મોદક પાયસમ / Modak Payasam

મોદક પાયસમ / Modak Payasam

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

દૂધ ૩ કપ

ખાંડ ૪ ટેબલ સ્પૂન

નારિયળ તાજું ખમણેલું ૧/૨ કપ

ગોળ ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧/૪ ટી સ્પૂન

ચોખા નો લોટ ૧/૨ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

 

સુકો મેવો (કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે)

 

રીત :

લાલ માટીની મટકીમાં દૂધ લો. એમાં ખાંડ અને થોડો એલચી પાઉડર ઉમેરો. દૂધ ઉકાળવા માટે ઊંચા તાપે મટકી મુકો. દૂધ ઉકળી જાય એટલે મટકી એક બાજુ રાખી દો.

 

એક નોન-સ્ટિક પૅન માં તાજું ખમણેલું નારિયળ, ગોળ અને થોડો એલચી પાઉડર લો અને ધીમા તાપે સાંતડો. સાંતડાઇ જાય એટલે ઠંડુ થવા એક બાજુ રાખી દો.

 

પછી, નારિયળના મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ૧/૨ કપ પાણી લો અને મધ્યમ તાપે ગરમ કરવા મુકો.

 

એમાં ઘી ઉમેરો. ઘી ઓગળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

એક બાઉલમાં ચોખા નો લોટ લો. એમાં, ઘી વારુ ગરમ પાણી જરૂર મુજબ થોડું થોડું ઉમેરતા જઇ જરા કઠણ લોટ એકદમ મસળીને બાંધી લો. ખાસ, લોટ એકદમ મસળવો.

 

નાના મોદક મોલ્ડમાં બાંધેલો ચોખાનો લોટ સેટ કરી, દરેકમાં નારિયળનો એક-એક બોલ મુકો.

 

આ રીતે બધા મોદક તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.

 

દૂધની મટકી ફરીથી મધ્યમ તાપે મુકો. દૂધ ઉકળવા લાગે એટલે એમાં બધા મોદક ઉમેરો.

 

મોદક બરાબર પાકી જાય ત્યા સુધી ઉકાળો. દૂધ ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહો. પણ કોઈ મોદક દૂધ માં છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

દૂધ સામાન્ય તાપમાન થઈ જાય ત્યા સુધી રાખી મુકો.

 

સુકો મેવો ઉમેરો.

 

કેરળ ની પરંપરાગત રીતે બનાવેલા મોદક, મોદક પાયસમ અર્પણ કરીએ, આપણાં પૂજ્ય ગણપતિ બાપ્પા ને, એમના જન્મદિવસની ઉજવણીમાં.

Preparation time 20 minutes

Cooking time 15 minutes

For 4 Persons

Ingredients:

Milk 3 cup

Sugar 4 tbsp

Fresh Coconut shredded ½ cup

Jaggery 2 tbsp

Cardamom Powder ¼ ts

Rice Flour ½ cup

Ghee 1 tbsp

 

Mixed Nuts for garnishing

 

Method:

Take Milk in a clay pot. Add Sugar and pinch of Cardamom Powder. Put the pot on high flame to boil Milk. Keep it a side to use later.

 

Take shredded Fresh Coconut, Jaggery and pinch of Cardamom Powder in a non-stick pan and sauté it on low flame. When sautéed, leave it to cool down.

 

Then, prepare number of balls of prepared Coconut mixture.

 

Take ½ cup of water in a pan and put it on medium flame. Add Ghee in it. When Ghee is melted and water is hot, remove the pan from flame.

 

Take Rice Flour in a bowl. Add prepared hot water with Ghee gradually as needed to knead semi stiff dough. Knead it very well.

 

Set prepared Rice Flour dough in small modak moulds. Stuff them with prepared Fresh Coconut balls. Prepare all small modak.

 

Put the pot of Milk again on medium flame. When Milk starts to boil, add all prepared Modak in boiling Milk. Boil it until Modak are cooked well. Stir occasionally to prevent Milk boiling over.

 

Leave it to cool down to normal temperature.

 

Add Mixed Nuts.

 

Celebrate Birthday

Of

Our Venerable Lord Ganapatti Bappa

with his

Favourite Modak

prepared in

Kerala Style…Modak Payasam…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!