ચોળી નું સૂપ / Choli no Soup / Chawli Soup / Soup of Black-eyed Beans

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

ઘી ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીમડો ૮

હિંગ ચપટી

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

હળદર ૧/૪ ટી સ્પૂન

ધાણાજીરું ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

સફેદ ચોળી ૧ કપ

મગ અને મઠ ફણગાવેલા ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મજબ

ધાણાભાજી

 

રીત :

સફેદ ચોળી થોડા વધારે પાણી સાથે બાફી લો. વધારાના પાણી સાથે બ્લેંડર થી મીક્ષ કરી લો.

 

ધીમા-મધ્યમ તપટે એક પૅન માં ઘી ગરમ કરો. એમાં જીરું, હિંગ અને લીમડો ઉમેરો. તતડી જાય એટલે બ્લેન્ડ કરેલી ચોળી, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ખાંડ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મીક્ષ કરો. ફણગાવેલા મગ અને મઠ ઉમેરો. મધ્યમ તાપે ૪-૫ મિનિટ માટે ઉકાળો. ધાણાભાજી ઉમેરો.

 

ગરમા ગરમ પીરસો.

 

ભોજન પેલા કે ભોજન સાથે..

ભુખ જગાડે એવું.. પ્રોટીન થી ભરપુર.. પૌષ્ટિક..

ચોળી નું સૂપ..

 

Prep.5 min.

Cooking time 20 min.

Servings 4

Ingredients:

Ghee                                                                           1 ts

Cumin Seeds                                                              1 ts

Curry Leaves                                                               8

Continue Reading

સબ્ઝ મકરાના / Sabz Makrana

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

પાલક બ્લાન્ચ કરીને સમારેલી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ટમેટાં સમારેલા ૧

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

લીલા વટાણા બાફેલા ૧/૪ કપ

કેપ્સિકમ સમારેલા ૧

ટીંડોરા સમારેલા /૨ કપ

તુરીયા સમારેલા ૧/૨ કપ

મકાઇ બાફેલી ૧/૨ કપ

ક્રીમ / મલાઈ ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી

સાથે પીરસવા માટે રોટલી અને/અથવા ભાત

 

રીત :

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં સમારેલા, કેપ્સિકમ, ટીંડોરા અને તુરીયા સાંતડી લો. સાંતડાઈ જાય એટલે તેલમાંથી કાઢી લો અને તેલ પૅન માં જ રહેવા દો.

 

એ જ પૅન અને તેલમાં, ધીમા તાપે, જીરું અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે એમાં સમારેલું લસણ, ડુંગળી અને ટમેટાં સાંતડો.

 

અધકચરા સાંતડાઈ જાય એટલે મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો અને કિચનકિંગ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે એમાં, સાંતડેલા કેપ્સિકમ, ટીંડોરા અને તુરીયા ઉમેરો. મિક્સ કરો.

 

બ્લાન્ચ કરીને સમારેલી પાલક, બાફેલા લીલા વટાણા અને બાફેલી મકાઇ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

હવે, ક્રીમ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

બધુ બરાબર પાકી જાય ત્યા સુધી ધીમા તાપે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવો.

 

રોટી અને/અથવા ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

એક નવીનત્તમ શાક નો સ્વાદ માણો, સબ્ઝ મકરાના.

 

Prep.15 min.

Cooking time 15 min.

For 2 Persons

Ingredients:

Oil 2 tbsp

Cumin Seeds 1 ts

Hing (Asafoetida Powder) PinchContinue Reading

સાબુદાણા થાલીપીઠ / Sabudana Thalipeeth / Sago Pancake

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

સાબુદાણા ૧ કપ

બટેટા બાફેલા ૧

સીંગદાણા પીસેલા ૨ ટેબલ સ્પૂન

મરચાં સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીંબુ ૧

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

સેકવા માટે તેલ

ચટણી અથવા સૉસ અથવા કેચપ

 

રીત :

આશરે ૩૦ મિનિટ માટે સાબુદાણા પલાળી દો. પછી વધારાનું પાણી કાઢી નાખો.

