તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૪ રોટી
સામગ્રી :
મકાઇ નો લોટ ૧ કપ
ઘઉ નો લોટ ૧ કપ
ઘી ૨ ટેબલ સ્પૂન
ડુંગળી જીણી સમારેલી ૧
ટમેટાં જીણા સમારેલા ૧
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
મરચાં જીણા સમારેલા ૨
મીઠું સ્વાદ મુજબ
સેકવા માટે ઘી
અટામણ માટે ઘઉ નો લોટ
રીત :
એક કથરોટમાં મકાઇ નો લોટ અને ઘઉ નો લોટ એકીસાથે લો.
એમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
પછી, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી, મરચાં, આ બધુ જ અડધી માત્રામાં ઉમેરો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો.
બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, બોલ બનાવી, જરા જાડી રોટલી વણી લો. રોટલી વણતા એની કિનારી તુટતી જશે, કોઈ વાંધો નહીં, એવી જ બનવી જોઈએ. વણવા દરમ્યાન જરૂર લાગે ત્યારે ઘઉના કોરા લોટમાં જબોળી, કોટ કરતાં રહો, વણવાનું સરળ રહેશે અને ચોટશે નહીં.
અડધી રોટલી વણાઈ જાય એટલે એની ઉપર, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી અને મરચાં, આ બધુ થોડું થોડું છાંટો, હાથેથી હળવેથી દબાવો અને વણી લો. આ બધુ રોટલી ઉપર બરાબર ચોંટી જાય એ ખાસ જોવું.
આ રીતે બાંધેલા લોટમાંથી બધી રોટલી વણી લો.
એક પછી એક, બધી રોટલી શેલો ફ્રાય કરી લો. કરકરી બનાવવા માટે ધીમા તાપે, હળવે હળવે દબાવીને શેલો ફ્રાય કરો.
તાજે તાજી અને ગરમા ગરમ, તવા પરથી સીધી જ સર્વિંગ પ્લેટ માં પીરસો.
દહી અને / અથવા પસંદગીના અથાણાં સાથે પીરસો.
પસંદગીના કોઈ પણ સૉસ કે કેચપ સાથે પણ પીરસી શકાય.
દહી સાથે સૌથી વધારે સ્વાદિષ્ટ લાગશે.
સ્વાદિષ્ટ, રસીલી, મસાલેદાર, રાજસ્થાની વાનગી, ટીકર.
Prep.10 min.
Cooking time 10 min.
Yield 4 pcs.