ઘુમ્મર પુલાવ / ઘુઘરી પુલાવ / Ghummar Pulav / Ghughri Pulav

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

ટમેટા સમારેલા ૧

મગ ફલગાવેલા ૧/૪ કપ

મઠ ફલગાવેલા ૧/૪ કપ

સુકી ચોરી ફલગાવેલી ૧/૪ કપ

મીઠુ સ્વાદ મુજબ

હળદર ૧/૪ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

દહી ૧/૨ કપ

ચોખા અધકચરા બાફેલા ૧ બાઉલ

ધાણાભાજી

સાથે પીરસવા માટે સેકેલો પાપડ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ગરમ કરો.

 

એમા, રાય, જીરું અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે આદુ-લસણ-મરચા ની પેસ્ટ અને સમારેલા ટમેટા ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે ફલગાવેલા મગ, મઠ અને સુકી ચોરી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

થોડું, આશરે ૧/૮ કપ જેટલુ, પાણી અને દહી ઉમેરો. ધીરે ધીરે હલાવો અને ૫ થી ૭ મિનિટ માટે ધીમા તાપે પકાવો.

 

પછી, અધકચરા બાફેલા ચોખા ઉમેરો. બરાબર મિક્સ કરો. વધારાનું પાણી બળી જાય ત્યા સુધી, ધીમા તાપે ૪ થી ૫ મિનિટ માટે પકાવો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો અને અડધું ઢાંકી, ૩ થી ૪ મિનિટ માટે રાખી મુકો.

 

હવે, એક સર્વિંગ પ્લેટ પર મોટા બોલ જેવો આકાર આપીને ગોઠવી દો.

 

એની ઉપર ધાણાભાજી છાંટી સુશોભીત કરો.

 

સેકેલા પાપડ સાથે પીરસો.

 

કામ કરી કરીને બહુ થાકી ગયા છો..!!! પ્રોટીન થી ભરપુર, ઘુમ્મર પુલાવ ખાઓ, ફરી કામે લાગી જાઓ.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

For 4 Persons

 

Ingredient:

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Ginger-Garlic-Chilli Paste ½ ts

Tomato chopped 1

Green Gram Sprout ¼ cup

Horse Gram Sprout ¼ cup

Black Eyed Beans Sprout ¼ cup

Salt to taste

Turmeric Powder ¼ ts

Red Chilli Powder 1 ts

Garam Masala ½ ts

Curd ½ cup

Rice parboiled 1 bowl

Fresh Coriander Leaves to garnish

Roasted Papad for serving

 

Method:

Heat Oil in a pan on low flame. Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add Ginger-Garlic-Chilli Paste and chopped Tomato.

 

When sautéed, Green Gram Sprout, Horse Gram Sprout and Black Eyed Beans Sprout. Mix well.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Garam Masala and Salt. Mix well. Add very little water approx 1/8 cup and Curd. Stir and let it be cooked on low flame for 5-7 minutes.

 

Add parboiled Rice. Mix well and let it be on low flame for 4-5 minutes until excess water is steamed away. Remove it from the flame.

 

Partially cover the pan with a lid and leave it for 3-4 minutes.

 

Make a ball like heap on a serving plate.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve with Roasted Papad.

 

Work Tirelessly…Have High Protein Ghummar Pulav…

error: Content is protected !!