કલરફુલ કોકોનટ સ્ટાર્સ / Colourful Coconut Stars

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

બ્રેડ સ્લાઇસ ૬

ખાંડ ૧ કપ

નારિયળ નું ખમણ ૨ કપ

ફૂડ કલર કોઈ પણ ૩ અલગ અલગ કલર

કલરફૂલ સુગરબોલ સજાવટ માટે

પૅન ફ્રાય કરવા માટે ઘી

 

રીત :

નારિયળનું ખમણ એકસરખા ૩ ભાગમાં ૩ અલગ અલગ વાટકામાં લો. દરેક માં ૧-૧ ફૂડ કલર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.

 

બધી બ્રેડ સ્લાઇસને સ્ટાર ના આકાર માં કાપી લો અને ઘી લગાવી પૅન ફ્રાય કરી લો.

 

એક પૅન માં ખાંડ લો. ખાંડ ઢંકાય જાય એટલું પાણી ઉમેરી મધ્યમ તાપે મુકો. થોડી થોડી વારે હલાવતા રહો. ૧ તારની ચાસણી બનાવી લો.

 

પૅન ફ્રાય કરેલી દરેક બ્રેડ સ્લાઇસ બનાવેલી ચાસણીમાં જબોળી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એના ઉપર ૩ કલર નું નારિયળનું ખમણ અને કરલફૂલ સુગરબોલ છાંટી સુશોભિત કરો.

 

તાજી જ પીરસો.

 

આ રહ્યા.. આકર્ષક.. રંગીન.. મીઠા મીઠા.. કલરફુલ કોકોનટ સ્ટાર્સ..

 

Prep.5 min.

Cooking time 5 min.

6 Servings

Ingredients:

Bread Slices                            6

Sugar                                      1 cup

Fresh Coconut grated             2 cupContinue Reading

હાર્ટ બીટ કેક / રવા કેક / સુજી કેક / Heart Beet Cake / Semolina Cake

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૫ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

રવો / સૂજી ૧/૨ કપ

સૂકા નારિયળ નો પાઉડર ૧/૪ કપ

દળેલી ખાંડ ૧/૮ કપ

ઘી ૧/૮ કપ

દહી ૧/૪ કપ

બીટ નો પલ્પ

બેકિંગ પાઉડર ૧/૪ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૪ ટી ટી સ્પૂન

 

ચાસણી માટે :

ખાંડ ૧ કપ

ગુલાબજળ ૧ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે :

બીટ હાર્ટ આકાર કાપેલી સ્લાઇસ

લાલ ગુલાબની પાંખડીઓ

 

રીત :

એક બાઉલમાં રવો, સૂકા નારિયળ નો પાઉડર, દળેલી ખાંડ, ઘી, દહી અને બીટ નો પલ્પ લો. એકદમ મીક્ષ કરી લો. આશરે ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ઘી લગાવેલા મોલ્ડમાં ભરી દો.

 

૧૮૦° પર ૨૫ મિનિટ માટે બેક કરી લો.

 

આ દરમ્યાન ચાસણી તૈયાર કરી લો.

 

ચાસણી માટે :

એક પૅન માં ખાંડ લો. ખાંડ ઢંકાઈ જાય એટલું પાણી લો. મધ્યમ તાપે ગરમ કરવા મુકો.

 

થોડી થોડી વારે હલાવતા રહો.

 

૧ તારની ચાસણી તૈયાર કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

ગુલાબજળ મીક્ષ કરી લો.

 

એક બાજુ રાખી દો.

 

પીરસવા માટે :

બેક થઈ ગયા પછી તરત જ કેક સર્વિંગ પ્લેટ પર લો.

 

 તરત જ, કેક હજી ગરમ જ હોય ત્યારે એના ઉપર બરાબર ફેલાવીને ચાસણી રેડી દો.

 

એના ઉપર હાર્ટ આકારમાં કાપેલી બીટની સ્લાઇસ ગોઠવી દો અને લાલ ગુલાબની થોડી પાંખડીઓ છાંટી સુશોભિત કરો.

 

પ્રેમના ખાસ દિવસ.. વેલેન્ટાઇન્સ ડે..

ખાસ વ્યક્તિ માટે ખાસ કેક..

હાર્ટ બીટ કેક..

 

Prep.15 min.

Cooking time 25 min.

