મગ ની દાળ ના ઘૂઘરા / સ્ટીમ કરેલા ઘૂઘરા / Green Gram Farre / Steamed Farre

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧/૨ કપ

રવો / સૂજી ૧/૪ કપ

ચોખા નો લોટ ૧/૨ કપ

તેલ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

મગ દાળ પીળી ૧ કપ

(કમ સે કમ ૧ કલાક પલાળેલી)

આદુ નાનો ટુકડો ૧

લીલા મરચાં ૩

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

તજ પાઉડર ચપટી

લવિંગ પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૨ ટી સ્પૂન

તાજું નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨-૩

તલ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો, રવો અને ચોખા નો લોટ મીક્ષ કરો.

 

એમાં તેલ, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરતા જઇ, જરા નરમ લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

મીક્ષરની જારમાં, મગ ની પીળી દાળ, આદુ અને લીલા મરચાં લો. એકદમ જીણું પીસી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં ખાંડ, લીંબુ નો રસ, તજ પાઉડર, લવિંગ પાઉડર, ગરમ મસાલો, મીઠું, ધાણાભાજી અને ખમણેલું તાજું નારિયળ ઉમેરો. બધુ બરાબર મીક્ષ કરી લો. પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બાંધેલા લોટમાંથી નાની નાની પૂરીઓ વણી લો.

 

એક પછી એક, દરેક પુરી પર, વચ્ચે, ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો.

 

પુરીના છેડા વાળી ઘૂઘરા / ગુજીયા નો આકાર આપો. પુરીના છેડા ચોંટાડી દો.

 

ઘૂઘરા ના મોલ્ડ થી ઝડપથી બધા ઘૂઘરા તૈયાર થઈ શકશે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો અને સ્ટીમર ની પ્લેટ મુકી દો. પાણી ગરમ થી જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરની પ્લેટ પર ગોઠવી દો. બધા ઘૂઘરા અલગ અલગ રાખવા, એક-બીજા ની ઉપર ના મૂકવા.

 

બધા ઘૂઘરા બરાબર સ્ટીમ થઈ જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરમાંથી કાઢી એક પ્લેટ પર મુકી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ, લીમડો, સૂકા લાલ મરચાં અને તલ ઉમેરો.

 

તતડે એટલે એમાં સ્ટીમ કરેલા બધા ઘૂઘરા ઉમેરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરો.

 

મીઠું ઉમેરતી વખતે યાદ રાખો કે ઘૂઘરા ની અંદર પુરણમાં પણ મીઠું છે અને એ હિસાબે મીઠાનું પ્રમાણ ઉમેરવું.

 

ઘૂઘરા તૂટી ના જાય એ કાળજી રાખી બધા ઘૂઘરા ઉપર-નીચે ફેરવી મસાલામાં બરાબર મીક્ષ કરો.

 

પૅન ના તળીયે મસાલા અને ઘૂઘરા બળી ના જાય એ માટે સતત ધીમા તાપે જ પકાવો.

 

આશરે ૨ થી ૩ મિનિટ લાગશે.

 

કેચપ અથવા ઘરે બનાવેલી કોઈ પણ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

તળેલા ઘૂઘરા પેટમાં બહુ ભારી લાગે છે ને..!!!

 

લો આ રહ્યા હળવાફૂલ ઘૂઘરા.. સ્ટીમ કરેલા ઘૂઘરા..

 

Prep.15 min.

Cooking time 20 min.

Qty. 4 Plates

Ingredients:
For Dough:
Refined White Wheat Flour ½ cup
Semolina ¼ cupContinue Reading

શાહી પંજરી / Shahi Panjaree

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨૦૦ ગ્રામ

 

સામગ્રી :

દૂધ નો માવો ૫૦ ગ્રામ

ધાણા પાઉડર ૧૦૦ ગ્રામ

સૂકા નારિયળ નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

પસંદ મુજબ સૂકો મેવો ૨ ટેબલ સ્પૂન

(એકદમ જીણો સમારેલો અથવા જાડો પાઉડર)

તુલસી ના પાન

 

રીત :

એક પૅન માં ધીમા તાપે દૂધ નો માવો કોરો જ સેકી લો. આછો ગુલાબી થઈ જાય એવો સેકવો.

