કંદ નો હાંડવો / સુરણ નો હાંડવો / Kand no Handvo / Suran no Handvo / Yam Handvo

કંદ નો હાંડવો / સુરણ નો હાંડવો / Kand no Handvo / Suran no Handvo / Yam Handvo

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

સુરણ બાફેલું છુંદેલું ૨૫૦ ગ્રામ

રતાળુ બાફેલું છુંદેલું ૨૫૦ ગ્રામ

શક્કરીયા બાફેલા છુંદેલા ૨૫૦ ગ્રામ

આદુ-મરચા ની પેસ્ટ ૩ ટી સ્પૂન

દહી ૩ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ ૨ ટી સ્પૂન

તાજા લીલા વટાણા પીસેલા ૨૫૦ ગ્રામ

મીઠુ સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તાજુ નારિયળ ખમણ ૨ ટેબલ સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૨ ટી સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

તલ ૧ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૨

લીમડો ૫ પાન

 

રીત :

એક બાઉલમાં બાફેલું છુંદેલું સુરણ લો. એમા ૧ ટી સ્પૂન જેટલી આદુ-મરચા ની પેસ્ટ, ૧ ટી સ્પૂન જેટલુ દહી અને થોડું મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

 

બીજા એક બાઉલમાં બાફેલું છુંદેલું રતાળુ લો. એમા ૧ ટી સ્પૂન જેટલી આદુ-મરચા ની પેસ્ટ, ૧ ટી સ્પૂન જેટલુ દહી અને થોડું મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

બીજા એક બાઉલમાં બાફેલા છુંદેલા શક્કરીયા લો. એમા ૧ ટી સ્પૂન જેટલી આદુ-મરચા ની પેસ્ટ, ૧ ટી સ્પૂન જેટલુ દહી અને થોડું મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. એમા રાય અને આદુ-મરચા ની પેસ્ટ ઉમેરો.

 

તતડે એટલે પીસેલા તાજા લીલા વટાણા ઉમેરો અને થોડું મીઠુ ઉમેરો અને સાંતડો.

 

એમા, ખાંડ, લીંબુ નો રસ, ધાણાભાજી અને તાજુ નારિયળ ખમણ ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

હાંડવો બનાવવા માટે :

એક બેકિંગ ડીશ લો.

 

બેકિંગ ડીશ ઉપર, શક્કરીયા ના મિશ્રણ નું થર પાથરી દો.

 

એની ઉપર, તૈયાર કરેલા પુરણ ની પાતળું થર પાથરી દો.

 

એની ઉપર, રતાળુ ના મિશ્રણ નું થર પાથરી દો.

 

એની ઉપર, તૈયાર કરેલા પુરણ ની પાતળું થર પાથરી દો.

 

એની ઉપર, સુરણ ના મિશ્રણ નું થર પાથરી દો.

 

એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા રાય, તલ, જીણા સમારેલા મરચા અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે તરત જ, બેકિંગ ડીશ પર ગોઠવેલા હાંડવા ઉપર, આ વઘાર બરાબર ફેલાવીને રેડી દો.

 

પછી, તૈયાર થયેલી આ બેકિંગ ડીશ ઓવનમાં મુકી, ૨૦૦° પર ૧૫ મિનિટ માટે બૅક કરી લો.

 

ઓવનમાંથી બહાર કાઢી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

તાજે તાજો અને ગરમા ગરમ હાંડવો પીરસો.

 

મસ્ત મજાનો સ્વાદસભર અને પૌષ્ટિક, સુરણ નો હાંડવો, પ્યારા પરીવારને ખવડાવો.

Preparation time 10 minutes

Cooking time 30 minutes

For 2 Persons

 

Ingredients:

Yam boiled and mashed 250g

Purple Yam boiled and mashed 250g

Sweet Potato boiled and mashed 250g

Ginger-Chilli Paste 3 ts

Curd 3 ts

Salt to taste

For Stuffing:

Oil 1 ts

Mustard Seeds ½ ts

Ginger-Chilli Paste 2 ts

Fresh Green Peas crushed 250g

Salt to taste

Sugar 1 ts

Lemon ½

Fresh Coriander Leaves 1 tbsp

Fresh Coconut grated 2 tbsp

For Tempering:

Oil 2 ts

Mustard Seeds 1 ts

Sesame Seeds 1 ts

Green Chilli finely chopped 2

Curry Leaves 5

 

Method:

In a bowl, take boiled and mashed Yam. Add 1 ts of Ginger-Chilli Paste, 1 ts of Curd and Salt. Mix well. Keep a side.

 

In another bowl, take boiled and mashed Purple Yam. Add 1 ts of Ginger-Chilli Paste, 1 ts of Curd and Salt. Mix well. Keep a side.

 

In another bowl, take boiled and mashed Sweet Potato. Add 1 ts of Ginger-Chilli Paste, 1 ts of Curd and Salt. Mix well. Keep a side.

 

For Stuffing:

Heat Oil in a pan. Add Mustard Seeds and Ginger-Chilli Paste.

 

When spluttered, add crushed Fresh Green Peas and Salt and sauté.

 

Add Sugar, Lemon Juice, Fresh Coriander Leaves and grated Fresh Coconut. Mix well. Keep a side.

 

For Assembling:

Take a baking dish.

 

Prepare a layer of Sweet Potato mixture on baking dish.

 

On it, prepare a layer of Fresh Green Peas mixture.

 

On it, prepare a layer of Purple Yam mixture.

 

On it, prepare a layer of Fresh Green Peas mixture.

 

On it, prepare a layer of Yam mixture.

 

Keep it ready a side.

 

For Tempering:

Heat Oil in a pan. Add Mustard Seeds, Sesame Seeds, finely chopped Green Chilii and Curry Leaves.

 

When spluttered, pour over prepared assembling.

 

Back it in preheated oven for 15 minutes at 200°.

 

Cut in pieces of size of need and choice.

 

Serve Hot.

 

Feed Your Family with Such a Healthy Yam Handvo.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!