દહી પુરી શૉટ / Dahi Puri Shot

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

દહી ૨ કપ

મીઠું સ્વાદ મુજબ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

તેલ ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીલા મરચાં બારીક સમારેલા ૧

બીટરૂટ નો પલ્પ ૧ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

આદું-મરચાં ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ફુદીનો સમારેલો ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

લીલા મરચાં સમારેલા ૧

સંચળ ચપટી

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

ચણા બાફેલા ૧/૨ કપ

બટેટા બાફેલા ૧

લીલી ચટણી

લસણ ની ચટણી

મીઠી ચટણી (ખજુર ની ચટણી)

ડુંગળી બારીક સમારેલી ૧

દાડમ ના દાણા

મસાલા સીંગ

પાણી પુરી ની પુરી ૧૦

 

રીત:

આપણે ૪ અલગ અલગ રંગ અને સ્વાદ ના દહી તૈયાર કરીશું.

 

ઘટ્ટ દહી લેવું. જો દહી માં પાણી હોય, તો સ્વચ્છ સફેદ કપડાં વડે પાણી નીતારી લેવું.

 

૧. સફેદ રંગ ના દહી માટે:

ઍક બાઉલમાં ૧/૨ કપ જેટલું દહી લો.

 

એમાં, ૧ ટેબલ સ્પૂન જેટલું દળેલી ખાંડ એંડ મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

હવે, એક પૅનમાં ૧/૨ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરો.

 

એમાં, જીરું અને બારીક સમારેલા લીલા મરચાં ઉમેરો. તતડે એટલે એને દહીમાં ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

સફેદ રંગ નું દહી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

૨. ગુલાબી રંગ ના દહી માટે:

એક બાઉલમાં ૧/૨ કપ જેટલું દહી લો.

 

એમાં ૧ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ, મીઠું, ૧/૨ ટી સ્પૂન જેટલો જીરું પાઉડર, ૧ ટી સ્પૂન જેટલો લાલ મરચું પાઉડર અને બીટરૂટ નો પલ્પ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

ગુલાબી રંગ નું દહી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

૩. પીળા રંગ ના દહી માટે:

એક બાઉલમાં ૧/૨ કપ જેટલું દહી લો.

 

એમાં, મીઠું, આદું-મરચાં ની પેસ્ટ, લસણ ની પેસ્ટ અને હળદર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પીળા રંગ નું દહી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

૪. લીલા રંગ ના દહી માટે:

એક બાઉલમાં ૧/૨ કપ જેટલું દહી લો.

 

મીક્ષરની એક જારમાં, ફુદીનો, ધાણાભાજી, લીલા મરચાં, લીંબુ નો રસ અને સંચળ ઉમેરી, એકદમ પીસી લઈ, દહીમાં ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

લીલી ચટણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

એસેમ્બલ કરવા માટે:

એક બાઉલમાં, બાફેલા ચણા અને બાફેલા બટેટા લો.

 

એમાં, સંચળ, ૧/૨ ટી સ્પૂન જેટલો જીરું પાઉડર અને ૧ ટી સ્પૂન જેટલો લાલ મરચું પાઉડર ઉમેરો.

 

બાફેલા ચણા અને બાફેલા બટેટા ને છુંદી, બરાબર મીક્ષ કરી દો. પુરણ તૈયાર છે.

 

એક પછી એક પુરી લઈ, એમાં ઉપરથી કાણું પાડી, એમાં થોડું થોડું પુરણ ભરી, ભરેલી પુરી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

દરેક પુરી પુરી ઉપર લીલી ચટણી, લસણ ની ચટણી અને મીઠી ચટણી, થોડી થોડી મુકી દો.

 

બારીક સમારેલી ડુંગળી થોડી થોડી મુકી દો.

 

દાડમ ના થોડા થોડા દાણા મુકી દો.

 

મસાલા સીંગ થોડી થોડી મુકી દો.

 

તૈયાર કરેલા ૪ રંગ ના દહી સાથે પીરસો.

Preparation time 20 minutes

Cooking time 5 minutes

For 2 Persons

 

Ingredients:

Curd 2 cup

Salt to taste

Sugar Powder 2 tbsp

Oil ½ ts

Cumin Seeds ½ ts

Green Chilli finely chopped 1

Beetroot Pulp 1 tbsp

Cumin Powder 1 ts

Red Chilli Powder 2 ts

Garlic Paste ½ ts

Ginger-Chilli Paste ½ ts

Turmeric Powder ½ ts

Fresh Mint Leaves chopped 2 tbsp

Fresh Coriander Leaves 2 tbsp

Green Chilli chopped 1

Black Salt pinch

Lemon Juice ½ ts

Chickpeas boiled ½ cup

Potato boiled 1

Green Chutney

Garlic Chutney

Sweet Chutney (Dates Chutney)

Onion finely chopped 1

Pomegranate granules

Spiced Roasted Salted Peanuts

Puri used for Pani Puri 10

 

Method:

We shall prepare Curd of 4 different colours and taste.

