ બટર અને દળેલી ખાંડ લો. એકદમ ફીણી લો.
પછી એમા, મધ અને બદામ નો જીણો પાઉડર ઉમેરો અને લોટ બાંધી લો. પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી.
મોલ્ડ અથવા હાથ વડે, તમારી પસંદ મુજબ સાઇઝ અને આકાર ની કૂકીસ, બાંધેલા લોટમાંથી તૈયાર કરી લો અને એક બેકિંગ ડીશ પર અલગ અલગ ગોઠવી દો.
ઓવન પ્રી-હીટ કરી લો.
પ્રી-હીટ કરેલા ઓવનમાં ૧૬૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.
બૅક થઈ જાય એટલે ઓવનમાંથી બહાર કાઢી લો અને મોલ્ડમાંથી કાઢી લઈ, સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.
પસંદ મુજબ, તાજે તાજી, ગરમા ગરમ ખાઓ કે પછી ગમે ત્યારે ખાવા માટે, એર ટાઇટ બરણીમાં ભરી દો.
ગૌરી વ્રત કરતી લાડલી ને સંતુષ્ટ અને તંદુરસ્ત ફીલ કરાવો, હની અલ્મોન્ડ કૂકીસ ખવડાવો.
Preparation time 10 minutes
Baking time 30 minutes
Yield 10 Cookies
Ingredients:
Almond Flour 1 cup
Unsalted Butter 1 tbsp
Powder Sugar ¼ cup
Honey 1 ts
Method:
Take Unsalted Butter and Sugar Powder together in a bowl. Whisk it very well.
Then, add Honey and Almond Flour and knead dough. No water at all, please.
From prepared dough, make number of Cookies of shape of your choice using moulds or hand.
Preheat oven.
Bake prepared Cookies moulds for 30 minutes at 160°.
Remove from oven and unmould.
Serve Hot or Store to Serve Anytime Later.
Let Lovely Daughters Feel Full and Healthy while Observing Gauri Vrat…
No Comments