Servings 4

Ingredients:

Semolina ½ cup

Dry Coconut Powder ¼ cup

Sugar Powder 1/8 cupContinue Reading

સ્ટફ્ડ મઠડી રોલ (પ્રસાદ) / Stuffed Muthadi Roll (God’s Offering)

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧ કપ

તલ ૧ ટી સ્પૂન

ઘી ૨ ટેબલ સ્પૂન

 

પુરણ માટે :

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

કાજુ પાઉડર ૧/૪ કપ

પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

કેસર ૫-૬ તાર

તળવા માટે ઘી

કોટિંગ માટે દળેલી ખાંડ  

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો લો.

 

એમાં તલ અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા નરમ લોટ બાંધી લો. થોડી વાર રાખી મુકો.

 

પુરણ માટે :

એક પૅન માં ખાંડ લો. એમાં થોડું પાણી ઉમેરો. હલાવીને ખાંડ ઓગાળો.

 

એમાં ગુલકંદ, કાજુ પાઉડર અને પિસ્તા ના ટુકડા મિક્સ કરો.

 

હવે એને ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

એમાં કેસર મિક્સ કરો અને ઠંડુ થવા થોડી વાર રાખી મુકો.

 

ઠંડુ થઈ જાય એટલે થોડું પુરણ લઈ, એક મુઠ્ઠીમાં દબાવી, બન્ને હથેળી વચ્ચે ફેરવી, નાનો રોલ જેવો આકાર આપો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.

 

મઠડી બનાવવા માટે :

બાંધેલા લોટમાંથી જરા જાડી રોટલીઓ વણી લો.

 

બધી રોટલીઓમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો.

 

એક પટ્ટી પર થોડું ઘી લગાવો અને સુગર પાઉડર છાંટો.

 

હવે, આ પટ્ટી પર એક રોલ મૂકી, પટ્ટી વાળી લઈ, એમાં રોલ વીંટાળી લો. પટ્ટી ની બન્ને બાજુના છેડા હાથેથી દબાવી બંધ કરી લો.

 

આ રીતે બધા સ્ટફ્ડ રોલ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે ઘી ગરમ કરો.

 

બધા સ્ટફ્ડ રોલ આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે ઘી માં બધા રોલ ફેરવવા.

 

રોલ તળાય જાય એટલે ઘી માં થી કાઢી લઈ, તરત જ દળેલી ખાંડ માં રગદોળી, કોટ કરી લો.

 

ઠંડા થવા માટે ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો.

 

ભગવાન ને ધરાવો અને પ્રસાદ આરોગો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 10 pcs.

Ingredients:
For dough :
Refined White Wheat Flour (Maida) 1 cup
Sesame Seeds 1 tsContinue Reading

ફરાળી પાઇ / Farali Pie / Fast Diet Pie

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૪૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પાઇ બેઝ માટે :

ફરાળી લોટ ૧ કપ

માખણ ૫૦ ગ્રામ

દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન

મીઠું ચપટી

 

પુરણ માટે :

માખણ ૧ ટેબલ સ્પૂન

શક્કરીયાં બાફેલા અને છુંદેલા ૧

મલાઈ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટેબલ સ્પૂન

મીઠું ચપટી

મરી પાઉડર ચપટી

ચીઝ ટોપીંગ માટે

લીલા મરી

 

રીત :

પાઇ બેઝ માટે :

એક કથરોટમાં ફરાળી લોટ લો. એમાં માખણ ઉમેરી બરાબર મીક્ષ કરો. દળેલી ખાંડ અને મીઠું મીક્ષ કરો. જરૂર જણાય તો જ, એકદમ થોડું, આશરે ૧ ટેબલ સ્પૂન જેટલું, પાણી ઉમેરી જરા નરમ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી જાડી અને મોટી રોટલી વણી લો. એને પાઇ ના મોલ્ડમાં ગોઠવી દો.

 

૧૮૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો.

 

પુરણ માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો. બાફેલા અને છુંદેલા શક્કરીયા ઉમેરો. ૨ થી ૩ મિનિટ માટે ધીરે ધીરે હલાવતા રહી સાંતડો.

 

મલાઈ, ખાંડ, મીઠું અને મરી પાઉડર ઉમેરો. ૩ થી ૪ મિનિટ માટે ધીમા તાપે મીક્ષ કરો. પાણી બિલકુલ નહીં.

 

પાઇ બનાવવા માટે :

તૈયાર કરેલ પાઇના મોલ્ડમાં પુરણ ભરી દો.

 

ચીઝ અને લીલા મરી ભભરાવો.

 

ફરી ૧૨૦° પર ૧૦ મિનિટ માટે બેક કરો.

 

ઓવેનમાંથી બહાર કાઢીને તરત જ પીરસો.

 

ઉપવાસ ઉજવો ખાઈ..

