ઇડલી લોલી વિથ વેજીસ / Idli Lolly with Veges

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ સર્વિંગ

 

સામગ્રી :

મીની ઇડલી ૧ બાઉલ

તેલ ૩ ટેબલ સ્પૂન

માખણ ૨ ટેબલ સ્પૂન

તલ ૧ ટી સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

કેપ્સિકમ મોટા ટુકડા ૧ કેપ્સિકમના

ડુંગળી ૧

(૨ ટુકડામાં કાપી, ફોતરાં કાઢી, છુટા પડેલા પડ)

ટમેટા ગોળ સ્લાઇસ કાપેલા ૧

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

લોલી બનાવવા માટે સતાય સ્ટીક

 

રીત :

એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ માખણ, એકીસાથે ગરમ કરો.

 

એમા તલ ઉમેરો. તતડે એટલે અડધા બાઉલ જેટલી મીની ઇડલી અને ટોમેટો કેચપ ઉમેરો, ધીરે ધીરે હલાવીને જરા સાંતડી લો. પછી, એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ માખણ, એકીસાથે ગરમ કરો.

 

એમા રાય અને જીરું ઉમેરો. તતડે એટલે બાકી રહેલી અડધા બાઉલ જેટલી મીની ઇડલી અને ખાંડ ઉમેરો, ધીરે ધીરે હલાવીને જરા સાંતડી લો. પછી, એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ગરમ કરો. એમા ડુંગળી ના પડ અને કેપ્સિકમ ના મોટા ટુકડા ઉમેરો, ધીરે ધીરે હલાવીને ધીમા તાપે ૧ થી ૨ મિનિટ માટે જરા સાંતડી લો. પછી, એક બાજુ રાખી દો.

 

તલ સાથે સાંતડેલી એક મીની ઇડલી, ટમેટા ની એક ગોળ સ્લાઇસ, ડુંગળી નું સાંતડેલું એક પડ, રાય-જીરા સાથે સાંતડેલી એક મીની ઇડલી, સાંતડેલા કેપ્સિકમ નો એક ટુકડો, આ રીતે એક સતાય સ્ટીકમાં ભરાવી દો.

 

આ રીતે બધી સતાય સ્ટીક તૈયાર કરી લો.

 

હવે, તૈયાર કરેલી બધી સતાય સ્ટીક, ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે ગ્રીલ કરી લો.

 

પછી, એક નાના ગ્લાસમાં ઊભી રાખી ગોઠવી દો.

 

તરત જ પીરસો.

 

રસીલી, સંતોષકારક, સ્ટાઈલીશ, સુપર્બ, સતાય ઇડલી, ઇડલી લોલી.

Preparation time 5 minutes

Cooking time 15 minutes

Servings 5

 

Ingredients:

Mini Idli 1 bowlful

Oil 3 tbsp

Butter 2 tbsp

Sesame Seeds 1 ts

Tomato Ketchup 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Sugar 1 ts

Capsicum chopped big pieces of 1 capsicum

Onion

(cut in 2 pieces, peel and separate layers) of 1 onion

Tomato chopped round slices of 1 tomato

Black Pepper Powder ½ ts

Salt to taste

Sate Sticks / Satay Sticks for assembling

 

Method:

Heat 1 tbsp of Oil and 1 tbsp of Butter together in a pan. Add Sesame Seeds. When spluttered, add half bowlful of  Mini Idli and Tomato Ketchup. Stir fry it. Keep it a side.

 

Heat 1 tbsp of Oil and 1 tbsp of Butter together in another pan. Add Mustard Seeds and Cumin Seeds. When spluttered, add remaining half bowlful of Mini Idli and Sugar. Stir fry it. Keep it a side.

 

Heat 1 tbsp of Oil in one another pan. Add Onion and Capsicum pieces. Stir fry for 1-2 minutes on low flame, add chopped Tomato, Black Pepper Powder and Salt. Stir fry it. Keep it a side.

 

On a Sate Stick, string Mini Idli stir fried with Sesame Seeds, Tomato Slice, Onion, Mini Idli stir fried with Mustard Seeds and Cumin Seeds and Capsicum piece. Repeat to prepare number of Sate Sticks.

 

Grill them for 3-4 minutes on low temperature or low flame.

 

Arrange them standing in a small glass.

 

Serve immediately after assembling.

 

Saucy Idli…Satisfying Idli…Sylish Idli…Satay Idli…SUPERB IDLIIIII…

error: Content is protected !!