 

હવે, પલાળેલા સાબુદાણામાં, બાફેલા બટેટા, પીસેલા સીંગદાણા, સમારેલા મરચાં, ધાણાભાજી, જીરું, લીંબુ નો રસ, ખાંડ અને મીઠું ઉમેરો, બરાબર મિક્સ કરો અને કઠણ લોટ બાંધી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

બાંધેલા લોટમાંથી થોડો લઈ, જાડી રોટલી જેવુ વણી લો અને વચ્ચે એક કાણું પાડી દો, જેથી સેકવા વખતે પરપોટા ના થાય. થાલીપીઠ વણાઈ ગઈ.

 

આ રીતે બધા લોટમાંથી થાલીપીઠ વણી લો. એક બાજુ રાખી દો.

 

મધ્યમ તાપે એક તવો ગરમ કરો. સરળતા માટે નોન-સ્ટિક તવો ઉપયોગ કરવો.

 

ગરમ થયેલા તવા પર થોડું તેલ લગાવો.

 

પછી, એની ઉપર એક થાલીપીઠ મુકો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે એને તવા પર ઉલટાવો.

 

હવે, થાલીપીઠની ઉપરની બાજુ થોડું તેલ લગાવી દો.

 

ફરી, થાલીપીઠ ને તવા પર ઉલટાવો.

 

ફરી, થાલીપીઠની ઉપરની બાજુ થોડું તેલ લગાવી દો.

 

ફરી એક વાર, થાલીપીઠ ને તવા પર ઉલટાવો.

 

આ રીતે બન્ને બાજુ બરાબર સેકાય જાય એટલે થાલીપીઠ ને તવા પરથી લઈ લો અને સર્વિંગ પ્લેટ પર મુકો.

 

પસંદ પ્રમાણે, ચટણી, સૉસ કે કેચપ સાથે ગરમા ગરમ પીરસો.

 

ભારતના એક રંગીન રાજ્ય, મહારાષ્ટ્રની એક અનોખી વાનગી, સાબુદાણા થાલીપીઠ.

 

Prep.5 min.

Cooking time 10 min.

Servings 4

Ingredients:

Sabudana (Tapioca / Sago) 1 cup

Potato boiled 1

Ground Nuts ground 2 tbspContinue Reading

રોઝ લાડુ / Rose Laddu

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ લાડુ

 

સામગ્રી:

બદામ ૨૫૦ ગ્રામ

દળેલી ખાંડ ૧/૪ કપ

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

રોઝ સીરપ ૧/૨ ટેબલ સ્પૂન

તાજા ગુલાબની પાંદડી ૧ ગુલાબની 

 

રીત :

તાજા ગુલાબની પાંદડી સુકવવા માટે, એક મુસલીન ના કપડામાં વીંટાળી, ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.  એક બાજુ રાખી દો.

 

કમ સે કમ ૧ કલાક માટે બદામ પલાળી દો.

 

પછી, બદામની છાલ કાઢી નાખો.

 

એમાંથી આશરે ૧૦૦ ગ્રામ જેટલી બદામની કતરણ કરી લો. એક બાજુ રાખી દો.

 

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો.

 

એમાં, ધીરે ધીરે હલાવતા રહી, બદામની કતરણ કોરી જ સેકી લો. આછા ગુલાબી જેવી થાય ત્યા સુધી સેકો. બળી ના જાય એ ખ્યાલ રાખવો. સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

બાકી રહેલી બધી બદામ મીક્ષર ની જારમાં લો. એમાં થોડી પાણી ઉમેરો. એકદમ પીસી લો અને પેસ્ટ બનાવી લો.

 

બદામની પેસ્ટ એક બાઉલમાં લઈ લો. એમાં બદામની સેકેલી કતરણ, દળેલી ખાંડ, ગુલકંદ, એલચી પાઉડર અને રોઝ સીરપ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આ તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના લાડુ બનાવી લો.

 

સુકાવેલી ગુલાબની પાંદડીઓથી બધા બોલ કોટ કરી લો.

 

તાજે તાજા કે ફ્રીજમાં ઠંડા કરીને પીરસો.

 

સૌના પ્રિય ફૂલ, ગુલાબની પ્રાકૃત્તિક સુગંધ અને સાથોસાથ સ્વાદ પણ માણો.

Prep.15 min.

Cooking time 5 min.