 

ફરાળી પાઇ.. શક્કરીયા ની પાઇ

 

Prep.20 min.

Cooking time 40 min.

Qty. 2 Plates

Ingredients:

For Pie Base:

Fast Diet Flour 1 cup

Butter 50 gm

Sugar Powder 1 tbspContinue Reading

તલવટ ના લાડુ / Talvat na Ladu / Sesame Seeds Laddu

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૫ લાડુ

 

સામગ્રી :

લાલ તલ ૧ કપ

ગોળ ૨ ટેબલ સ્પૂન

ઘી ૨ ટેબલ સ્પૂન

ખમણેલું નારિયળ ૨ ટેબલ સ્પૂન

કિસમિસ ૨ ટેબલ સ્પૂન

કાળી સુકી દ્રાક્ષ ૧ ટેબલ સ્પૂન

કાજુ ટુકડા ૧ ટેબલ સ્પૂન

બદામ ની કતરણ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

લાલ તલ અને ગોળ મીક્ષરની એક જારમાં એકીસાથે લો. બરાબર પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં, ઘી, ખમણેલું નારિયળ, કિસમિસ, કાળી સુકી દ્રાક્ષ, કાજુ ટુકડા અને બદામ ની કતરણ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

તૈયાર કરેલા મિશ્રણમાંથી પસંદ મુજબ આકાર અને સાઇઝ ના બોલ બનાવી લો.

 

વ્રત-ઉપવાસ દરમિયાન તતંદુરસ્તી જાળવો. તલવટ ના પૌષ્ટિક લાડુ આરોગો.

 

Prep.10 min.

Yield 5 Laddu

Ingredients:

Sesame Seeds Red 1 cup

Jaggery 2 tbsp

Ghee 2 tbspContinue Reading

ચોકો પીનટ / Choco Peanut

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨ મિનિટ

૧૦ પ્લેટ

 

સામગ્રી :

મીઠા બિસ્કીટ ૨૦

માખણ ૫૦ ગ્રામ

પીનટ બટર ૨ ટેબલ સ્પૂન

દૂધ ૨ ટેબલ સ્પૂન

ડાર્ક ચોકલેટ ૫૦ ગ્રામ

મિલ્ક ચોકલેટ ૫૦ ગ્રામ

મલાઈ ૫૦ ગ્રામ

ખારી સીંગ ૨૫ ગ્રામ

રંગીન સુગરબોલ સજાવટ માટે

 

રીત :

બધા બિસ્કીટ નો ભૂકો કરી એમાં માખણ, પીનટ બટર અને દૂધ ઉમેરી બરાબર મીક્ષ કરી લો. એક બાજુ રાખી દો.

 

એમાં ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને મલાઈ ઉમેરો. બરાબર મીક્ષ કરતાં ઓગાળી લો. થોડી ખારી સીંગ મીક્ષ કરો. એક બાજુ રાખી દો.  

 

ચોકલેટ મોલ્ડમાં બિસ્કીટ ના મિક્સચર નું થર બનાવો. એના ઉપર ચોકલેટ ના મિક્સચર નું થર બનાવો. એના ઉપર થોડી ખારી સીંગ મુકો.

 

રંગીન સુગરબોલથી સુશોભિત કરો.

 

આશરે ૧ કલાક માટે સેટ થવા માટે ફ્રીજમાં રાખી મુકો.

 

ફ્રીજમાંથી કાઢીને તરત જ ઠંડુ ઠંડુ પીરસો.

 

તમારી મનપસંદ ખારી સીંગ નો સ્વાદ માણો.. મસ્ત મજાની ચોકલેટ ની મીઠાશ સાથે..

 

Prep.20 min.

Cooking time 2 min.

Qty. 10 Plates

Ingredients:

Biscuits sweet                         20

Butter                                      50 gm

Peanut Butter                          2 tbspContinue Reading

પુરણ પોડી કોકોનટ ક્રીમ સાથે / Puran Podi with Coconut Cream

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૬ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

ઘઉ નો લોટ ૧ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

 

પુરણ માટે :

તુવેરદાળ બાફેલી ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧/૨ કપ

એલચી પાઉડર ચપટી

ઘી, સાંતડવા માટે

 

કોકોનટ ક્રીમ માટે :

ક્રીમ / મલાઈ ૧/૪ કપ

કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ

દૂધ ૧/૪ કપ

કોકોનટ મિલ્ક પાઉડર ૩ ટેબલ સ્પૂન

સૂકો મેવો મિક્સ ૧ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે :

સૂકો મેવો

ચાંદીનો વરખ

 

રીત :

કોકોનટ ક્રીમ માટે :

એક બાઉલમાં દૂધ અને કોકોનટ મિલ્ક પાઉડર મિક્સ કરો.

