તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૦ મિનિટ
૨ સર્વિંગ
સામગ્રી :
શ્રીખંડ ૨ કપ
(પ્લેન શ્રીખંડ હોય તો એ જ લેવું)
છાસ ૨ કપ
દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન
એલચી પાઉડર ચપટી
જાયફળ પાઉડર ચપટી
કેસર ૭-૮ તાર
સજાવટ માટે પીસ્તા ના ટુકડા
રીત :
એક બાઉલમાં શ્રીખંડ અને છાસ એકીસાથે લો. એને એકદમ ફીણી લો. પછી એને મીક્ષરની જારમાં લઈ લો.
એમા દળેલી ખાંડ, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને કેસર ઉમેરો.
ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે જ બ્લેન્ડ કરી લો. બધુ જ એકદમ મીક્ષ થઈ જાય એ ખાસ જોવું.
હવે, આ મીશ્રણ ૨ સર્વિંગ ગ્લાસમાં ભરી લો.
એની ઉપર પીસ્તા ના થોડા ટુકડા મુકી, સજાવો.
આશરે ૪૫ થી ૬૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.
ફ્રીજમાં ઠંડુ કરેલું પીરસો.
મુલાયમ અને સ્વાદિષ્ટ પીણા સાથે ઉનાળાની ગરમીનો સામનો કરો.
Preparation time 5 minutes
Cooking time 0 minutes
Servings 2
Ingredients:
Shreekhand 2 cup
(Preferably Plain Shreekhand)
Buttermilk 2 cup
Sugar Powder 2 tbsp
Cardamom powder Pinch
Nutmeg Powder Pinch
Saffron Pinch
Pistachio pieces for garnishing
Method:
Take Shreekhand and Buttermilk in a bowl. Whisk it well. Then transfer it into a juicer jar of your mixer.
Add Sugar Powder, Cardamom Powder, Nutmeg Powder and Saffron.
Blend for approx 30-40 seconds and make sure that all ingredients are blended very well.
Remove the blended mixture in serving glasses.
Garnish with Pistachio pieces.
Refrigerate for approx 45-60 minutes.
Serve fridge cold.
Protest Heat of Summer with this Creamy and Delicious Drink.
No Comments