 

પછી, એમાં ધાણા પાઉડર ઉમેરો, મિક્સ કરો અને ધીરે ધીરે હલાવતા રહી, હજી થોડી વાર સેકી લો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, બીજી બધી સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

એક પ્લેટ માં લઈ લો.

 

ઉપર તુલસી ના પાન મૂકી સજાવો.

 

પુર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નો અતિ પ્રિય પ્રસાદ. પંજરી, શાહી પંજરી.

 

Prep.5 min.

Cooking time 5 min.

Yield 200 g.

Ingredients:

Milk Khoya (Mavo) 50 gm

Coriander Powder 100 gm

Dry Coconut Powder 2 tbspContinue Reading

લૌકી ફાલુદા / Lauki Faluda / Bottle Gourd Faluda

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

લૌકી / દૂધી ખમણેલી ૧૦૦ ગ્રામ

ઘી ૧ ટી સ્પૂન

દૂધ ૧ કપ

ખસ સીરપ ૨ ટેબલ સ્પૂન

તકમરીયા ૧ ટેબલ સ્પૂન

ફાલુદા નૂડલ્સ ૧ ટેબલ સ્પૂન

મીક્ષ ફ્રૂટ જેલી ૧ ટેબલ સ્પૂન

આઇસ ક્રીમ પ્લેન વેનીલા ૨ ટેબલ સ્પૂન

મીક્ષ સુકો મેવો નાના ટુકડા ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખમણેલી દૂધી ઉમેરો અને સાંતડી લો.

 

એમાં દૂધ ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે આશરે ૧૫ થી ૨૦ મિનિટ માટે ઉકાળો. ઉકાળવા દરમ્યાન થોડી થોડી વારે હલાવતા રહો.

 

દૂધ જરા ઘાટું થઈ જાય એટલે તાપ પરથી હટાવી લો અને ઠંડુ થવા માટે થોડી વાર મુકી રાખો.

 

દૂધ ઠંડુ થઈ જાય એટલે એમાં ખસ સીરપ ઉમેરી બરાબર મીક્ષ કરી દો અને આશરે ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

એક સર્વિંગ ગ્લાસ લો. એમાં તકમરીયા, ફાલુદા નૂડલ્સ અને મીક્ષ ફ્રૂટ જેલી ઉમેરો.

 

ફ્રીજમાં ઠંડા કરેલા દૂધી સાથેના દૂધથી ગ્લાસ ભરી દો.

 

એની ઉપર એક સ્કૂપ જેટલો પ્લેન વેનીલા આઇસક્રીમ મુકી દો.

 

એની ઉપર સૂકા મેવાના થોડા નાના ટુકડા મુકી ખુબસુરત દેખાવ આપો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ઉનાળાની ધખધખતી ગરમીમાં ઠંડા થાઓ..

 

Prep.10 min.

Cooking time 20 min.

Qty. 2 Glasses

Ingredients:

Bottle Gourd grated 100 gm

Ghee 1 ts

Milk 2 cupContinue Reading

મીઠા સાટા / Mitha Sata / Sweet Khajli

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

મેંદો ૩ કપ

વેજીટેબલ ઘી ૧ ૧/૪ કપ

તલ ૧ ટી સ્પૂન

બેકિંગ પાઉડર ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ કપ

એલચી ૧/૨ ટી સ્પૂન

વેજીટેબલ ઘી તળવા માટે

 

સજાવટ માટે :

એલચી પાઉડર ૧ ટેબલ સ્પૂન

કેસર ૮-૧૦

બદામ ની કતરણ ૧ ટેબલ સ્પૂન

ગુલાબ ની પાંદડી ૮-૧૦

 

રીત :

એક કડાઈમાં ૧ કપ વેજીટેબલ ઘી ગરમ કરો.