 

Please take thick Curd. If there is excess water in Curd, using clean white cloth strain it.

 

  1. For White Colour Curd:

Take ½ cup Curd in a bowl.

 

Add 1 tbsp of Sugar Powder and Salt. Mix well.

 

Now, heat ½ ts of Oil in a pan.

 

Add Cumin Seeds and finely chopped Green Chilli. When spluttered, add in Curd and mix well.

 

White Colour Curd is ready. Keep it a side.

 

  1. For Pink Colour Curd:

Take ½ cup of Curd in a bowl.

 

Add 1 tbsp of Sugar Powder, Salt, ½ ts of Cumin Powder, 1 ts of Red Chilli Powder and Beetroot Pulp. Mix well.

 

Pink Colour Curd is ready. Keep it a side.

 

  1. For Yellow Colour Curd:

Take ½ cup of Curd in a bowl.

 

Add Salt, Ginger-Chilli Paste, Garlic Paste and Turmeric Paste. Mix well.

 

Yellow Colour Curd is ready. Keep it a side.

 

  1. For Green Colour Curd:

Take ½ cup of Curd in a bowl.

 

Take in a jar of mixer, Fresh Mint Leaves, Fresh Coriander Leaves, Green Chilli, Lemon Juice and Black Salt. Crush very well and then add in Curd and mix well.

 

Green Colour Curd is ready. Keep it a side.

 

For Assembling:

Take boiled Chickpeas, boiled Potato in a bowl.

 

Add Black Salt, ½ ts of Cumin Powder and 1 ts of Red Chilli Powder.

 

Crush boiled Chickpeas and boiled Potato and mix very well. Stuffing is ready.

 

One by one, take Puri and poke a hole on each Puri.

 

Fill Puri through hole with prepared stuffing.

 

Arrange stuffed Puri on a serving plate.

 

Pour on each Puri little of Green Chutney, Garlic Chutney and Sweet Chutney (Dates Chutney).

 

Put little finely chopped Onion.

 

Put few granules of Pomegranate.

 

Put few Spiced Roasted Salted Peanuts.

 

Serve with prepared 4 coloured Curd.

દહી ભજીયા ચાટ / Dahi Bhajiya Chat / Curd Fritters Chat

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

ભજીયા માટે :

બેસન ૧ કપ

રવો / સુજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

હવેજ ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

મીઠુ સ્વાદ મુજબ

તેલ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ૧/૨ ટી સ્પૂન

તળવા માટે તેલ

 

અન્ય સામગ્રી :

દહી ૧ કપ

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

છાસ ૧ કપ

ખજુર આમલી ની ચટણી

લસણ ની ચટણી

ફુદીના ની ચટણી

સીંગ ભુજિયા

તીખા ગાંઠીયા

મસાલા સીંગ

ધાણાભાજી

ડુંગળી જીણી સમારેલી

દાડમ ના દાણા

 

રીત :

ભજીયા માટે :

એક બાઉલમાં બેસન લો.

 

એમા, રવો, મેથી ની ભાજી, હળદર, હવેજ, હિંગ, મીઠુ, સોડા-બાય-કાર્બ અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડુ પાણી ઉમેરો અને કઠણ મિક્સચર તૈયાર કરો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મિક્સચરના નાના નાના લુવા ગરમ થયેલા તેલમાં તળવા માટે મુકો. બધી બાજુ બરાબર તળવા માટે બધા ભજીયાને થોડી વારે તેલમાં ફેરવો. જરા આકરા તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ કિચન ટીસ્યુ ઉપર રાખી દો.

 

ચાટ બનાવવા માટે :

તૈયાર કરેલા ભજીયા ૩ થી ૪ મિનિટ માટે છાસમાં પલાળી દો. એ દરમ્યાન બીજી તૈયારી કરી લો.

 

એક બાઉલમાં દહી લો. એમા ખાંડ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

છાસમાં પલાળેલા ભજીયા એક સર્વિંગ બાઉલમાં લો.

 

એની ઉપર, ખાંડ અને મીઠુ મિક્સ કરેલું દહી બરાબર ફેલાવીને રેડો.