Yield 6 Laddu

Ingredients:

Almond 250 gm

Sugar Powder ¼ cup

Rose Petal Jam (Gulkand) 1 tbspContinue Reading

પુરણ પાઇ / Puran Pie / Stuffed Pie

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૪૫ મિનિટ

૫ સર્વિંગ

 

સામગ્રી:

પાઇ ક્રશ માટે :

ઘઉ નો લોટ ૧ કપ

મેંદો / કેક ફ્લૉર ૧ કપ

ઘી ૧/૨ કપ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીઠું ચપટી

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

મિલ્ક પાઉડર ૧ ટેબલ સ્પૂન

 

પુરણ માટે :

ઘી ૧ ટેબલ સ્પૂન

તુવેરદાળ ૧ કપ

ખાંડ ૧/૪ કપ

એલચી પાઉડર ચપટી

 

રીત :

કમ સે કમ ૨ કલાક માટે તુવેરદાળ પલાળી રાખો. પછી બાફી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરો.

 

એમાં બાફેલી તુવેરદાળ સાંતડી લો.

 

તુવેરદાળ જરા ઘાટી થાય એટલે એમાં ખાંડ ઉમેરો અને ૧ થી ૨ મિનિટ માટે સાંતડવાનું ચાલુ રાખો.

 

પછી, એમાં એલચી પાઉડર ઉમેરો, બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં પાઇ ક્રશ માટેની બધી સામગ્રી એકીસાથે લઈ લો, બરાબર મિક્સ કરો અને લોટ બાંધી લો. જરૂર પડે તો સાવ થોડું પાણી ઉમેરવું.

 

બાંધેલા લોટમાંથી એક જાડી અને મધ્યમ સાઇઝ ની રોટલી વણી લો અને એને પાઇ મોલ્ડમાં ગોઠવી દો.

 

એમાં તૈયાર કરેલું પુરણ ભરી દો અને પાઇ ને ઉપરથી કવર કરી દો.

 

એની ઉપર ઘી લગાવી દો.

 

૧૮૦° પર ૨૫ મિનિટ માટે બૅક કરી લો.

 

ઓવેનમાંથી બહાર કાઢી લઈ, એની ઉપર ફરી ઘી લગાવી દો અને પીરસો.

 

એક અનોખી પાઇ, પુરણ પાઇ. અંદરથી પુરણનો મધુરો અને મુલાયમ સ્વાદ.

 

Prep.30 min.

Cooking time 45 min.

Servings 5

Ingredients for Pie Crush:

Wheat Flour 1 cup

Refined White Wheat Flour / Cake Flour / Maida 1 cupContinue Reading

પંજાબી સમોસાં / Punjabi Samosa

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ સમોસાં

 

સામગ્રી :

પડ માટે :

મેંદો ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

તેલ ૩ ટેબલ સ્પૂન

અજમા ૧/૨ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

ધાણા આખા ૧ ટી સ્પૂન

ફૂદીનો ૨ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લીલા વટાણા બાફેલા ૧/૪ કપ

બટેટા બાફેલા ૨૫૦ ગ્રામ

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

સંચળ ૧/૪ ટી સ્પૂન

આમચૂર ૧/૪ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

તજ-લવિંગ પાઉડર ૧/૪ ટી સ્પૂન

બાદીયા પાઉડર ૧/૪ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

એક બાઉલમાં મેંદો લો. એમાં ઘી અને અજમા ઉમેરો. બરાબર મિક્સ કરો. લોટ ની ઢગલી કરી, એની વચ્ચે ખાડો પાડી જગ્યા કરો.

 

એ ખાડામાં તેલ અને પાણી ઉમેરી, બધુ બરાબર મિક્સ કરી, કઠણ લોટ બાંધી લો. બાંધેલો લોટ ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો. (એ દરમ્યાન પુરણ તૈયાર કરી લો.)

 

બાંધેલા લોટમાંથી નાના નાના લુવા લઈ, નાની અને જાડી રોટલીઓ વણી લો. રોટલી સેકવાની જરૂર નથી. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક પૅન માં ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, આખા ધાણા ઉમેરો.

