તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૫ મિનિટ
૫ રોલ
સામગ્રી :
કોબી પત્તા ૫
ફલગાવેલા બાફેલા મગ ૧/૨ કપ
ડુંગળી જીણી સમારેલી ૧
ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન
સંચળ ૧ ટી સ્પૂન
મરી પાઉડર ૧ ટી સ્પૂન
લાલ મરચું પાવર ૧ ટી સ્પૂન
સેકેલા જીરું નો પાઉડર ૧ ટી સ્પૂન
ચીલી વિનેગર ૧ ટી સ્પૂન
લીંબુ ૧/૨
તેલ ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
રીત :
એક બાઉલમાં ચીલી વિનેગર, લીંબુ નો રસ, સંચળ, મરી પાઉડર, લાલ મરચું પાઉડર અને સેકેલા જીરું નો પાઉડર લો અને બરાબર મિક્સ કરો. ડ્રેસીંગ તૈયાર છે. એક બાજુ રાખી દો.
બીજા એક બાઉલમાં ફણગાવેલા બાફેલા મગ, જીણી સમારેલી ડુંગળી અને ધાણાભાજી લો. એમા તૈયાર કરેલા ડ્રેસીંગનું અડધું ઉમેરી દો. બરાબર મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.
એક પૅન માં ૨ થી ૩ કપ જેટલું પાણી લો. એમા થોડુ મીઠુ ઉમેરો અને ધીમા તાપે મુકો.
પાણી ગરમ થઈ જાય એટલે એમા કોબી પત્તા મુકી દો. અધકચરા બફાઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો. પાણીમાંથી કોબી પત્તા કાઢી લઈ પ્લેટ પર અલગ અલગ રાખી દો.
હવે, તૈયાર કરેલુ મગ નું મિશ્રણ, એક કોબી પત્તા ઉપર ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલું પાથરી દો અને કોબી પત્તાને વાળી લઈ, અંદર મગનું મિશ્રણ રેપ કરી, રોલ બનાવી લો.
આ રીતે બધા કોબી પત્તાના રોલ તૈયાર કરી લો.
તૈયાર કરેલા કોબી પત્તાના રોલ એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.
દરેક રોલ ઉપર ડ્રેસીંગ લગાવી દો.
તાજગીભર્યા સ્વાદ માટે તરત જ પીરસો.
આયર્નયુક્ત કોબી પત્તા, પ્રોટીન થી ભરપુર મગ, સોડમભર્યા સ્વાદિષ્ટ ઓસડીયા. આનાથી વિશેષ શું મળી શકે એક જ વાનગીમાં..!!!
Preparation time 15 minutes
Cooking time 5 minutes
Yield 5 Rolls
Ingredients:
Cabbage Leaves 5
Green Gram Sprouts boiled ½ cup
Onion finely chopped 1
Fresh Coriander Leaves chopped 1 tbsp
Black Salt Powder 1 ts
Black Pepper Powder 1 ts
Red Chilli Powder 1 ts
Roasted Cumin Seeds Powder 1 ts
Chiili Vinegar 1 ts
Lemon Juice of ½ lemon
Oil 1 ts
Salt to taste
Method:
Take in a bowl, Chilli Vinegar, Lemon Juice, Black Salt Powder, Black Pepper Powder, Red Chilli Powder and Roasted Cumin Seeds Powder and mix well. Dressing is ready. Keep a side.
In another bowl, take boiled Green Gram Sprouts, finely chopped Onion and chopped Fresh Coriander Leaves. Add half of prepared Dressing.
Take 2-3 cups of water in a pan. Add little salt in it and put the pan on flame. When water becomes hot, add Cabbage Leaves in the water. When Cabbage Leaves are parboiled, remove the pan from the flame.
Remove parboiled Cabbage Leaves from the water and put them separately on a plate.
Put 2-3 tbsp of prepared Green Gram mixture on each leaf and roll each leaf to wrap the stuffing.
Put prepared rolls on a serving plate.
Apply Dressing on each roll.
Serve immediately to have fresh taste.
Treat Yourself with…
Iron Rich Cabbage…
stuffed with Protein Rich Green Gram…
delighted with Flavouring Herbs…