 

એમાં ક્રીમ, કન્ડેન્સ મિલ્ક અને સૂકો મેવો મિક્સ કરો.

 

હવે, ધીમા-મધ્યમ તાપે હલાવતા રહી થોડી વાર માટે ઉકાળો.

 

ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા થોડી વાર રાખી મુકો.

 

પુરણ માટે :

એક પૅનમાં સાંતળવા માટે ઘી ગરમ કરો.

 

એમાં બાફેલી તુવેરદાળ ઉમેરી, સાંતળી લો.

 

પછી એમાં ખાંડ ઉમેરી, બરાબર મીક્ષ કરી, સાંતળવાનું ચાલુ રાખો.

 

પુરણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં એલચી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

પુરણ પોડી બનાવવા માટે :

એક કથરોટમાં ઘઉ નો લોટ લો.

 

એમાં તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા નરમ લોટ બાંધી લો.

 

લોટમાંથી લુવો લઈ મધ્યમ સાઇઝ નો બોલ બનાવો. એમાંથી જાડી અને નાની રોટલી વણી લો.

 

એની વચ્ચે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો. રોટલીના છેડા વાળી લઈ પુરણ રેપ કરી દો અને ફરી વણી લો. પુરણ બહાર ના નીકળી જાય એ કાળજી રાખવી. રોટલી વણતી વખતે જરૂર લાગે ત્યારે કોરા લોટ નો ઉપયોગ કરવો જેથી વણવામાં સરળ રહેશે અને ચોંટશે નહી.

 

આ રીતે બધી પુરણ પોડી વણી લો.

 

એક પછી એક, બધી પુરણ પોડી, ઘી નો ઉપયોગ કરી, સેલો ફ્રાય કરી લો.

 

એક સર્વિંગ બાઉલમાં થોડું કોકોનટ ક્રીમ લો. એમાં પુરણ પોડી લો.

 

એની પર થોડો સૂકો મેવો છાંટો અને ચાંદી નો વરખ મૂકી આકર્ષક બનાવો.

 

ગરમા ગરમ પીરસો.

 

મસ્ત મીઠી મુલાયમ પુરણ પોડી.

 

Prep.10 min.

Cooking time 30 min.

Yield 6 pcs.

Ingredients:

For Dough:

Wheat Flour 1 cup

Oil 2 tbspContinue Reading

સ્ટીમ્ડ ચોકલેટ કપ કેક / Steamed Chocolate Cup Cake

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૬ કપ કેક

 

સામગ્રી :

મેંદો ૧ ૧/૨ કપ

દહી ૧ કપ

દળેલી ખાંડ ૩/૪ કપ

સોડા-બાય-કાર્બ ૧/૨ ટી સ્પૂન

બેકિંગ પાઉડર ૧ ૧/૪ ટી સ્પૂન

ઘી ૧/૨ કપ

ચોકો પાઉડર ૩ ટેબલ સ્પૂન

વેનીલા એસન્સ ૧/૨ ટી સ્પૂન

એલ્યુમિનિયમ ફોઈલ

સજાવવા માટે ચોકલેટ સૉસ અને અખરોટ ટુકડા

 

રીત :

એક બાઉલમાં મેંદો લો. એમાં દહી, દળેલી ખાંડ, સોડા-બાય-કાર્બ, બેકિંગ પાઉડર, ઘી. ચોકો પાઉડર અને વેનીલા એસન્સ ઉમેરો. એકદમ ફીણી લો. ખીરું તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

કપ કેક ના મોલ્ડ માં ઘી લગાવી દો. પછી, એમાં તૈયાર કરેલું ખીરું ભરી દો.

 

બધા મોલ્ડ એલ્યુમિનિયમ ફોઈલ માં વીંટાળી લો.

 

સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

પાણી ગરમ થઈ જાય એટલે સ્ટીમર ની પ્લેટ પર એલ્યુમિનિયમ ફોઈલ માં વીંટાળેલા મોલ્ડ ગોઠવી દો.

 

૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

પછી, બધા મોલ્ડમાંથી કપ કેક કાઢી લો અને સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

દરેક કપ કેક પર ચોકલેટ સૉસ લગાવી દો અને અખરોટના ટુકડા મૂકી દો.

 

જોઈને જ મોઢામાં પાણી આવે છે ને..!!!

 

Prep.5 min.

Cooking time 20 min.

