તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
રીંગણા નાના આખા ૨૫૦ ગ્રામ
તળવા માટે તેલ
ઘી ૧ ટેબલ સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
ડુંગળી ની પેસ્ટ ૧/૨ કપ
આદુ-લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન
ટોમેટો પ્યૂરી ૧/૨ કપ
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
હળદર ૧/૨ ટી સ્પૂન
ધાણાજીરું ૧ ટી સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
ખાંડ ૧ ટી સ્પૂન
તાજી મલાઈ ૨ ટેબલ સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
ધાણાભાજી
રીત :
દરેક રીંગણામાં એક-એક નાનો કાપો પાડી લો.
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.
બધા રીંગણા નરમ થઈ જાય ત્યા સુધી તળી લો.
એક પૅન માં ઘી ગરમ કરો.
એમાં જીરું ઉમેરો. તતડે એટલે ડુંગળી ની પેસ્ટ અને આદુ-લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે ટોમેટો પ્યૂરી, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું ઉમેરો. બરાબર મિક્સ કરો.
પછી, ૧/૪ કપ જેટલુ પાણી અને મીઠું ઉમેરો. બધુ પાણી બળી જાય ત્યા સુધી પકાવો.
પછી, ખાંડ અને તાજી મલાઈ ઉમેરો. બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.
હવે એમાં તળેલા રીંગણા ઉમેરો. રીંગણા છુંદાય ના જાય એ કાળજી રાખી, ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.
એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
ધાણાભાજી છાંટી સજાવો.
રોટલી અને ભાત સાથે ગરમા ગરમ પીરસો.
મસાલેદાર રીંગણા, U.P. સ્ટાઇલ (ઉત્તર પ્રદેશ), બેંગન મુસ્સલમ.
Preparation time 2 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Eggplants small and whole 250 gm
Oil to deep fry
Ghee 1 tbsp
Cumin Seeds ½ ts
Onion paste ½ cup
Ginger-Garlic Paste 1 ts
Tomato Puree ½ cup
Red Chilli Powder 1 ts
Turmeric Powder ½ ts
Coriander-Cumin Powder 1 ts
Garam Masala ½ ts
Sugar 1 ts
Fresh Cream 2 tbsp
Salt to taste
Fresh Coriander Leaves
Method:
Make small cut on each Whole Eggplant.
Heat Oil in a deep fry pan. Deep fry Whole Eggplants until they soften.
Heat Ghee in a pan. Add Cumin Seeds. When crackled, add Onion Paste and Ginger-Garlic Paste. When sautéed, add Tomato Puree, Red Chilli Powder, Turmeric Powder, Coriander-Cumin Powder. Mix well. Add little water, approx ¼ cup and Salt. Cook until water steam away. Add Sugar and Fresh Cream. Mix well and continue cooking on medium flame for 3-4 minutes. Add deep fried Eggplants and mix well. Cook on medium flame for 2-3 minutes.
Take it on a serving plate.
Garnish with sprinkle of Fresh Coriander Leave.
Serve Hot with Roti and Rice.
Enjoy Spiceful Eggplants in UP (Uttar Pradesh) Style…Baingan Mussalam…