ઓટ્સ સૂપ / Oats Soup

ઓટ્સ સૂપ / Oats Soup

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

આદુ-લસણ-મરચાં ૧ ટેબલ સ્પૂન

(જીણા સમારેલા)

ડુંગળી જીણી સમારેલી ૧

ગાજર જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ની ડાળખી સમારેલી ૧ ટેબલ સ્પૂન

વેજીટેબલ સ્ટોક ૨ કપ

મીઠું સ્વાદ મુજબ

ઓટ્સ અથવા મસાલા ઓટ્સ ૧/૨ કપ

સજાવટ માટે સનફ્લાવર સીડ્સ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીણા સમારેલા આદુ-લસણ-મરચાં, ડુંગળી, ગાજર અને ધાણાભાજી ની ડાળખી ઉમેરો અને બરાબર સાંતડી લો.

 

સાંતડાઇ જાય એટલે એમાં વેજીટેબલ સ્ટોક, મીઠું અને ૧ કપ પાણી ઉમેરો.

 

૪ થી ૫ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.

 

હવે, ઓટ્સ અથવા મસાલા ઓટ્સ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ૩ થી ૪ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

સનફ્લાવર સીડ્સ છાંટી સજાવો.

 

તાજુ અને ગરમ પીરસો.

 

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ઓટ્સ સૂપ.

Preparation time: 10 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Oil 1 ts

Ginger-Green Chilli-Garlic 1 tbsp

(finely chopped)

Onion finely chopped 1

Carrot finely chopped 2 tbsp

Fresh Coriander Stem pieces 1 tbsp

Vegetable Stock 2 cup

Salt to taste

Oats or Masala Oats ½ cup

Sunflower Seeds for garnishing

 

Method:

Heat Oil in a pan. Add finely chopped Ginger, Green Chilli, Garlic, Onion, Carrot and Fresh Coriander Stem and sauté well.

 

Add Vegetable Stock, Salt and 1 cup of water. Continue cooking on medium flame for 4-5 minutes.

 

Add Oats or Masala Oats, mix well and continue cooking on medium flame for 3-4 minutes.

 

Take it in a serving bowl.

 

Garnish with Sunflower Seeds.

 

Serve Fresh and Hot.

 

Have a Very Healthy and Delicious Oats Soup.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!