કાજુ કરી / Kaju Curry / Cashew Nut Curry

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

કાજુ ૧/૨ કપ

 

ગ્રેવી માટે :

બાફેલી ડુંગળીની પેસ્ટ ૧/૨ કપ

ટોમેટો પ્યુરી ૧/૨ કપ

લસણ જીણું સમારેલું ૧ ટેબલ સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સફેદ પેસ્ટ માટે :

કાજુ ૧/૪ કપ

મગજતરીના બી નો પાઉડર ૧ ટી સ્પૂન

ખસખસ ૧ ટી સ્પૂન

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

જાયફળ નો પાઉડર ચપટી

જાવંત્રી ચપટી

દૂધ ૧/૪ કપ

 

વઘાર માટે :

માખણ ૨ ટેબલ સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

લસણ જીણું સમારેલું ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

મોળો માવો ૨ ટેબલ સ્પૂન

ક્રીમ / મલાઈ ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

સફેદ પેસ્ટ માટે :

એક બાઉલમાં દૂધ લો. એમાં સફેદ પેસ્ટ માટેની બીજી બધી સામગ્રી ઉમેરી દો. ૩ થી ૪ કલાક માટે રાખી મુકો.

 

પછી, ગ્રાઈન્ડિંગ જારમાં લઈ એકદમ જીણું પીસી લઈ પેસ્ટ બનાવી લો.

 

એક બાજુ રાખી દો.

 

ગ્રેવી માટે :

ધીમા તાપે એક પૅન માં માખણ અને તેલ એકસાથે ગરમ કરો.

 

એમાં સમારેલું લસણ ઉમેરો.

 

લસણ આછું ગુલાબી થઈ જાય એટલે બાફેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી ૨ થી ૩ મિનિટ માટે હલાવી મીક્ષ કરો.

 

ટોમેટો પ્યુરી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કિચનકિંગ મસાલો અને મીઠું ઉમેરો. ધીમા-મધ્યમ તાપે ધીરે ધીરે હલાવતા રહો. બધુ પાણી બળી જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે તાપ પરથી હટાવી લો.

 

ગ્રેવી તૈયાર છે.

 

વઘાર માટે :

ધીમા તાપે એક પૅન માં માખણ અને તેલ એકસાથે ગરમ કરો.

 

સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડો.

 

ડુંગળી નરમ થઈ જાય એટલે સમારેલું લસણ ઉમેરો અને સાંતડો.

 

લસણ આછું ગુલાબી થઈ જાય એટલે સમારેલા ટમેટાં ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કિચનકિંગ મસાલો, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

હવે, આમાં તૈયાર કરેલી ગ્રેવી, મોળો માવો અને તૈયાર કરેલી સફેદ પેસ્ટ ઉમેરો અને ૩ થી ૪ મિનિટ માટે ધીમા તાપે હલાવતા રહી બરાબર મીક્ષ કરી દો.

 

ક્રીમ અને કાજુ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ૨ થી ૩ મિનિટ માટે ધીમા તાપે પકાવો. પછી તાપ પરથી હટાવી લો.

 

આ લો.. તમારી ફેવરિટ કાજુ કરી તૈયાર થઈ ગઈ.

 

એને એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ભભરાવી સજાવો.

 

કાજુના ચાહકો માટે.. શાહી કરી.. કાજુ કરી..

 

Prep.30 min.

Cooking time 10 min.

for 4 Persons

Ingredients:

Cashew Nuts ½

For Gravy:

Boiled Onion paste ½ cupContinue Reading

error: Content is protected !!