સુરતી તપેલું / ભગત મુઠીયા નું શાક / Surti Tapelu / Bhagat Muthiya nu Shak

સુરતી તપેલું / ભગત મુઠીયા નું શાક / Surti Tapelu / Bhagat Muthiya nu Shak

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મુઠીયા માટે :

ચણા દાળ પલાળેલી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

જીરું ૧/૨ ટી સ્પૂન

હળદર ચપટી

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

ફૂદીનો જીણો સમારેલો ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી જીણી સમારેલી ૧ ટેબલ સ્પૂન

આદું-મરચાં ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

તળવા માટે તેલ

 

પેસ્ટ માટે :

સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

તાજા નારિયળ નું જીણું ખમણ ૨ ટેબલ સ્પૂન

 

શાક માટે :

બટેટા છાલ ઉતારેલા ૨

લીલા વટાણા ૧/૪ કપ

મકાઇ ૧

(છાલ ઉતારી ૩ થી ૪ સ્લાઇસ કાપેલી)

તેલ ૨ ટેબલ સ્પૂન

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે રોટલી અથવા પુરી

 

રીત :

મુઠીયા માટે :

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલી ચણા દાળ લો. એકદમ જીણી પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં મીઠું, જીરું, હળદર, લાલ મરચું પાઉડર, હિંગ, જીણો સમારેલો ફૂદીનો, જીણી સમારેલી ધાણાભાજી, આદું-મરચાં ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરી, ફીણી લો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મુઠીયા માટેના મિશ્રણ ના નાના નાના લુવા કે મુઠીયા ગરમ તેલમાં તળવા માટે મુકો. જરા આકરા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા લુવા કે મુઠીયા તેલમાં ફેરવવા.

 

તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ એક બાજુ રાખી દો.

 

પેસ્ટ માટે :

ગ્રાઈન્ડિંગ જારમાં સીંગદાણા, તલ અને તાજા નારિયળ નું જીણું ખમણ લો. એકદમ જીણું પીસી લો.

 

પેસ્ટ તૈયાર છે. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

શાક માટે:

એક પ્રેશર કૂકર માં બટેટા, લીલા વટાણા અને મકાઇ લો. મીઠું અને પૂરતું પાણી ઉમેરો.

 

૩ થી ૪ સીટી જેટલું પ્રેશર કૂક કરી લો.

 

પ્રેશર કૂકર ઠંડુ થવા થોડી વાર રાખી મુકો. પછી એમાંથી બાફેલી બધી સામગ્રી એક બાઉલમાં લઈ લો. વધારાનું પાણી કાઢી નાખો.

 

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.

 

એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.

 

એમાં હિંગ, હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરો. બરાબર સાંતડી લો.

 

જીણા સમારેલા ટમેટાં ઉમેરો અને સાંતડી લો.

 

આદું-મરચાં ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. સાંતડી લો.

 

પ્રેશર કૂક કરેલા બટેટા, લીલા વટાણા અને મકાઇ ઉમેરો. છુંદાય ના જાય એ ખ્યાલ રાખી બધુ બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.

 

પીરસવા વખતે, તૈયાર કરેલા શાક નું પૅન ફરી મધ્યમ તાપે મુકો અને તૈયાર કરેલા મુઠીયા ઉમેરો. છુંદાય ના જાય એ ખ્યાલ રાખી બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

તૈયાર થયેલું શાક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરી દો.

 

રોટલી અથવા પુરી સાથે ગરમા ગરમ પીરસો.

 

સુરત નું સંતોષકારક શાક, સુરતી તપેલું / ભગત મુઠીયા નું શાક.

Preparation time 15 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

For Muthiya:

Skinned and Split Gram soaked ½ cup

Salt to taste

Cumin Seeds ½ ts

Turmeric Powder Pinch

Red Chilli Powder ½ ts

Asafoetida Pinch

Fresh Mint Leaves finely chopped 1 tbsp

Fresh Coriander Leaves finely chopped 1 tbsp

Ginger-Chilli Paste ½ ts

Garlic Paste ½ ts

Oil to deep fry

 

For Paste:

Peanuts 2 tbsp

Sesame Seeds 1 tbsp

Fresh Coconut Powder 2 tbsp

 

For Shak (Sabji):

Potato peeled 2

Green Peas ¼ cup

Maize peeled and chopped in 3 or 4 slices 1 maize

Oil 2 tbsp

Tomato finely chopped 1

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 ts

Asafoetida Pinch

Garam Masala ½ ts

Salt to taste

Fresh Coriander Leaves 1 tbsp

 

Roti or Puri for serving

 

Method:

For Muthiya:

Take in a wet grinding jar of mixer, soaked Skinned and Split Gram. Crush it fine.

 

Add Salt, Cumin Seeds, Turmeric Powder, Red Chilli Powder, Asafoetida, finely chopped Fresh Mint Leaves, finely chopped Fresh Coriander Leaves, Ginger-Chilli Paste and Garlic Paste.

 

Mix well and whisk it very well.

 

Heat Oil to deep fry.

 

Put number of dumplings or fist of prepared mixture in heated Oil.

 

Deep fry to dark brownish.

 

Flip occasionally to fry all around.

 

Keep a side.

 

For Paste:

Take in a wet grinding jar of mixer, Peanuts, Sesame Seeds and Fresh Coconut Powder. Crush it to fine paste.

 

Keep a side.

 

For Shak (Sabji):

Take in pressure cooker, Potatoes, Green Peas and Maize. Add Salt and enough water.

 

Pressure cook to 3 or 4 whistles.

 

Heat Oil in a pan at low flame.

 

Add prepared Paste.

 

Add Turmeric Powder, Red Chilli Powder and Asafoetida Powder and sauté.

 

Add finely chopped Tomato and continue sautéing.

 

Add Ginger-Chilli Paste, Garlic Paste, Salt  and Garam Masala and continue sautéing.

 

Add pressure cooked Vegetables. Mix well taking care of not crushing vegetables.

 

At the time of serving, add prepared Muthiya and mix well while on medium flame taking care of not crushing Muthiya and vegetables.

 

Add Fresh Coriander Leaves and mix well.

 

Serve hot with Roti or Puri.

 

Such a Satisfying Shak from Surat…The Diamond City of India…

1 Comment

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!