ચેકકલું (આંધ્ર પ્રદેશ – તેલુગુ) Chekkalu (Andhra Pradesh – Telugu) અપ્પલુ (આંધ્ર પ્રદેશ – તેલુગુ) Appalu (Andhra Pradesh – Telugu) થત્તય (તામિલનાડું – તમિલ) Thattai (Tamil Nadu – Tamil) નિપ્પત્તું (કર્ણાટક – કન્નડ) Nippattu (Karnataka – Kannada) રાઇસ ક્રેકર (ઇંગ્લિશ) Rice Crackers (English) ચોખા ની કરકરી પુરી

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦ ટુકડા

સામગ્રી:

પાણી ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ચણા દાળ પલાળેલી ૨ ટેબલ સ્પૂન

લીમડો સમારેલો ૧ ટેબલ સ્પૂન

સીંગદાણા કરકરા પીસેલા ૨ ટેબલ સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ચોખા નો લોટ ૧ કપ

તળવા માટે તેલ

 

રીત:

એક પૅન માં પાણી ગરમ કરો.

 

પાણી ગરમ થઈ જાય એટલે એમાં, ચોખા ના લોટ સીવાય બધી જ સામગ્રી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી એમાં ચોખા નો લોટ ઉમેરી, મીક્ષ કરી દો.

 

પૅન ને તાપ પરથી હટાવી, ઢાંકણ વડે ઢાંકી, થોડી વાર માટે રાખી મુકો.

 

મીશ્રણ થોડું ઠડું થઈ જાય એટલે એને મસળીને લોટ બાંધી લો. મીશ્રણ બહુ ગરમ લાગે તો, ઠંડા પાણીમાં હાથ પલાળીને મસળવું.

 

લોટ બંધાય જાય એટલે એના, નાના નાના લુવા તૈયાર કરી લો.

 

એક પછી એક, બધા લુવા ને, પ્લાસ્ટિક ના ૨ ટુકડા વચ્ચે મુકી, પુરી વણી લો.

 

તળવા માટે તેલ ગરમ કરો.

 

ધીમા તાપે, બધી પુરીઓ જરા આકરી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે પુરીઓને તેલમાં ઉલટાવો.

 

ગરમ ગરમ પીરસો યા તો એરટાઇટ બરણીમાં ભરીને રાખી દો અને જરૂર હોય ત્યારે પીરસો.

 

સાઉથ ઇંડિયન સ્ટેટ, આંધ્ર પ્રદેશ ની આ મજેદાર વાનગી, ઘરે રહેતા રમતિયાળ બાળકો માટે વેકેસન અથવા લાંબી રજાઓ દરમ્યાન જરૂર બનાવવા જેવી છે.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Yield 10 pcs

 

Ingredients:

Water ½ cup

Red Chilli Powder 1 ts

Ginger-Chilli Paste 1 tbsp

Skinned-Split Bengal Gram soaked 2 tbsp

Curry Leaves chopped 1 tbsp

Peanuts coarse powder 2 tbsp

Butter 1 tbsp

Salt to taste

Rice Flour 1 cup

Oit to deep fry

 

Method:

Boil water in a pan. When boiled, add all listed ingredients other than Rice Flour and mix well.

 

Then, add Rice Flour and mix well.

 

Remove the pan from flame and cover the pan with a lid. Leave it for few minutes.

 

When mixture is cooled off somehow, knead the mixture to prepare dough. If mixture is very hot, just dip your hands in cold water to make your hands wet with cold water while kneading dough.

 

When dough is ready, prepare number of small balls of prepared dough.

 

One by one, put small ball between two pieces of plastic and roll Puri (small round thin).

 

Heat Oil to deep fry.

 

On low flame, deep fry all Puri to crispy. Flip to deep fry both sides well.

 

Serve fresh or store in an airtight container to serve anytime later.

 

Prepare during vacation time or long holidays time for your playful children at home.

 

This is a very good variety for South Indian State…Andhra Pradesh.

અળસી ની સ્ટીક / Adsi ni Stick / Flax Seeds Stick

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે 30 મિનિટ

અંદાજીત ૨૫૦ ગ્રામ

સર્વિંગ ૨૫

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

ઘઉનો લોટ ૧ કપ

અળસી નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

અળસી આખી સેકેલી ૧ ટેબલ સ્પૂન

મીક્ષ હર્બ્સ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

માખણ ૫૦ ગ્રામ

 

રીત:

ઘઉનો લોટ એક બાઉલમાં લો.

 

એમાં, બાકીની બધી જ સામગ્રી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

જરૂર મુજબ પાણી ઉમેરી, કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી એક મોટો બોલ બનાવી, જાડી અને મોટી ગોળ રોટલી વણી લો.

 

વણેલી રોટલીની લાંબી પટ્ટીઓ કાપી લો.

 

એક બેકિંગ પ્લેટ પર બધી પટ્ટીઓ ગોઠવી દો.

 

ઓવન ને પ્રીહીટ કરી લો.

 

પ્રીહીટ કરેલા ઓવનમાં, તૈયાર કરેલી બેકિંગ પ્લેટ મુકી દો.

