તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
બેકિંગ માટે ૧૦ મિનિટ
૨ સર્વિંગ
સામગ્રી :
રીંગણા મોટા ૨
તેલ ૧ ટી સ્પૂન
લીંબુ ૧/૨
મીઠુ સ્વાદ મુજબ
પુરણ માટે :
માખણ ૧ ટેબલ સ્પૂન
લસણ સમારેલું ૧ ટી સ્પૂન
ડુંગળી સમારેલી ૨
કેપ્સિકમ સમારેલા ૧
ટમેટા સમારેલા ૧
લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન
ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન
ઓરેગાનો ૧ ટી સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન
કિસમિસ ૧ ટેબલ સ્પૂન
અખરોટ ટુકડા ૨ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન
ચીઝ ખમણેલું ૧ ટેબલ સ્પૂન
સાથે પીરસવા માટે જીણી સમારેલી ડુંગળી અને મેયોનેઝ
રીત :
રીંગણા ને ઊભા ૨ ટુકડામાં કાપી લો. બધા ટુકડાની વચ્ચેથી બી વાળો ભાગ, ચપ્પુ અથવા ચમચી વડે કાઢી, ખાડો પાડી દો. કાણું ના પડી જાય એ કાળજી રાખો.
રીંગણાની વચ્ચેથી કાઢેલો ભાગના જીણા ટુકડા કાપી લો. એમા ૧ ટી સ્પૂન જેટલુ તેલ, લીંબુ નો રસ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરી, પેસ્ટ તૈયાર કરી લો.
રીંગણાના બધા મોટા ટુકડાઓ ઉપર આ પેસ્ટ લગાવી દો. બાકી વધેલી પેસ્ટ, રીંગણા સાથે મિક્સ કરી દો.
એક બાજુ રાખી દો.
પુરણ માટે :
એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો. એમા સમારેલું લસણ, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે રીંગણાં અને થોડું મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો અને ધીમા તાપે ૪ થી ૫ મિનિટ માટે પકાવો. પૅન ના તળીયે ચોટતું કે બળતું લાગે તો જ હળવેથી થોડું ઉપર-નીચે ફેરવો.
પછી, સમારેલા ટમેટા ઉમેરો અને ધીમા તાપે હજી ૩ થી ૪ મિનિટ માટે પકાવો.
લાલ મરચું પાઉડર, ચીલી ફલૅક્સ, ઓરેગાનો અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.
ટોમેટો કેચપ, કિસમિસ, અખરોટ ના ટુકડા અને થોડું મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.
૧ ટેબલ સ્પૂન જેટલી ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.
પુરણ તૈયાર છે.
રીંગણાના મોટા ટુકડાઓની વચ્ચે કરેલા ખાડામાં, તૈયાર કરેલું પુરણ ભરી દો.
ઓવન માટેની પ્લેટ પર, પુરણ ભરેલા રીંગણા ગોઠવી દો. એની ઉપર ખનમેલું ચીઝ છાંટી દો.
ઓવન પ્રી=હીટ કરી લો.
પ્રી-હીટ કરેલા ઓવનમાં ૨૦૦° પર ૧૦ મિનિટ માટે બૅક કરી લો.
ઓવનમાંથી બહાર કાઢી લીધા પછી, હુંફાળું થઈ જાય ત્યા સુધી રાખી મુકો.
પછી, બૅક કરેલા રીંગણા, એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.
એની ઉપર ધાણાભાજી છાંટી દો.
બાજુમાં, સર્વિંગ પ્લેટ પર, જીણી સમારેલી થોડી ડુંગળી અને ૧ ટી સ્પૂન જેટલુ મેયોનેઝ મુકો.
હુંફાળું હોય ત્યારે જ પીરસી દો.
ક્યારેય ચાખ્યો ના હોય એવો રીંગણાનો સ્વાદ, ટર્કીશ સ્ટાઈલ રીંગણા, ઈમામ બાયીલ્ડી.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
Baking time 10 minutes
Servings 2
Ingredients:
Eggplant big size 2
Oil 1 ts
Lemon Juice of ½ lemon
Salt to taste
For Stuffing:
Butter 1 tbsp
Garlic chopped 1 ts
Onion chopped 2
Capsicum chopped 1
Tomato chopped 1
Red Chilli Powder 1 tbsp
Chilli Flakes 1 ts
Oregano 1 ts
Garam Masala ½ ts
Tomato Ketchup 1 tbsp
Raisins 1 tbsp
Walnuts 2 tbsp
Salt to taste
Fresh Coriander Leaves 2 tbsp
Cheese shred 1 tbsp
Finely chopped Onion and Mayonnaise for serving.
Method:
Cut Eggplant vertically in 2 pieces. Scoop to remove little stuff from the middle of all pieces. Take care of not making hole through.
Take the removed stuff from middle of Eggplant pieces. Chop it in small pieces. Add 1 ts of Oil, Lemon Juice of ½ lemon and Salt. Mix well to prepare paste.
Apply this paste on all Eggplant Pieces.
Remaining paste, mix with Eggplant pieces.
For Stuffing:
Heat Butter in a pan on low flame. Add chopped Garlic, Onion and Capsicum. When sautéed, add Eggplant pieces and Salt. Mix well and cook on low flame for 4-5 minutes. Stir only if it seems the stuff at the bottom of the pan may burn and stick.
Add chopped Tomato and continue cooking on low flame for 3-4 minutes. Add Red Chilli Powder, Chilli Flakes, Oregano and Garam Masala. Mix well. Add Tomato Ketchup, Raisins, Walnuts and Salt. Mix well. Add 1 tbsp of Fresh Coriander Leave. Mix well. Remove the pan from the flame.
Fill in scooped Eggplant pieces with prepared Stuffing. Arrange on oven compatible plate. Sprinkle Cheese shred.
Pre-heat oven. Bake for 10 minutes at 200°.
After removing out of oven, leave it to cool down to warm temperature.
Transfer baked Eggplant pieces on a serving plate.
Garnish with sprinkle of Fresh Coriander Leaves.
Put little chopped Onion and a spoonful of Mayonnaise a side on serving plate.
Serve Warm Temperature.
Never Tasted Before Eggplant Taste…Turkish Style Eggplant…Imam Bayildi…
No Comments