મસાલા બનાના ફ્રાય / કાચા કેળાં ની મસાલા વાળી વેફર / Masala Banana Fry / Kacha Kela ni Masala vari Vefar / Spiced Banana Fry

મસાલા બનાના ફ્રાય / કાચા કેળાં ની મસાલા વાળી વેફર / Masala Banana Fry / Kacha Kela ni Masala vari Vefar / Spiced Banana Fry

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

કાચા કેળા છાલ કાઢેલા ૨

ચોખા નો લોટ ૨ ટેબલ સ્પૂન

હળદર ચપટી

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

લીમડો પીસેલો ૧/૨ ટેબલ સ્પૂન

(મીઠા લીમડાના પાન સુકવી, પીસી લઈ, બનાવેલો પાઉડર)

આમલી નો પલ્પ ૧ ટી સ્પૂન

દળેલી ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

ટોપીંગ માટે :

તાજું નારિયળ ખમણેલું ૧/૨ કપ

ખારીસીંગ ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧/૨ લીંબુ નો

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

 

રીત :

એક બાઉલમાં, ચોખા નો લોટ, હળદર, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, પીસેલો લીમડો, આમલી નો પલ્પ, દળેલી ખાંડ અને મીઠું ઉમેરો. બધુ બરાબર મીક્ષ કરી લો.

 

બીજા એક બાઉલમાં, ટોપીંગ માટેની બધી સામગ્રી લો અને બરાબર મીક્ષ કરી લો. એક બાજુ રાખી દો.

 

છાલ કાઢેલા કાચા કેળાં ની પાતળી લાંબી સ્લાઇસ કાપી લો. આ બધી સ્લાઇસ પર, તૈયાર કરેલા ચોખા ના લોટ નું મીશ્રણ છાંટી દો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

એમાં કેળાંની બધી સ્લાઇસ બરાબર તળી લો.

 

એક સર્વિંગ પ્લેટ પર છુટી છુટી ગોઠવી દો.

 

દરેક સ્લાઇસ પર તૈયાર કરેલું ટોપીંગ માટેનું મિશ્રણ બરાબર ફેલાવીને ભભરાવી દો.

 

અલગ અલગ પ્રકાર ની ઘણી ફ્રાય ના સ્વાદ માણ્યા હશે. બનાના ફ્રાય નો આ નવીનત્તમ સ્વાદ હજી સુધી તો ક્યારેય નહીં જ ચાખ્યો હોય.

 

તો કરો ટ્રાઇ..

મસાલા બનાના ફ્રાય..

Preparation time: 10 minutes

Cooking time: 10 minutes

For 2 persons

 

Ingredients:

Raw Banana peeled 2

Rice Flour 2 tbsp

Turmeric Powder Pinch

Red Chilli Powder 1 ts

Black Pepper Powder ½ ts

Curry Leaves crushed ½ tbsp

Tamarind Pulp 1 ts

Sugar powder 1 ts

Salt to taste

Oil to Deep Fry

For Topping:

Fresh Coconut grated ½ cup

Roasted Salted Peanut 2 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

Pomegranate granules 2 tbsp

Chat Masala 1 ts

Salt to taste

Sugar 1 ts

Lemon Juice ½ lemon

Black Pepper Powder ½ ts

Method:

In a bowl, take Rice Flour, Turmeric Powder, Red Chilli Powder, Black Pepper Powder, crushed Curry Leaves, Tamarind Pulp, Sugar Powder and Salt. Add very little water. Mix well. Should become like thick paste.

 

In another bowl, take all ingredients for Topping and mix well. Keep a side for later use.

 

Cut peeled Raw Banana in a thin slice shape. Roll Banana slices in prepared Rice Flour mixture.

 

Deep Fry Spiced Banana slices. Spread on plain paper to get additional oil absorbed. Set on a serving plate.

 

Spread prepared Topping stuff on Banana slices on a serving plate.

 

Forget French Fry and Try Spiced Banana Fry.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!