 

બરાબર તતડી જાય એટલે એમાં ફૂદીનો, સમારેલા મરચાં, આદું-લસણ ની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, સંચળ, આમચૂર, ગરમ મસાલો, તજ લવિંગ પાઉડર, બાદીયા ઉમેરો, મિક્સ કરો અને મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ માટે પકાવો.

 

તાપ પરથી પૅન હટાવી લો. ધાણાભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

સમોસાં બનાવવા માટે :

વણીને રાખેલી રોટલીઓમાંથી એક રોટલી લો.

 

એની વચ્ચે ૨ થી ૩ ટી સ્પૂનગ જેટલું પુરણ મુકો.

 

રોટલીના છેડા વાળી લઈ, પુરણ રેપ કરી, રોટલીના છેડા પર પાણી લગાવી, છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસાં તૈયાર કરી લો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

વારાફરતી, બધા સમોસાં તળી લો. પસંદ મુજબ નરમ કે કરકરા બનાવવા માટે આછા ગુલાબી કે જરા આકરા તળવા.

 

કેચપ, ચીલી સૉસ અથવા ઘરે બનાવેલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો. ચીલી સૉસ કે ચીલી-ગાર્લીક સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્વાદિષ્ટ અને ચટાકેદાર પંજાબી સમોસાં.

Prep.15 min.

Cooking time 15 min.

Yield 10 Samosa

Ingredients:

For Outer Layer :

Refined White Wheat Flour (Maida) 1 cup

Ghee 2 tbsp

Oil 3 tbsp

Continue Reading

પીનાકોલાડા નાનખટાઈ / Pinacolada Nankhatai / Pinacolada Cookies

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૫ નંગ

 

સામગ્રી :

મેંદો ૧ કપ

રવો / સૂજી ૧ કપ

દળેલી ખાંડ ૧ કપ

ઘી ૧ કપ

સૂકા નારિયળ નો પાઉડર ૧/૪ કપ

સૂકા પાઈનેપલ નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

સૂકું નારિયળ અને સૂકું પાઈનેપલ જીણા સમારેલા

 

રીત :

એક બાઉલમાં મેંદો અને રવો એકીસાથે લો.

 

એમાં દળેલી ખાંડ અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો. પાણી બિલકુલ નહીં.

 

૮ થી ૯ કલાક માટે રાખી મુકો.

 

હવે, એમાં સૂકા નારિયળ નો પાઉડર અને સૂકા પાઈનેપલ નો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જે સાઇઝ અને આકાર ની નાનખટાઈ બનાવવી હોય એ પ્રમાણે ૨ થી ૪ ટેબલ સ્પૂન જેટલું તૈયાર કરેલું મિશ્રણ લો અને મનગમતો આકાર આપો.

 

દરેક નાનખટાઈ ઉપર, જીણા સમારેલા સૂકા નારિયળના ૨ ટુકડા અને સૂકા પાઈનેપલના ૨ ટુકડા હળવેથી દબાવીને ગોઠવી દો. એક બેકિંગ ડીશ પર ગોઠવી દો.

 

આ રીતે બધી નાનખટાઈ તૈયાર કરી લો અને બેકિંગ ડીશ પર ગોઠવી દો.

 

૧૮૦° પર ૨૦ મિનિટ માટે બૅક કરી લો.

 

ઘરમાં રમતા બાળકો અને એના મિત્રોની ટોળીને રમતા રમતા જ નાસ્તો કરાવી દો.

 

Prep.10 min.

Cooking time 20 min.

Yield 15 pcs.

Ingredients:

Refined White Wheat Flour (Maida) 1 cup

Semolina (Sooji / Ravo) 1 cup

Sugar Powder 1 cupContinue Reading

પીનટ બટર રાઇસ ક્રિસ્પી / Peanut Butter Rice Crispy

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૫ નંગ

 

સામગ્રી :

ખાંડ ૧/૨ કપ

પીનટ બટર ૧/૨ કપ

સેકેલા સીંગદાણા ૧/૪ કપ

મમરા ૨ કપ

ચોકલેટ

સુગર સ્પ્રીંકલર

લોલીપોપ સ્ટિક

 

રીત :

એક કડાઈમાં ધીમા તાપે ખાંડ કરમલાઇઝ (Caramelize) કરો.