 

૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

પસંદગીના કોઈ પણ સૉસ કે ચટણી સાથે પીરસો.

Preparation time 10 minutes

Baking time 30 minutes

Yield 250g

Servings 25

For 4 persons

 

Ingredients:

Whole Wheat Flour 1 cup

Flax Seeds Powder 2 tbsp

Flax Seeds whole roasted 1 tbsp

Mix Herbs 1 ts

Salt to taste

Butter 50g

 

Method:

Take Whole Wheat Flour in a bowl.

 

Add all other listed ingredients and mix well.

 

Add water as needed and knead stiff dough.

 

Make a big ball of prepared dough and roll to thick and big round shape chapatti.

 

Cut strips of rolled chapatti.

 

On a baking plate, arrange all strips.

 

Preheat oven.

 

Put prepared baking plate in preheated oven.

 

Bake for 30 minutes at 180°.

 

Serve with any dip of choice.

બાજરી ના ખીચીયા ખાખરા / Bajri na Khichiya Khakhra / Millet Khakhra

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૧૦ ખાખરા આશરે

 

સામગ્રી :

પાણી ૧ ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

સોડા-બાય-કાર્બ ચપટી

જીરું ૧ ટી સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

બાજરી નો લોટ ૧ કપ

અટામણ માટે બાજરી નો લોટ

સજાવવા માટે ઘી અને મેથીયો મસાલો

 

રીત :

એક પૅન માં પાણી લો. એમા મીઠું, સોડા-બાય-કાર્બ, જીરું, આદુ-મરચા ની પેસ્ટ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને મધ્યમ તાપે ઉકાળવા મુકો.

 

એ ઉકળવા લાગે એટલે એમા બાજરી નો લોટ ઉમેરી, તરત જ એકદમ ઝડપથી હલાવીને મિક્સ કરો. કોઈ ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. પછી, પૅન ઢાંકી દો અને તાપ ધીમો કરી દો. ૩ થી ૪ મિનિટ માટે પકાવો. મિક્સચર તૈયાર છે.

 

હવે એને એક મોટી પ્લેટ અથવા કથરોટમાં લઈ લો. એમા તલ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને ખુબ મસળી લો.

 

આ લોટમાંથી એક નાનો લુવો લો, બોલ બનાવો અને અટામણ માં રગદોળી કોટ કરી લો. વણીને આછી રોટલી જેવો ખાખરો વણી લો.

 

ધીમા તાપે તવો ગરમ કરો.

 

ગરમ થયેલા તવા ઉપર વણેલો ખાખરો ધીમા તાપે સેકવા માટે મુકો.

 

થોડી વારે તવા પર ખાખરો ઉલટાવીને બન્ને બાજુ અધકચરી સેકી લો.

 

પછી, એક કપડાનો બોલ બનાવી, એના વડે, ધીમા તાપે તવા ઉપર જ ખાખરા ને દબાવતા રહી, વારાફરતી બન્ને બાજુ આછી ગુલાબી સેકી લો.

 

આ રીતે બધા ખાખરા બનાવી લો.

 

સેકેલા ખાખરા એકબીજાની ઉપર ના રાખવા. એકબીજાથી અલગ અલગ રાખવા.

 

ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો. ઠંડા થશે એટલે એકદમ કરકરા થઈ જશે.

 

પીરસવા વખતે દરેક ખાખરા ઉપર ઘી લગાવો અને મેથીયો મસાલો છાંટો.

 

પરંપરાગત ગુજરાતી ખાખરા માં બાજરી નો અસાધારણ સ્વાદ માણો, તંદુરસ્ત રહો.

Preparation time 2 minutes

Cooking time 30 minutes

Yield 10 Khakhra approx.

 

Ingredients:

Water 1 ½ cup

Salt to taste

Soda-bi-Carb Pinch

Cumin Seeds 1 ts

Ginger-Chilli Paste 1 ts

Sesame Seeds 1 tbsp

Oil 2 tbsp

Millet Flour 1 cup

Dry Millet Flour for ataman.

 

Methiya Masala and Ghee for garnishing

 

Method:

Take Water in a pan. Add Salt, Soda-bi-Carb, Cumin Seeds, Ginger-Chilli Paste and 1 tbsp of Oil and put it on medium flame to boil.

 

When it starts to boil, add Millet Flour and mix it quickly. Cover the pan with a lid and lower the flame. Cook it for 3-4 minutes only. Mixture is ready.

 

Take prepared softy lump on a plate. Add Sesame seeds and 1 tbsp of Oil and knead it very well.

 

Take a small lump of prepared lump and make a small ball. Coat it with Dry Millet Flour. Roll it to thin round shape. Preheat a roasting pan on low flame. Roast rolled khakhra on preheated pan on low flame. When it is partially roasted, keep pressing with clean clothe while roasting. Roast both sides to light brownish. Leave it to cool down to get it crunchy.

 

Repeat to roll and roast to prepare number of Khakhra.

 

At the time of serving, apply Ghee and sprinkle Methiya Masala on each Khakhra.

 

Keep Healthy

With

Traditional Gujarati KHAKHRA

With

Unconventional Taste

Of

MILLET in KHAKHRA

error: Content is protected !!