બેક્ડ બીન્સ ટોસ્ટ / Baked Beans Toast

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પુરણ માટે :

માખણ ૨ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

કેપ્સિકમ સમારેલું ૧

બેક્ડ બીન્સ કેન ૧ કપ

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

મીક્ષ હર્બ ૧/૨ ટી સ્પૂન

તબાસકો સૉસ ૧/૮ ટી સ્પૂન

 

સ્પ્રેડ માટે :

ચીઝ સ્પ્રેડ ૨ ટેબલ સ્પૂન

લસણ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

 

બનાવવા માટે :

બ્રેડ સ્લાઇસ ૪

ચીઝ સ્પ્રેડ ૧ ટેબલ સ્પૂન

 

ખમણેલું ચીઝ સજાવટ માટે

મેયોનેઝ અને ટોમેટો કેચપ પીરસવા માટે

 

રીત :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો. આદુ-લસણ-મરચા ની પેસ્ટ, સમરેલી ડુંગળી, ઉમેરો. સાંતડાય જાય એટલે સમરેલ કેપ્સિકમ અને બેક્ડ બીન્સ ઉમેરો. તાપ મધ્યમ કરો. બરાબર મીક્ષ કરો. ઓરેગાનો, ચીલી ફલૅક્સ, મીક્ષ હર્બ ઉમેરો. તબાસકો સૉસ ઉમેરો. બરાબર મીક્ષ કરો. મધ્યમ તાપે ૩-૪ મિનિટ પકાવો.

 

સ્પ્રેડ માટે :

એક વાટકીમાં ચીઝ સ્પ્રેડ, લસણ-મરચા ની પેસ્ટ, ટોમેટો કેચપ લો અને બરાબર મીક્ષ કરો. એક બાજુ રાખી દો.

 

બનાવવા માટે :

એક બ્રેડ સ્લાઇસ ની એક બાજુ પર માખણ લગાવો અને બનાવેલું સ્પ્રેડ લગાવો.

 

બીજી એક બ્રેડ સ્લાઇસ લો. એને વચ્ચેથી ગોળ કાપીને કાણું પાડો. એની એક બાજુ પર બનાવેલું સ્પ્રેડ લગાવો. આને પેલા સ્પ્રેડ લગાવીને તૈયાર કરેલી બ્રેડ સ્લાઇસ પર મૂકી દો.

 

આ જ પ્રમાણે બીજી ૨ બ્રેડ સ્લાઇસ પણ તૈયાર કરો.

 

બંને તૈયાર કરેલી બ્રેડ સ્લાઇસ ની ફક્ત ઉપરની બાજુ માખણ લગાવો. ઓવન માટેની પ્લેટ માં મૂકો.

 

ઓવન ને પ્રી-હીટ કરો.

 

તૈયાર કરેલી બ્રેડ સ્લાઇસ ને 150° પર ૫ મિનિટ માટે ટોસ્ટ કરો.

 

ઓવેનમાંથી બહાર કાઢી લો.

 

ઉપરની બ્રેડ સ્લાઇસ ની વચ્ચેના ગોળ કાણાં વાળી જગ્યામાં બનાવેલું બેક્ડ બીન્સ નું પુરણ ભરી દો. ખમણેલું ચીઝ છાંટો.

 

ફરીથી, પ્રી-હીટ કરેલા ઓવનમાં ૧૫૦° પર ૫ મિનિટ માટે ટોસ્ટ કરો.

 

ટોસ્ટ કરેલી બ્રેડ સ્લાઇસ પ્લૅટમાં મૂકો. બાજુમાં થોડું મેયોનેઝ અને ટોમેટો કેચપ મૂકો.

 

સંતોષકારક નાસ્તો.. બેક્ડ બીન્સ ટોસ્ટ..

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

For Stuffing:

Butter                                      2 tbsp

Ginger-Garlic-Chilli Paste       1 tsContinue Reading

error: Content is protected !!