તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨૦ સર્વિંગ
સામગ્રી :
લોટ માટે :
મેંદો ૧/૨ કપ
તેલ ૧ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
પુરણ માટે :
તેલ ૧ ટેબલ સ્પૂન
હિંગ ચપટી
આદુ નાનો ટુકડો ૧
મરચા ૩
જીંજરા ૧ કપ
મીઠુ સ્વાદ મુજબ
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
તજ-લવિંગ પાઉડર ચપટી
સીંગદાણા પાઉડર ૨ ટેબલ સ્પૂન
તલ પાઉડર ૧ ટેબલ સ્પૂન
વરિયાળી પાઉડર ૧/૨ ટેબલ સ્પૂન
ખાંડ ૧ ટી સ્પૂન
લીંબુ ૧/૨
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
તળવા માટે તેલ
સાથે પીરસવા માટે લીલી ચટણી અને ટોમેટો કેચપ
રીત :
લોટ માટે :
એક બાઉલમાં મેંદો લો. એમા મીઠુ અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ, નરમ લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.
પુરણ માટે :
મીક્ષરની જારમાં જીંજરા, આદુ અને મરચા લો અને કરકરું પીસી લો. એક બાજુ રાખી દો.
એક પૅન માં તેલ ગરમ કરો. એમા હિંગ ઉમેરો.
પીસેલા જીંજરા અને મીઠુ ઉમેરો. થોડી વાર માટે પકાવો.
પછી એમા, ગરમ મસાલો, તજ લવિંગ પાઉડર, સીંગદાણા પાઉડર, તલ પાઉડર, વરિયાળી પાઉડર, ખાંડ, લીંબુ નો રસ અને ધાણાભાજી ઉમેરો. થોડી વાર માટે ધીમા તાપે પકાવતા બરાબર મિક્સ કરો.
પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.
ભાખરવડી બનાવવા માટે :
બાંધેલા લોટમાંથી એક નાનો લુવો લો અને ગોળ રોટલી વણી લો.
એની ઉપર, તૈયાર કરેલા પુરણ નું પાતળું થર પાથરી દો.
પછી, એને વાળીને રોલ બનાવી લો અને રોલના નાના નાના ટુકડા કાપી લો.
બાંધેલા બધા લોટ અને પુરણ વડે, આ રીતે રોલ બનાવી, કાપી, ભાખરવડી ના ટુકડા તૈયાર કરી લો.
એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.
વારાફરતી, ભાખરવડીના બધા ટુકડા જરા આકરા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં ઉલટાવો.
તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, કીચન ટીસ્યુ ઉપર, એકબીજાથી અલગ અલગ રાખી દો. જેથી, વધારાનું તેલ ટીસ્યુમાં સોસાય જશે અને બધી ભાખરવડી ઠરી પણ જશે.
અસલી સ્વાદ માણવા માટે તાજી અને ગરમ પીરસો.
પસંદ મુજબ ચા કે કોફી સાથે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભાખરવડી ની મજા લો.
Preparation time 15 minutes
Cooking time 15 minuts
Servings 20
Ingredients:
For Dough:
Refined White Wheat Flour (maida) ½ cup
Oil 1 tbsp
Salt to taste
For Stuffing:
Oil 1 tbsp
Asafoetida Powder Pinch
Ginger 1 pc
Green Chilli 3
Green Chickpeas 1 cup
Salt to taste
Garam Masala ½ ts
Cinnamon- Clove Powder Pinch
Peanuts Powder 2 tbsp
Sesame Seeds Powder 1 tbsp
Fennel Seeds Powder ½ tbsp.
Sugar 1 ts
Lemon ½
Fresh Corinder Leaves 1 tbsp
Oil to deep fry
Green Chutney and Tomato Ketchup for serving
Method:
Take all listed ingredients for Dough in a bowl. Add water as needed and knead soft dough. Keep a side.
Take Green Chickpeas, Ginger and Green Chilli in a wet grinding jar of mixer. Crush to coarse.
Heat Oil in a pan. Add Asafoetida Powder.
Add crushed Green Chickpeas and Salt. Cook for a while.
Add Garam Masala, Cinnamon-Clove Powder, Peanuts Powder, Sesame Seeds Powder, Fennel Seeds Powder, Sugar, Lemon Juice and Fresh Coriander Leaves. Mix very well while cooking on low flame for a while. Stuffing is ready. Leave it to cool off.
Pinch a small lump of prepared dough. Roll it in a round shape. Make a layer of prepared stuffing on it. Wrap it to make a roll. Cut the roll in small pices.
Repeat for all dough and stuffing.
Heat Oil on medium flame. Deep fry all pieces. Flip occasionally to fry all sides well. Deep fry all pieces to brownish.
After removing from Oil, put them separate on tissue papers to get excess oil absorbed and cool off.
Serve Fresh and Hot for best taste.
Prepare Tea or Coffee of your taste to escort this deliciously healthy Bhakharwadi.
No Comments