ઇન્સ્ટન્ટ સૂજી ઢોકળા / ઇન્સ્ટન્ટ રવા ઢોકળા / Instant Suji Dhokla / Instant Rava Dhokla / Instant Semolina Dhokla

ઇન્સ્ટન્ટ સૂજી ઢોકળા / ઇન્સ્ટન્ટ રવા ઢોકળા / Instant Suji Dhokla / Instant Rava Dhokla / Instant Semolina Dhokla
 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

સૂજી / રવો ૧ કપ

દહી ૧ કપ

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ફ્રૂટ સોલ્ટ (ઈનો) ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં ૨

તલ ૧ ટી સ્પૂન

લીમડો ૫

લીલા મરચાં જીણા સમારેલા ૨

ધાણાભાજી

 

રીત :

એક બાઉલમાં સૂજી લો.

 

એમાં દહી ઉમેરો. અને જરૂર મુજબ એકદમ થોડું પાણી ઉમેરી ઢોકળા માટે ખીરું બનાવો. આશરે ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

એ દરમ્યાન, સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકી દો.

 

તેલ લગાવેલી પ્લેટ સ્ટીમરમાં ગોઠવી દો.

 

ઢોકળાના ખીરામાં મીઠું, આદુ-મરચાંની પેસ્ટ અને ફ્રૂટ સોલ્ટ (ઈનો) બરાબર મીક્ષ કરી લો.

 

સ્ટીમરમાં મૂકેલી તેલ લગાવેલી પ્લેટમાં ખીરું ભરી દો. અડધી જ પ્લેટ ભરવી. ઢોકળા ફૂલવા માટે જગ્યા જોઈશે.

 

સ્ટીમરને ઢાંકી દો અને ૧૫ મિનિટ માટે સ્ટીમ કરો.

 

પછી, સ્ટીમરમાંથી ઢોકળાની પ્લેટ કાઢી લઈ ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, પ્લેટમાં ઢોકળાના મધ્યમ સાઇઝ ના ટુકડા કાપી લો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, સૂકા લાલ મરચાં, તલ, લીમડો અને સમારેલા લીલા મરચાં ઉમેરો.

 

તતડે એટલે તરત જ ઢોકળાના બધા ટુકડા ઉપર આ વઘાર રેડી દો.

 

ધાણાભાજી ભભરાવી સજાવો.

 

ઢોકળાના થોડા ટુકડા એક સર્વિંગ પ્લેટમાં લો.

 

સરસ સ્વાદ માટે તાજા જ આરોગો.

 

Prep.5 min.

Cooking time 20 min.

for 2 Persons

Ingredients:

Semolina 1 cup

Curd 1 cup

Ginger-Chilli Paste 1 ts

Salt to taste

Fruit Salt 1 tbsp

Oil 2 tbsp

Mustard Seeds 1 ts

Dry Red Chilli 2

Sesame Seeds 1 ts

Curry Leaves 5

Green Chilli chopped 2

Fresh Coriander Leaves for garnishing

Method:

Take Semolina in a mixing bowl.

Add Curd and littler water as needful to prepare batter for Dhokla. Leave it to rest for 10 minutes.

Meanwhile, take water in a steamer and put it on flame to boil.

Put an Oil greased plate in the steamer.

In Dhokla batter, add Salt, Gigner-Chilli Paste and Fruit Salt. Mix well.

Pour prepared batter in the plate in heated steamer.

Cover the steamer and steam for 15 minutes.

When steamed, remove the plate from the steamer and leave it to cool off.

When cooled off, cut prepared Dhokla in medium size pieces.

Heat Oil in a pan.

Add Mustard Seeds, Dry Red Chilli, Sesame Seeds, Curry Leaves and chopped Green Chilli.

When crackled, pour all over prepared Dhokla.

Garnish with Fresh Coriander Leaves.

Take few pieces on a serving plate.

Serve Fresh for its best taste.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!