તૈયારી માટે ૨૦ મિનિટ
બનાવવા માટે ૩૦ મિનિટ
૪ સર્વિંગ
સામગ્રી :
મગ ની છડી દાળ ૧/૨ કપ
(૪-૫ કલાક પલાળેલી)
ઘી ૩/૪ કપ
પાણી ૧/૨ કપ
દુધ ૧/૨ કપ
ખાંડ ૧/૨ કપ
કેસર ૭-૮ તાર
એલચી પાઉડર ચપટી
સજાવટ માટે બદામ ની કતરણ
રીત :
મીક્ષરની જારમાં પલાળેલી મગ ની છડી દાળ લો અને એકદમ પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો.
એને એક આછા અને સાફ કપડા પર લઈ, પોટલી વાળી લો અને એકદમ દબાવીને શક્ય એટલું પાણી કાઢી નાખી, પેસ્ટ ને શક્ય એટલી સુકી કરી લો.
એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.
એમા, મગ ની દાળ ની પેસ્ટ ઉમેરો અને ગુલાબી થઈ જાય ત્યા સુધી સાંતડો.
પછી, પાણી અને દુધ ઉમેરો અને થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહી, મધ્યમ તાપે પકાવો.
ખાંડ ઉમેરો અને મધ્યમ તાપે ધીરે ધીરે હલાવતા રહી, પકાવવાનું ચાલુ રાખો.
ખાંડ ઓગળી જાય એટલે કેસર અને એલચી પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી દો.
બધુ પાણી બળી જાય અને એકદમ ઘાટો લચકો તૈયાર થઈ જાય એટલે એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
ઉપર બદામની કતરણ છાંટી, સજાવો.
અસલી સ્વાદ માટે ગરમા ગરમ, તાજો જ પીરસો.
ફ્રીજમાં ઠંડો કરીને પણ પીરસી શકાય.
Preparation time 20 minutes
Cooking time 30 minutes
Servings 4
Ingredients:
Split and Skinned Green Gram ½ cup
(soaked for 4-5 hours)
Ghee ¾ cup
Water ½ cup
Milk ½ cup
Sugar ½ cup
Saffron Pinch
Cardamom Powder Pinch
Almond chips for garnishing
Method:
Take soaked Split and Skinned Green Gram in a wet grinding jar of mixer. Crush to fine paste.
Take it on a thin and clean cloth. Wrap it and squeeze to remove all water to make paste bit dry.
Melt Ghee in a pan on low flame.
Add prepared Paste and sauté well to make it pinkish.
Add Water and Milk and cook it well.
Add Sugar and continue cooking on medium flame.
When Sugar gets melted, add Saffron and Cardamom Powder. Mix well.
Take it on a serving bowl.
Garnish with Almond Chips.
Serve Hot and Fresh for its best taste.
Still can be served fridge cold.