કાંદા પોહા / Kanda Poha / Onion Poha

કાંદા પોહા / Kanda Poha / Onion Poha

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પોહા / પૌવા ૧ કપ

હળદર ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં ૧

લીમડો ૫

લીલા મરચાં ૧

ડુંગળી જીણી સમારેલી ૧

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સીંગદાણા, સેવ, દાડમ ના દાણા સજાવટ માટે

દહી

 

રીત :

એક બાઉલમાં પોહા લો.

 

૨ ગ્લાસ જેટલું પાણી નાખી પોહા ધોઈ અને પાણી કાઢી નાખો. ૫ મિનિટ માટે પોહા એક બાજુ રાખી મુકો.

 

હવે પોહા માં, મીઠું, હળદર અને ખાંડ ઉમેરો અને પોહા સાથે બરાબર મીક્ષ કરી દો. પોહા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, સૂકા લાલ મરચાં અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરો અને સાંતડો.

 

મીઠું અને હળદર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હવે આમાં, પોહા ઉમેરી બરાબર મીક્ષ કરી દો. પોહા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

પૅન ઢાંકી દો અને ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

લીંબુ નો રસ, ધાણાભાજી અને સીંગદાણા ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

સેવ અને દાડમ ના દાણા છાંટી સજાવો.

 

દહી સાથે તાજા જ પીરસો.

 

જ્યારે પણ ભુખ લાગે ત્યારે..

સંતોષ થાય એવો..

હળવોફૂલ નાસ્તો.. કાંદા પોહા..

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 2 persons

 

Ingredients:

Poha (Flattened Rice) 1 cup

Turmeric Powder 1 ts

Sugar 2 ts

Salt to taste

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Dry Red Chilli 1

Curry Leaves 5

Green Chilli 1

Onion finely chopped 1

Lemon ½

Fresh Coriander Leaves 1 tbsp

Peanuts, Sev (Gram Vermicelli), Pomegranate granules for garnishing

Curd for serving

 

Method:

Take Poha in a bowl.

 

Add 2 glasses of water and wash. Remove water. Leave Poha a side for 5 minutes.

 

Add Salt, Turmeric Powder and Sugar and mix well with Poha taking care of not mashing Poha.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Dry Red Chilli and Curry Leaves.

 

When crackled, add finely chopped Onion, Green Chilli and sauté.

 

Add Salt and Turmeric Powder and mix.

 

Add Poha and mix well taking care of not mashing Poha.

 

Cover the pan with a lid and cook on low flame for 2-3 minutes.

 

Switch off the flame.

 

Add Lemon Juice, Fresh Coriander Leaves and Peanuts. Mix well.

 

Sprinkle Sev and Pomegranate granules to garnish.

 

Serve fresh with Curd.

 

Have Light and Satisfying Snack anytime.

3 Comments

  • KESHA dhodiya

    May 9, 2020 at 9:44 PM Reply

    Hii

    • Krishna Kotecha

      July 3, 2020 at 12:57 PM Reply

      Hello Kesha

    • Krishna Kotecha

      October 2, 2020 at 3:16 PM Reply

      Yes Please. Hope this site is useful.

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!