મુલી કે પરાઠે / મુળા ના પરાઠા / Mooli ke Parathe / Mula na Parathe / Daikon Paratha

મુલી કે પરાઠે / મુળા ના પરાઠા / Mooli ke Parathe / Mula na Parathe / Daikon Paratha

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ પરાઠા

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

અજમા ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

મુલી / મુળા ખમણેલા ૧/૪ કપ

મરચાં સમારેલા ૧-૨

આદુ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

ઘઉ નો લોટ અટામણ માટે

તેલ, પરાઠા સેકવા માટે

દહી, પરાઠા સાથે પીરસવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ લો. એમાં તેલ, અજમા અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ ઢીલો લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં ખમણેલી મુલી લો. એમાં થોડું મીઠું મીક્ષ કરી, ૮ થી ૧૦ મિનિટ માટે રાખી મુકો. પછી, એને દબાવીને પાણી કાઢી નાખો. હવે, એમાં, સમારેલા મરચા, આદુ ની પેસ્ટ અને ધાણાભાજી મીક્ષ કરી દો. પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લો, એનો બોલ બનાવો અને જાડી રોટલી વણી લો.

 

એ રોટલીની વચ્ચે ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો.

 

રોટલીને બધી બાજુથી વાળી. પુરણ રેપ કરી, બોલ બનાવી લો.

 

આ બોલને વણવાના પાટલા પર હળવેથી દબાવી, ફરી વણી લો. પુરણ બહાર નીકળી ના જાય એ કાળજી રાખવી. જરૂર લાગે ત્યારે અટામણ માટેના લોટમાં રગદોળી, કોટ કરી લો. જેથી વણવામાં સરળ રેશે અને પાટલા કે વેલણ પર ચોંટશે નહીં.

 

આ રીતે બધા પરાઠા વણી લો.

 

ધીમા-મધ્યમ તાપે એક નોન-સ્ટિક તવો ગરમ કરો.

 

એની ઉપર એક પરાંઠું મુકો.

 

નીચેની બાજુ અધકચરી સેકાઇ જાય એટલે પરાઠા ને તવા પર ઉલટાવો.

 

હવે, પરાઠા ની ઉપર બાજુ થોડું તેલ લગાવી દો.

 

ફરી, પરાઠા ને તવા પર ઉલટાવો.

 

ફરી, પરાઠા ની ઉપેર બાજુ થોડું તેલ લગાવી દો.

 

ફરી એક વાર, પરાઠા ને તવા પર ઉલટાવો.

 

આ રીતે બન્ને બાજુ આછી ગુલાબી સેકી લો અને સેકાઇ ગયેલા પરાઠા ને તવા પરથી લઈ, એક સર્વિંગ પ્લેટ પર મુકો.

 

એક પછી એક, આ રીતે, બધા પરાઠા સેકી લો.

 

દહી સાથે ગરમા ગરમ પીરસો.

 

મુલી કે પરાઠે નો લલચામણો સ્વાદ માણો.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

Servings 4 Paratha

 

Ingredients:

Whole Wheat Flour 1 cup

Oil 2 tbsp

Carom Seeds 1 ts

Salt to taste

Daikon (Mooli) grated ¼ cup

Green Chilli chopped 1-2

Ginger Paste ½ ts

Fresh Coriander Leaves 2 tbsp

Dry Whole Wheat Flour for rolling Paratha

Oil for roasting

Curd for serving

 

Method:

Take Whole Wheat Flour in a bowl. Add Oil, Carom Seeds and little Salt. Mix well. Knead soft dough adding water as needed.

 

Take grated Daikon in a bowl. Add little Salt and leave it to approx 8-10 minutes. Then squeeze to remove the water. Add chopped Green Chilli, Ginger Paste and Fresh Coriander Leaves. Mix well.

 

Take medium size lump of dough and make a ball of it. Roll it to thick round shape. Put 2-3 tbsp of prepared Daikon stuffing in the middle of rolled Paratha. Fold Paratha to wrap stuffing. Press it lightly on rolling board and roll again taking care of stuffing not coming out. When needed, coat with Dry Whole Wheat Flour while rolling to make rolling easier and to avoid sticking Paratha on rolling board and rolling stick.

 

Repeat to roll number of Paratha.

 

Pre-heat a non-stick roasting flat pan on low-medium heat. Put one rolled Paratha on pre-heated pan. When base side is partially roasted, turn it over. Apply little Oil on the upper side of Paratha. Turn it over. Apply little Oil on upper side. Turn it over. Make sure both sides are roasted well to ligh pink. Remove it from the pan and put it on a serving plate.

 

Repeat to roast all rolled Paratha, one by one.

 

Serve hot with Curd in a small bowl a side.

 

Enjoy…Tummy Filler…Irresistible…Unstoppable…Mooli ke Parahte…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!