 

પછી, એમાં પીનટ બટર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હવે, એમાં સેકેલા સીંગદાણા અને મમરા ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

આ તૈયાર થયેલા મિશ્રણમાંથી ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લો અને બોલ બનાવો. એક બાજુ રાખી દો.

 

આ રીતે બધા બોલ બનાવી લો.

 

બધા બોલ, ચોકલેટ અને સુગર સ્પ્રીંકલર વડે આકર્ષક બનાવો.

 

દરેક બોલમાં એક-એક લોલીપોપ સ્ટિક લગાવી દો.

 

ઠંડાગાર શિયાળામાં, છત ઉપર પતંગ ઉડાડવાની મજા માણતા માણતા આ ચોકલેટી, મખની, મીઠા, કરકરા પોપ મમળાવો.

Prep.5 min.

Cooking time 5 min.

Yield 15 pcs.

Ingredients:

Sugar ½ cup

Peanut Butter ½ cup

Roasted Peanuts ¼ cupContinue Reading

પનીર ભીંડી મસાલા / Paneer Bhindi Masala / Spiced Okra with Cottage Cheese

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ભીંડી સમારેલી ૨૦૦ ગ્રામ

ખસખસ ૧ ટેબલ સ્પૂન

સીંગદાણા ૧ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

આમચૂર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૩ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ટમેટાં સમારેલા ૧

પનીર ૫૦ ગ્રામ

 

રીત :

એક નોન-સ્ટિક તવા પર ખસખસ, સીંગદાણા અને તલ કોરા સેકી લો. પછી, પીસી લો. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં સમારેલી ભીંડી લો.

 

એમાં પીસેલા ખસખસ, સીંગદાણા અને તલ ઉમેરો. મીક્ષ કરો.

 

એમાં, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને આમચૂર ઉમેરો. મીક્ષ કરો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ ઉમેરો.

 

તતડે એટલે લસણ ની પેસ્ટ અને સમારેલા ટમેટાં ઉમેરો. એકાદ મિનિટ માટે પકાવો અને મીક્ષ કરો.

 

હવે, સમારેલી ભીંડી ઉમેરો અને ધીમા તાપે પકાવતા થોડી થોડી વારે, ૧-૧ મિનિટે હલાવતા રહી ઉપર-નીચે ફેરવતા રહો. ભીંડી છૂંદાય ના જાય એ ખ્યાલ રાખવો.

 

પાણી બિલકુલ ઉમેરવું નહી. પાણીથી ભીંડી ચીકણી થઈ જશે.

 

ભીંડી બરાબર પાકી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી, ખમણેલું પનીર ઉમેરો અને ભીંડી છૂંદાય ના જાય એ કાળજી રાખી બરાબર મીક્ષ કરી દો.

 

સુંદર રીતે પીરસવા માટે ખમણેલું પનીર છાંટો.

 

રોટલી સાથે પીરસો.

 

મસાલેદાર ભીંડી નો ચટાકેદાર સ્વાદ પનીર સાથે માણો.

 

Prep.10 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

Okra (Lady’s Finger) chopped 200 gm

Poppy Seeds 1 tbsp

Peanuts 1 tbsp

Sesame Seeds 1 tbsp

Continue Reading

પનકમ / Panakam / Prashad

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

ગોળ ૧ ટેબલ સ્પૂન

લીંબુ ૧/૨

એલચી પાઉડર ચપટી

સૂંઠ પાઉડર ૧ ટી સ્પૂન

કપૂર ચપટી

તુલસી પાન ૧૦

મીઠું ચપટી

 

રીત :

એક ગ્લાસ પીવાના પાણીમાં ગોળ ઓગાળી લો.

 

એમાં બીજી બધી સામગ્રી ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

૧૦ મિનિટ માટે રાખી મુકો. પછી, ગરણીથી ગાળી લો.

 

પસંદ મુજબ સામાન્ય તાપમાન કે ફ્ફ્રીજમાં ઠંડુ કરેલું પીઓ.

 

ઉનાળાની ગરમીમાં ઠંડી પ્રકૃતિનું પૌષ્ટિક પીણું.

 

Prep.5 min.

Serving 1

Ingredients:

Jaggery 1 tbsp

Lemon ½

Cardamom Powder PinchContinue Reading

error: Content is protected !!