પીન્ની / Pinni

પીન્ની / Pinni

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

અડદ દાળ ૧/૨ કપ

(પલાળેલી અને પીસેલી)

ઘી ૧/૨ કપ

રવો / સુજી ૧ ટેબલ સ્પૂન

ઘઉ નો લોટ ૧ ટેબલ સ્પૂન

દુધ નો માવો ખમણેલો ૧/૨ કપ

એલચી પીસેલી ૧ ટી સ્પૂન

કાજુ બદામ ના ટુકડા ૧/૪ કપ

ખાંડ ૧/૨ કપ

 

રીત :

એક નોન-સ્ટીક પૅન માં ધીમા તાપે ૧/૪ કપ જેટલુ ઘી ઓગાળો.

 

એમા રવો અને ઘઉ નો લોટ ઉમેરો. ધીરે ધીરે સતત હલાવતા રહી, આછો ગુલાબી સેકી લો.

 

એમા, ખમણેલો દુધ નો માવો ઉમેરો અને ધીરે ધીરે સતત હલાવતા રહી સેકવાનું ચાલુ રાખો.

 

પછી, પીસેલી અડદ દાળ ઉમેરો અને થોડી થોડી વારે, થોડી થોડું ઘી ઉમેરતા રહી, ધીરે ધીરે સતત હલાવતા રહી આછું ગુલાબી સેકી લો.

 

બરાબર સેકાય જાય એટલે પીસેલી એલચી અને કાજુ બદામ ના ટુકડા ઉમેરો. બરાબર મીક્ષ કરી દો.

 

મિક્સચર તૈયાર છે. તાપ પરથી પૅન હટાવી લો અને એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ખાંડ અને ૧/૨ કપ જેટલુ પાણી લો અને મધ્યમ તાપે મુકો. ધીરે ધીરે સતત હલાવતા રહી, ૧ તાર ની ચાસણી તૈયાર કરી લો.

 

પછી તરત જ, તૈયાર કરેલા મિક્સચરમાં આ ચાસણી ઉમેરી દો અને બરાબર મીક્ષ કરી દો.

 

જરા ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો. સાવ ઠંડુ ના થઈ જવા દેવું.

 

જરા ઠંડુ થઈ જાય એટલે નાના નાના બોલ બનાવી લો.

 

એક સર્વિંગ પ્લેટ પર બધા બોલ ગોઠવી દો.

 

અનુકુળતા મુજબ તરત જ કે પછી પીરસો.

 

મસાલેદાર ભોજન પછી તમતમાટ શાંત કરવા માટે ખાસ પંજાબી ડેઝર્ટ, પીન્ની.

Preparation time 5 minutes

Cooking time 30 minutes

Servings 2

 

Ingredients:

Skinned and Split Black Gram ½ cup

(soaked and crushed)

Ghee ½ cup

Semolina 1 tbsp

Whole Wheat Flour 1 tbsp

Milk Khoya shredded ½ cup

Cardamom granules crushed 1 ts

Cashew Nuts and Almonds pieces ¼ cup

Sugar ½ cup

 

Method:

Melt ¼ cup of Ghee in a non-stick pan on low flame.

 

Add Semolina and Whole Wheat Flour and roast while stirring slowly and continuously. Roast it to light brownish.

 

Add shredded Milk Khoya and continue roasting while continuous stirring.

 

Add crushed Skinned and Split Black Gram and continue roasting while stirring continuously. Keep adding little Ghee occasionally while roasting. Roast to light brownish.

 

When roasted well, add crushed Cardamom granules, pieced of Cashew Nuts and Almonds.

 

Mixture is ready.

 

Remove the pan from the flame and keep a side.

 

Take Sugar and ½ cup water in a pan and heat it on medium flame while stirring slowly and continuously. Prepare 1 string syrup.

 

Add prepared Sugar syrup in prepared mixture and mix well.

 

Leave it for few minutes to cool it down. Please, don’t let it cool down completely.

 

When cooled down somehow, prepare number of small balls.

 

Arrange on a serving plate.

 

Serve Fresh or Later.

 

Freshen up mouth after having spicy meal…with this Punjabi special dessert…PINNI…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!