સુરણ નું શાક / સુરણ સબ્જી / યમ કરી / Suran nu Shak / Suran Sabji / Yam Curry

સુરણ નું શાક / સુરણ સબ્જી / યમ કરી / Suran nu Shak / Suran Sabji / Yam Curry

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧ વ્યક્તિ માટે

 

સામગ્રી :

સુરણ બાફેલું અને સમારેલું ૧ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીમડો ૫-૬ પાન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તળેલા સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

સજાવવા માટે સીંગદાણા નો કરકરો પાઉડર

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા જીરું અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે બાફીને સમારેલું સુરણ અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો.

 

લાલ મરચું પાઉડર, ગોળ અને મીઠુ ઉમેરો.

 

મધ્યમ તાપે ૫ થી ૭ મિનિટ પકાવો અને બરાબર મીક્ષ કરો.

 

પછી, તળેલા સીંગદાણા મીક્ષ કરી દો.

 

સજાવવા માટે સીંગદાણા ની થોડો પાઉડર છાંટી દો.

 

ગરમ ગરમ પીરસો.

 

ઉપવાસ ના દિવસે સરસ મજાનું સુરણ નું શાક ખાઓ.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 1 Person

 

Ingredients:

Yam (Sooran) boiled   and chopped 1 cup

Oil 1 tbsp

Cumin Seeds 1 ts

Neem (Curry Leaves)

Red Chilli Powder 1 tbsp

Jaggery 1 ts

Salt

Fried Peanuts 2 tbsp

Peanuts Powder thick for garnishing

Method:

Heat oil in a pan. Add Cumin Seeds and Curry Leaves.

 

When crackled, add boiled and chopped Yam and 1 glass of water.

 

Add Red Chilli Powder, Jaggery and Salt. Mix well slowly while cooking on medium flame for 5-7 minutes. Remove the pan from the flame.

 

Mix Fried Peanuts.

 

Garnish with sprinkle of a pinch of Peanuts powder.

 

Serve hot.

 

Enjoy yummy Yam Curry on a fasting day.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!