 

સીંગ ભુજીયા, તીખા ગાંઠીયા અને મસાલા સીંગ ભભરાવો.

 

ખજુર આમલી ની ચટણી, લસણ ની ચટણી અને ફુદીના ની ચટણી બરાબર ફેલાવીને રેડો.

 

જીણી સમારેલી ડુંગળી, દાડમ ના દાણા અને ધાણાભાજી છાંટો.

 

તાજગીભર્યા સ્વાદ માટે બનાવીને તરત જ પીરસો.

 

ઠંડી અને વરસાદી વાતાવરણમાં ખાવાની મજ્જા પડી જાય એવા મેથીના ભજીયા નો દહી અને વિવિધ ચટણીસભર ચાટ.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Servings 4

 

Ingredients:

For Bhajiya:

Gram Flour 1 cup

Semolina ¼ cup

Fresh Fenugreek Leaves ½ cup

Turmeric Powder ½ ts

Garlic Masala (Havej) 1 ts

Asafoetida Powder Pinch

Salt to taste

Oil 1 ts

Soda-bi-Carb ½ ts

Oil for deep frying

Other Ingredients:

Curd 1 cup

Sugar 2 tbsp

Salt to taste

Buttermilk 1 cup

Tamarind-Dates Chutney

Garlic Chutney

Mint Chutney

Sing Bhujiya

Spicy Thick Vermicelly (Spicy Gathiya)

Spiced Peanuts

Fresh Coriander Leaves

Onion chopped

Pomegranate Granules

 

Method:

For Bhajiya:

Take Gram Flour in a bowl. Add Semolina, Fresh Fenugreek Leaves, Turmeric Powder, Garlic Masala, Asafoetida Powder, Salt, Soda-bi-Carb and Oil. Mix well. Add little water slowly as needed to prepare thick batter.

 

Heat Oil to deep fry. Put number of small lumps of prepared batter in heated Oil. Deep fry while turning over occasionally to brownish.

 

Assembling Chat:

Soak prepared Bhajiya in Buttermilk for 3-4 minutes. Meanwhile do other preparation.

 

Take Curd in a bowl. Add Sugar and Salt. Mix well.

 

Take soaked Bhajiya in a serving bowl.

 

Pour spreading over Sweetened and Salted Curd.

 

Sprinkle Sing Bhujiya, Hot Gathiya and Spiced Peanuts.

 

Pour spreading over Tamarind-Dates Chutney, Garlic Chutney and Mint Chutney.

 

Sprinkle chopped Onion. Pomegranate Granules and Fresh Coriander Leaves.

 

Serve immediately after assembling to have fresh taste.

 

  Enjoy Fenugreek Bhajiya…

 

                                    Combined with Curd and Various Chutney…

 

                                                                        So Tempting in Cold and Rainy…

દહી વારુ ગુવાર નું શાક / Dahi varu Guvar nu Shak / Curded Cluster Beans / Gavar Fali in Curd

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ગુવાર સમારેલો ૨૫૦ ગ્રામ

દહી ૧ કપ

મરચાં-લસણ ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

પ્રેશર કૂકર માં તેલ ગરમ કરો. રાય, જીરું અને હિંગ ઉમેરો. તતડી જાય એટલે સમારેલો ગુવાર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. થોડી પાણી ઉમેરો અને ૧ સીટી જેટલું પ્રેશર કૂક કરો. કમ સે કમ ૧૦ મિનિટ સુધી પ્રેશર કૂકર ઠંડુ થવા દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. હિંગ, મરચાં-લસણ ની પેસ્ટ ઉમેરો. સાંતડાઇ જાય એટલે દહી , હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરો.

 

બધા મસાલા બીજી વખત ઉમેરો છો એ ધ્યાનમાં રાખી ને મસાલા નું પ્રમાણ ઉમેરવું.

 

પ્રેશર કૂક કરેલું ગુવાર નું શાક ઉમેરો. મધ્યમ તાપે ૩-૪ મિનિટ માટે પકાવો.

 

જરૂર લાગે તો જ, થોડું પાણી ઉમેરો. પણ છેલ્લે જરા પણ પાણી રેવું જોઈએ નહીં.

 

રોટલી યા તો ભાત સાથે પીરસો.

 

ઘરે બેઠા પરંપરાગત રાજસ્થાની સ્વાદ ની મજા લો.

 

Prep.5 min.

Cooking time 15 min.

for 2 Persons

Ingredients:

Cluster Beans (Gavar)                                    250 gm

(Chopped the size of your choice)

Curd                                                                1 cupContinue Reading

error: Content is protected !!