સ્વીટ પોટેટો મીસળ ફોર ફાસ્ટીંગ / ફરાળી મીસળ / Sweet Potato Misal for Fasting / Misal for Fasting

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

મીસળ મસાલા માટે :

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૪-૫

મરી આખા ૪-૫

જીરું ૧ ટી સ્પૂન

વરિયાળી ૧ ટી સ્પૂન

બાદીયા ૨

સૂકા લાલ મરચાં ૨-૩

સૂંઠ પાઉડર ૧/૨ ટી સ્પૂન

આમચૂર ૧ ટી સ્પૂન

 

મીસળ માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૪-૫

આદું ખમણેલો ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

સીંગદાણા બાફેલા ૧/૨ કપ

શક્કરીયાં બાફેલા સમારેલા ૧

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

પીરસવા માટે :

સાબુદાણા-શક્કરીયાં ની ખીચડી

ફરાળી ચેવડો

મસાલા સિંગ

ધાણાભાજી

 

રીત :

મીસળ મસાલા માટે :

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો. એમાં તજ, લવિંગ, આખા મરી, જીરું, વરિયાળી, બાદીયા અને સૂકા લાલ મરચાં મુકો અને સુકા સેકી લો. બધી બાજુ બરાબર સેકવા માટે થોડી થોડી વારે ઉછાળો અને હલાવો.

 

બરાબર સેકાય જાય એટલે ખુલી મોટી પ્લેટમાં પાથરી ને ઠંડા થવા માટે ૫ થી ૭ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, આ બધી સેકેલી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લો. એમાં સૂંઠ પાઉડર અને આમચૂર ઉમેરો. એકદમ જીણો પાઉડર થઈ જાય એટલું પીસી લો.

 

ફરાળી મીસળ મસાલો તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

મીસળ માટે :

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં જીરું, લીમડો અને ખમણેલો આદું ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે એમાં ૧ ટેબલ સ્પૂન જેટલો ફરાળી મીસળ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે એમાં બાફેલા સીંગદાણા અને બાફેલા સમારેલા શક્કરીયાં ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એમાં આશરે ૨ કપ જેટલું પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે ૪ થી ૫ મિનિટ માટે, પૅન ના તળિયા સુધી  ધીરે ધીરે હલાવતા રહી પકાવો. પૅન ના તળિયે ચોંટી કે બળી ના જાય એ ખાસ ખ્યાલ રાખો.

 

પછી, ધાણાભાજી અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

મીસળ તૈયાર છે.

 

પીરસવા માટે :

એક સર્વિંગ બાઉલમાં સાબુદાણા-શક્કરીયાં ની ખીચડી લો.

 

એની ઉપર તૈયાર કરેલું મીસળ રેડો.

 

એની ઉપર ફરાળી ચેવડો, મસાલા સિંગ અને ધાણાભાજી છાંટો.

 

તાજે તાજું જ પીરસો.

 

તીખું-મીઠું ફરાળ, ફરાળી મીસળ, શક્કરીયાં નું મીસળ.

 

Prep.10 min.

Cooking time 20 min.

Qty. 2 Plates

Ingredients:

For Misal Masala:

Cinnamon 1 small pc

Clove Buds 4-5Continue Reading

error: Content is protected !!