તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
તેલ ૩ ટેબલ સ્પૂન
લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન
ડુંગળી સમારેલી ૧
કેપ્સિકમ સમારેલા ૧/૨
ટમેટા સમારેલા ૧
હળદર ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન
દહી ૧ કપ
રોટલા ભુકો કરેલા ૨
લીલી ડુંગળી સમારેલી ૨ ટેબલ સ્પૂન
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
સજાવટ માટે ડુંગળી ની રિંગ અને સેકેલા મરચા
રીત :
એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.
એમા સમારેલા લસણ, ડુંગળી, કેપ્સિકમ ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે સમારેલા ટમેટા ઉમેરો.
ટમેટા નરમ થઈ જાય એટલે હળદર, મીઠુ અને લાલ મરચું પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
પછી, દહી અને રોટલા નો ભુકો ઉમેરો. મધ્યમ તાપે પકાવતા બરાબર મિક્સ કરો.
પછી, સમારેલી લીલી ડુંગળી અને ધાણાભાજી ઉમેરો. મિક્સ કરતાં કરતાં હજી ૨ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.
તાજો અને ગરમ ગરમ પીરસો.
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લસણીયો રોટલો. કાઠીયાવાડ નું પોતીકું ભોજન.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
For 2 Persons
Ingredients:
Oil 3 tbsp
Garlic chopped 2 tbsp
Onion chopped 1
Capsicum chopped ½
Tomato chopped 1
Turmeric Powder 1 ts
Salt to taste
Red Chilli Powder 2 ts
Curd 1 cup
Rotla (Millet flat bread) 2
(crushed)
Spring Onion chopped 2 tbsp
Fresh Coriander Leaves 1 tbsp
Onion Rings and Roasted Green Chilli for garnishing.
Method:
Heat Oil in a pan on medium flame.
Add chopped Garlic, Onion and Capsicum.
When sautéed, add chopped Tomato.
When Tomato softens, add Turmeric Powder, Salt and Red Chilli Powder. Mix well.
Add Curd and crushed Rotla. Mix very well while continuing cooking on medium flame.
Add chopped Spring Onion and Fresh Coriander Leaves. Continue cooking while mixing for 2 more minutes.
Serve Fresh and Hot.
Enjoy Delicious and Healthy Garlic Rotla…
An Indigenous Kathiyawadi Meal…
No Comments