Servings 6

Ingredients:

Refined White Wheat Flour 1 ½ cup

Curd 1 cupContinue Reading

પોમગ્રેનેડ પીયુશ / Pomegranade Piyush

 

તૈયારી માટે ૫ મિનિટ

૩ સર્વિંગ

 

સામગ્રી :

શ્રીખંડ ૨ કપ

(પ્લેન શ્રીખંડ હોય તો એ જ લેવું)

છાસ ૩ કપ

ગ્રેનાડાઈન સીરપ ૨ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૩ ટેબલ સ્પૂન

 

રીત :

એક બાઉલમાં શ્રીખંડ અને છાસ એકીસાથે લો. એને એકદમ ફીણી લો. પછી એને મીક્ષરની જારમાં લઈ લો.

 

એમાં ગ્રેનાડાઈન સીરપ ઉમેરો.

 

૩૦ થી ૪૦ સેકંડ માટે હાઇ સ્પીડ પર મીક્ષર ચલાવી, બરાબર મિક્સ કરી લો. જરૂર લાગે તો થોડી વધારે વાર માટે મીક્ષર ચલાવવું. બધુ બરાબર મિક્સ થઈ જવું જોઈએ.

 

આ મિશ્રણ સર્વિંગ ગ્લાસ માં ભરી લો.

 

ઉપર દાડમ ના દાણા છાંટી સજાવો.

 

૪૫ થી ૬૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડુ ઠંડુ પીઓ.

 

ઉનાળાની ધોમધખતી ગરમી નો સામનો કરો, ફાઇબર અને કેલ્સિયમ ની ભરપૂર, મુલાયમ અને સ્વાદિષ્ટ પીણું પીઓ.

 

Prep.5 min.

Servings 3

Ingredients:

Shreekhand 2 cups

(Preferably Plain Shreekhand)

Buttermilk 3 cupsContinue Reading

બક્લાવા ટાર્ટ / Bucklawa Tart / Dry Fruits Tart

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

મીઠું ચપટી

પેસ્ટ માટે :

ઘી ૨ ટેબલ સ્પૂન

મેંદો ૧ ટેબલ સ્પૂન

પુરણ માટે :

સૂકા મેવાના ટુકડા ૧/૨ કપ

(કાજુ, બદામ, પિસ્તા, સૂકી ખારેક)

મધ ૧ ટેબલ સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

ચાસણી માટે:

ખાંડ ૧ કપ

પાણી

ગુલાબજળ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

મેંદામાં તેલ અને મીઠું ઉમેરો. જરૂર મુજબ ધીરે ધીરે પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો.

 

એક વાટકીમાં મેંદો અને ઘી મીક્ષ કરી પેસ્ટ બનાવી લો.

 

લોટમાંથી એક મોટી જાડી રોટલી વણી લો. એની ઉપર બનાવેલી મેંદાની થોડી પેસ્ટ લગાવી દો અને બધી બાજુથી વાળીને ફરી વણી લો.

 

આ રીતે ફરી ફરીને વધુ ૩ વખત વણી લો.

 

વણેલી મોટી રોટલીમાંથી નાના નાના ગોળ ટુકડા કાપી લો અને બધા ટુકડાઓને એક એક કરીને એક એક ટાર્ટ ના મોલ્ડમાં ગોઠવી દો.

 

એક વાટકીમાં માખણ, મધ અને સૂકા મેવા ના ટુકડા બરાબર મીક્ષ કરી લો અને બધા ટાર્ટ માં ભરી દો.

 

તૈયાર કરેલા બધા ટાર્ટ ને ૧૮૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો. એ દરમ્યાન ચાસણી બનાવી લો.

 

ખાંડમાં ૧/૨ કપ પાણી ઉમેરો. ધીમા તાપ પર મુકી ચાસણી બનાવી લો. ચાસણી બની જાય એટલે તાપ પરથી હટાવી એમાં ગુલાબજળ મીક્ષ કરી દો.

 

ઓવેનમાંથી બહાર કાઢીને તરત જ બધા ગરમ ટાર્ટ પર બનાવેલી ચાસણી રેડો.

 

ઠંડા પડવા માટે થોડી વાર રાખી મુકો.

 

સૂકા મેવા ના નાના ટુકડાઓ યા તો બેરી થી સજાવો.

 

બક્લાવા ટાર્ટ થી ભોજન સાથે યા ભોજન પછી મોઢું મીઠું કરો.

 

Prep.15 min.

Cooking time 20 min.

Yield 10 Tart

Ingredients:

For Dough:

Refined White Wheat Flour (Maida)                            1 cup

Oil                                                                                1 tsContinue Reading

error: Content is protected !!