તૈયારી માટે ૩૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૫ નંગ
સામગ્રી :
ઢોસા નું ખીરું ૧ કપ
માખણ ૧ ટી સ્પૂન
બટેટા બાફેલા અને છુંદેલા ૨
તેલ ૧ ટી સ્પૂન
લસણ ની ચટણી ૧ ટી સ્પૂન
દાબેલી મસાલો ૧ ટેબલ સ્પૂન
હળદર ચપટી
લાલ મરચું પાઉડર ચપટી
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
સૂકા નારિયળનું ખમણ / પાઉડર ૨ ટેબલ સ્પૂન
દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન
ડુંગળી જીણી સમારેલી ૧
મસાલા સીંગ ૨ ટેબલ સ્પૂન
ઢોસા પૅનફ્રાય કરવા માટે તેલ
રીત :
એક પૅન માં તેલ ગરમ કરો. તાપ ધીમો કરો. લસણ ની ચટણી, દાબેલી મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમલી ની ચટણી, મીઠું ઉમેરો ને ૧-૨ મિનિટ સુધી ધીરે ધીરે હલાવીને મીક્ષ કરો. બાફેલા અને છુંદેલા બટેટા ઉમેરો અને ફરી ૧-૨ મિનિટ સુધી હલાવીને મીક્ષ કરો. દાબેલી મિક્સચર તૈયાર છે. એક બાઉલમાં લઈ લો. ધાણાભાજી, નારિયળ, દાડમ ના દાણાં, જીણી સમારેલી ડુંગળી અને મસાલા સીંગ ઉમેરી બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.
સપાટ નોન-સ્ટિક પૅન ગરમ કરો. ધીમો-મધ્યમ તાપ રાખો.
ગરમ થયેલા પૅન પર આશરે ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો અને ફેલાવી દો. ઢોસાનું ખીરું રેડો.
પૅન ની સાઇઝ અને ઢોસા ફેરવવાની તમારી ફાવટ ધ્યાનમાં રાખી ૧ થી ૨ મોટા ચમચા જેટલું ખીરું રેડો.
તવેથા થી ખીરાને પૅન પર ઝડપથી પાથરી દો.
પૅન પર પથરાયેલા ખીરાની કિનારી ફરતે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો.
પૅન પર પથરાયેલા ખીરાની ઉપર થોડું તેલ લગાવો.
ઢોસા ની સાઇઝ મુજબ ૧/૨ થી ૧ મોટા ચમચા જેટલું તૈયાર કરેલું દાબેલી મિક્સચર ઢોસા ની વચ્ચે મુકો. તવેથા થી ઢોસા ની સામસામે ની બે બાજુ ના છેડા વાળીને દાબેલી મિક્સચર ને રેપ્ કરી દો.
જો નરમ ઢોસા જોઈએ તો બહારની બાજુ આછી ગુલાબી અને કરકરા ઢોસા જોઈતા હોય તો એકદમ ગુલાબી થાય એવી શેકી લો.
પૅન પર થી સીધા જ ગરમા ગરમ અને તાજા જ પીરસો.
કેચપ કે ઘરે બનાવેલી કોઈ પણ ઢીલી ચટણી સાથે પીરસો.
ખટ્ટ મીઠા સ્વાદ ની ચટણી કે સૉસ, આમલી નો સૉસ કે આમલી ની ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.
કચ્છી (ગુજરાતી) અને દક્ષિણ ભારતીય (તમિલ)
પરંપરાગત વાનગી ની મિલાવટવાળો અદભૂત સ્વાદ..
Prep.30 min.
Cooking time 15 min.
Yield 5 Dosa
Ingredients:
Batter for Dosa 1 cup
Butter 1 ts
Potatoes boiled and crushed 2Continue Reading