તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૧૦ કૂકીસ
સામગ્રી :
માખણ ૫૦ ગ્રામ
દળેલી ખાંડ ૩૦ ગ્રામ
મધ ૧ ટેબલ સ્પૂન
આદુ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
મેંદો ૧૦૦ ગ્રામ
સજાવટ માટે બ્રાઉન સુગર
રીત :
એક બાઉલમાં માખણ અને દળેલી ખાંડ લો. એકદમ ફીણી લો.
એમા, મધ, આદુ ની પેસ્ટ અને મેંદો ઉમેરો અને કઠણ લોટ બાંધી લો. પાણી બિલકુલ ઉમેરવું નહી.
બાંધેલા લોટમાંથી નાના નાના લુવા તૈયાર કરી લો અને દરેક લુવા પર બ્રાઉન સુગર છાંટી દો.
ખાખરા મેકર ને પ્રી-હીટ કરી લો.
પ્રી-હીટ કરેલા ખાખરા મેકરમાં, તૈયાર કરેલો ૧ લુવો મુકો અને હળવેથી દબાવો. ખાખરા મેકર સાવ બંધ કરવાનું નથી. અંદર મુકેલો લુવો જરા દબાય એટલું જ બંધ કરી, અંદર મુકેલી કૂકી કરકરી થઈ જાય ત્યા સુધી ચાલુ રાખો.
આ રીતે, ખાખરા મેકરમાં બધી કૂકીસ તૈયાર કરી લો.
પછી, ઠંડી થવા થોડી વાર માટે રાખી મુકો.
તીખી મીઠી કૂકીસ, હની જીંજર ફ્લેટ કૂકીસ.
Preparation time 10 minutes
Cooking / Roasting time 20 minutes
Yield 10 Cookies
Ingredients:
Butter 50 gm
Powder Sugar 30 gm
Honey 1 tbsp
Ginger Paste 1 tbsp
Maida 100 gm
(Refined White Wheat Flour)
Brown Sugar for garnishing
Method:
Take Butter and Powder Sugar in a mixing bowl. Whisk it very well.
Add Honey, Ginger Paste and Maida. Knead stiff dough. No water at all, please.
Prepare number of small lumps from prepared dough. Sprinkle Brown Sugar on each lump.
Preheat Khakhra maker.
Put one lump on preheated Khakhra maker and press it little. Leave it switched on until Cookie becomes crispy.
Repeat to prepare all Cookies. Leave them to cool down.
Enjoy more with Latte Macchiato.
Sweet and Spicy…Honey-Ginger Flat Cookies…