મેથી ફોકાસીયા બ્રેડ / Methi Focaccia Bread / Fenugrek Focaccia Bread

તૈયારી માટે ૨૦ મિનિટ

બૅકીંગ માટે ૨૫ મિનિટ

૧ બ્રેડ લોફ

 

સામગ્રી :

દુધ ૧/૪ કપ

ખાંડ ૧ ટી સ્પૂન

ફ્રેશ યીસ્ટ ૧ ટેબલ સ્પૂન

મેંદો ૧ કપ

મીઠુ સ્વાદ મુજબ

ઓલીવ ઓઇલ ૩ ટેબલ સ્પૂન

મેથી ની ભાજી સમારેલી ૧ કપ

લીલું લસણ જીણું સમારેલું ૧/૨ કપ

હિંગ ૧/૨ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

ગ્રીસીંગ માટે તેલ

સજાવટ માટે બ્લેક ઓલિવ રીંગ અને લાલ મરચા ની રીંગ

 

રીત :

એક બાઉલમાં હુંફાળું દુધ લો.

 

એમા ખાંડ અને ફ્રેશ યીસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો. ૫ મિનિટ માટે રાખી મુકો.

 

યીસ્ટ, એક્ટીવ થઈ જાય એટલે મેંદો, મીઠુ, ૧ ટેબલ સ્પૂન જેટલુ ઓલીવ ઓઇલ ઉમેરો અને જરા ઢીલો લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું દુધ ઉમેરવું.

 

આશરે ૧૦ મિનિટ સુધી એકદમ મસળો.

 

એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલુ ઓલીવ ઓઇલ લો અને ધીમા તાપે ગરમ કરો.

 

એમા હિંગ, તલ, સમારેલું લીલું લસણ, મેથી ની ભાજી, મીઠુ ઉમેરો અને સાંતડી લો.

 

આ મિશ્રણમાંથી અડધું અલગ કરી એક બાજુ રાખી દો. પછીથી ટોપીંગ માટે ઉપયોગમાં લઈશું.

 

બાકીનું અડધું મિશ્રણ, બાંધેલા લોટમાં ઉમેરી દો અને ફરી ૨ મિનિટ માટે ખુબ જ મસળી લો.

 

બ્રેડ નું ૧ મોલ્ડ તેલ લગાવી ગ્રીસ કરી લો.

 

એમા, બાંધેલો લોટ ગોઠવી દો અને હુંફાળી જગ્યામાં ૧ થી ૨ કલાક માટે રાખી મુકો.

 

એ ફુલીને લગભગ ડબલ જેટલુ થઈ જશે.

 

એની ઉપર ટોપીંગ માટે અલગ રાખેલું મિશ્રણ ગોઠવી દો.

 

એની ઉપર બ્લેક ઓલીવ રીંગ અને લાલ મરચા ની રીંગ ગોઠવી સજાવી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

તૈયાર કરેલું બ્રેડ નું મોલ્ડ, પ્રી-હીટ કરેલા ઓવનમાં મુકી, ૧૮૦° પર ૨૫ મિનિટ માટે બૅક કરી લો.

 

બૅક થઈ જાય પછી, ઓવનમાંથી બહાર કાઢી, ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, મોલ્ડમાંથી બ્રેડ કાઢી લો અને પીરસો.

 

મેથી ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કરી, નવતર રીતે જ વધારે સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ બનાવેલી, ફોકાસીયા બ્રેડ.

Preparation time 20 minutes

Baking time 25 minutes

Yield 1 bread loaf

 

Ingredients:

Milk ¼ cup

Sugar 1 ts

Fresh Yeast 1 tbsp

Refined White Wheat Flour (Maida) 1 cup

Salt to taste

Olive Oil 3 tbsp

Fresh Fenugreek Leaves chopped 1 cup

Spring Garlic finely chopped ½ cup

Asafoetida Powder ½ ts

Sesame Seeds 1 tbsp

Oil for greasing

Black Olive Rings and Red Chilli Rings for garnishing

 

Method:

Take lukewarm Milk in a bowl.

 

Add Sugar and Fresh Yeast, mix well. Leave it for 5 minutes to rest.

 

When Yeast becomes active, add Refined White Wheat Flour, Salt and 1 tbsp of Olive Oil and prepare somehow soft dough. Add little Milk only if needed.

 

Knead dough for approx. 10 minutes.

 

In a pan, take 2 tbsp of Olive Oil and heat it on low flame.

 

Add Asafoetida Powder, Sesame Seeds, chopped Spring Garlic, chopped Fresh Fenugreek and Salt and sauté.

 

Keep half of this prepared mixture a side to use later for topping.

 

Add half of this prepared mixture in prepared dough and knead dough for 2 minutes.

 

Grease 1 bread mould with Oil.

 

Set prepared dough in greased mould. Keep this now in a warm place for approx. 1 to 2 hours.

 

It will be puffed up to almost double size.

 

Set topping with prepared mixture kept a side earlier.

 

Garnish with Black Olive Rings and Red Chilli Rings.

 

Preheat oven.

 

Bake in preheated oven for 25 minutes at 180°.

 

After baking, leave it for a while to cool off.

 

Unmould and serve.

 

 

Enjoy Focaccia Bread…Innovatively made more delicious using Fresh Fenugreek and Spring Garlic.

error: Content is protected !!