મગ ની દાળ ના લાડુ / Mag ni Dal na Laddu

મગ ની દાળ ના લાડુ / Mag ni Dal na Laddu

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૬ લાડુ

 

સામગ્રી:

મગ ની છડી દાળ પલાળેલી ૧ કપ

ઘી ૧/૨ કપ

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

દળેલી ખાંડ ૩ ટેબલ સ્પૂન

કાજુ ટુકડા ૧ ટેબલ સ્પૂન

બદામ ટુકડા ૧ ટેબલ સ્પૂન

 

રીત:

પલાળેલી દાળમાંથી વધારાનું પાણી કાઢી દાળને સાફ અને સુકા કપડા પર પાથરી, સુકાવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, એક પૅનમાં ૧ ટેબલ સ્પૂન જેટલું ઘી ધીમા તાપે ગરમ કરો.

 

ગરમ ઘી માં દાળને આછી ગુલાબી થઈ જાય એવી સેકી લો.

 

દાળ સેકાય જાય પછી ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો.

 

ઠંડી થઈ જાય પછી મીક્ષરની જારમાં લઈ, કરકરી પીસી લો.

 

પછી એમાં, બાકી રહેલું બધુ જ ઘી, એલચી પાઉડર, દળેલી ખાંડ, કાજુ ટુકડા, બદામ ટુકડા ઉમરી, બરાબર મીક્ષ કરી લો.

 

હવે, આ તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો અથવા ડિઝાઇનર આકાર માટે મોલ્ડનો ઉપયોગ કરો.

 

લાડુ તૈયાર છે.

 

સૌથી પ્રથમ પુજાતા આપણા આરાધ્ય દેવ.. ગણપતિ બાપ્પા ને પ્રસાદ ધરાવો..

Preparation time 10 minutes

Cooking time 10 minutes

6 Laddu

 

Ingredients:

Skinned Split Green Gram soaked 1 cup

Ghee ½ cup

Cardamom Powder ½ ts

Sugar Powder 3 tbsp

Cashew Nuts pcs 1 tbsp

Almond pcs 1 tbsp

 

Method:

Remove excess water from soaked Skinned Split Green Gram and spread on a clean and dry cloth. Leave for few minutes to dry.

 

Heat 1 tbsp of Ghee in a pan.

 

Roast Skinned Split Green Gram to light brownish in heated Ghee in pan.

 

When roasted, leave for few minutes to cool off.

 

When cooled off, take it in a jar of mixer and crush to coarse.

 

Then, add remaining Ghee, Cardamom Powder, Sugar Powder, pieces of Cashew Nuts, pieces of Almond and mix very well.

 

Prepare number of small balls or use mould for designer shape.

 

Laddu are ready.

 

Offer to our always First Venerable God…Ganpati Bappa…

 

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!