તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૪-૫ નંગ
સામગ્રી :
સુકુ યીસ્ટ ૧ ટી સ્પૂન
ખાંડ ૧ ટી સ્પૂન
ઘઉ નો લોટ ૧ કપ
ઘી ૧ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
દુધ ૧/૨ કપ
પુરણ માટે :
અખરોટ ૧/૪ કપ
ખસખસ ૧ ટી સ્પૂન
મગજતરી ના બી ૧ ટી સ્પૂન
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
પૅન ફ્રાય માટે ઘી
સાથે પીરસવા માટે ઘાટુ ઘી
રીત :
૧/૪ કપ જેટલુ પાણી હુંફાળું ગરમ કરો.
એમા સુકુ યીસ્ટ અને ખાંડ ઉમેરો અને ૫ મિનિટ માટે રાખી મુકો.
એક બાઉલમાં ઘઉ નો લોટ લો. એમા ઘી અને મીઠુ ઉમેરો. બરાબર મીક્ષ કરો.
યીસ્ટ વાળું પાણી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
દુધ ઉમેરો અને એકદમ ઢીલો લોટ બાંધી લો. જરૂર મુજબ પાણી ઉમેરવું. ખુબ જ મસળી લો અને આથા માટે આશરે ૨ કલાક માટે રાખી મુકો.
પુરણ માટેની બધી જ સામગ્રી એકીસાથે મીક્ષરની જારમાં લો અને એકદમ જીણું પીસી લઈ, જીણો પાઉડર તૈયાર કરી લો.
આથા વાળો લોટ ફરીથી થોડો મસળી લો.
પછી એમાંથી નાનો લુવો લઈ નાનો બોલ બનાવી લો. હથેળી અને આંગળા વડે હળવેથી દબાવી, થપથપાવી, નાનો ગોળ આકાર આપો.
એની વચ્ચે ૨ થી ૩ ટી સ્પૂન જેટલુ પુરણ મુકો અને વાળીને ફરી બોલ બનાવી લો.
આ રીતે બધા બોલ / સીડકુ તૈયાર કરી લો અને એક બાજુ રાખી દો.
એક નોન-સ્ટીક પૅન ધીમા ટેપ ગરમ કરો.
ગરમ નોન-સ્ટીક પૅન પર બરાબર ફેલાવીને થોડું ઘી રેડી દો.
પછી એ પૅન માં, તૈયાર કરેલા થોડા સીડકુ મુકો.
નીચેની બાજુ આછી ગુલાબી સેકાય જાય એટલે બધા સીડકુ પૅનમાં ઉલટાવો. બીજી બાજુ પૅન આછી ગુલાબી સેકાય જાય એટલે પૅનમાંથી બહાર કાઢી લઈ એક સ્ટીમર પ્લેટ પર ગોઠવો.
એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.
પાણી ગરમ થઈ જાય એટલે સીડકુ ગોઠવેલી સ્ટીમર પ્લેટ, સ્ટીમરમાં મુકી દો. સ્ટીમર બંધ કરી દો. ૫ થી ૭ મિનિટ માટે સ્ટીમ કરી લો.
પછી, સ્ટીમરમાંથી બહાર કાઢી, તૈયાર થયેલા સીડકુ, સર્વિંગ પ્લેટ પર ગોઠવો.
સર્વિંગ પ્લેટ પર દરેક સીડકુ ની ઉપર અને આજુબાજુ થોડું ઘાટુ ઘી મુકો.
ગરમ ગરમ જ પીરસો.
ભારતના પહાડી રાજ્ય, હિમાચલ પ્રદેશ ની સ્વાદિષ્ટ અને ભારેખમ વાનગી, સીડકુ.
સરળતાથી હજમ થઈ જાય એ માટે આ વાનગી શિયાળાની સખત ઠંડી ઋતુ દરમ્યાન બનાવો અને મસ્ત રહો.
Preparation time 15 minutes
Cooking time 15 minutes
Yield 4-5 pcs
Ingredients:
Dry Yeast 1 ts
Sugar 1 ts
Whole Wheat Flour 1 cup
Ghee 1 tbsp
Salt to taste
Milk ½ cup
For Stuffing:
Walnuts ¼ cup
Poppy Seeds 1 ts
Melon Seeds 1 ts
Turmeric Powder ½ ts
Red Chilli Powder 1 ts
Garam Masala ½ ts
Salt to taste
Ghee for pan frying
Thick Ghee for serving
Method:
Lukewarm ¼ cup of water. Add Dry Yeast and Sugar and leave it for approx 5 minutes.
Take Whole Wheat Flour in a bowl. Add Ghee and Salt and mix well. Add prepared Yeast Water and mix well. Add Milk and knead very soft dough. Add water as needed. Knead it very well and leave it for approx 2 hours for fermenting.
Take all listed ingredients for Stuffing in a dry grinding jar of mixer. Crush it to fine powder.
Knead fermented dough a little. Take little dough and make a small ball. Using palm and fingers, give it a small round shape. Put 2-3 ts of prepared mixture for Stuffing on it and fold it to wrap stuffing.
Repeat to prepare number of Sidku and keep a side.
Preheat a non stick pan on low flame. Pour little Ghee spreading on preheated pan on the flame. Put number of prepared Sidku on the Pan with Ghee. Roast both sides to light brownish.
Arrange all roasted Sidku on a steamer plate.
Boil water in a steamer. When water comes to boil in a steamer, put steamer plate with roasted Sidku in it and steam for approx 5-7 minutes.
Arrange steamed Sidku on a serving plate. Pour thick Ghee around and on top of each Sidku on a serving plate.
Serve Hot.
Have a Delicious and Heavy Food Stuff from Mountainous state of India…Himachal Pradesh…
I suggest to make and enjoy this recipe in heavy winter season to digest easily.
No Comments