 

એમાં ૧ કપ મેંદો ઉમેરો અને ધીમા તાપે આછો ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો.

 

૧ કપ પાણી ઉમેરો. કડાઈના તળીયે ચોંટી ના જાય અને બળી ના જાય એ કાળજી રાખી ધીરે ધીરે હલાવો.

 

ઘાટુ અને નરમ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યા સુધી ધીમે તાપે પકાવો.

 

પછી, તાપ પરથી કડાઈ હટાવી લો અને મિશ્રણ ઠંડુ થઈ જાય એ માટે રાખી મુકો.

 

એક બાઉલમાં ૨ કપ મેંદો, તલ, બેકિંગ પાઉડર, એલચી પાઉડર અને ૧ ટી સ્પૂન જેટલું વેજીટેબલ ઘી લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં, તૈયાર કરેલું ઘાટુ નરમ મિશ્રણ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને જરા નરમ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.

 

બાંધેલા લોટમાંથી આશરે ૨ ટેબલ સ્પૂન જેટલો લોટ પાટલા પર લો. એને થપથપાવી જાડી ગોળ પુરી જેવો આકાર આપો. એમાં ૪-૫ કાણાં પાડી દો.

 

આ રીતે બધા લોટમાંથી જેટલા થાય એટલા નંગ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે વેજીટેબલ ઘી ગરમ કરો.

 

એમાં બધી જાડી ગોળ પુરીઓ વારાફરતી તળી લો. પસંદ મુજબ આછી ગુલાબી કે થોડી આકરી તળવી પણ કાળી ના થઈ જાય એ ખ્યાલ રાખવો. ખાજલી તૈયાર છે.

 

એક પૅન માં ૧ કપ ખાંડ લો. એમ થોડી પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે પૅન મુકો અને ૨ તાર ની ચાસણી તૈયાર કરો.

 

એક પછી એક, બધી ખાજલી આ ચાસણીમાં જબોળી પ્લેટ પર મુકો. દરેક ખાજલી પ્લેટ પર અલગ અલગ અલગ રાખવી. એકબીજા ની ઉપર ના મુકવી.

 

મીઠી ખાજલી તૈયાર થઈ ગઈ.

 

દરેક મીઠી ખાજલી ઉપરત થોડો એલચી પાઉડર છાંટી, બદામની ૨-૩ કતરણ, ગુલાબની ૧-૨ પાંદડી અને ૧ દાણો કેસર મુકી સજાવો.  

 

ચાસણી બરાબર સુકાય જાય અને ઠંડી થઈ જાય એ માટે ૮ થી ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

કોઈ પણ ઉજવણીમાં મીઠી ખાજલી / મીઠા સાટા / ગુજરાતી ખાજલી સાથે મીઠાશ ઉમેરો.

 

Prep.5 min.

Cooking 15 min.

Yield 10 pcs.

Ingredients:

Refined White Wheat Flour 3 cups

Vegetable Ghee 1 ¼ cup

Sesame Seeds 1 tsContinue Reading

વણેલા ગાંઠીયા / Vanela Gathiya

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

બેસન ૨૫૦ ગ્રામ

સોડા-બાય-કાર્બ ૧/૪ ટી સ્પૂન

મીઠું ૧ ટી સ્પૂન

હિંગ ૧ ટી સ્પૂન

મરી પીસેલા ૧ ટી સ્પૂન

અજમા ૧ ટી સ્પૂન

તેલ ૧/૪ કપ

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે :

કઢી (થોડું બેસન મિક્સ કરીને વઘારેલી છાસ)

તળેલા મરચાં

ખમણેલી કોબી / ખમણેલા ગાજર / ખમણેલું કાચું પપૈયું, વઘારેલું અને અધકચરું પકાવેલું

ડુંગળી સમારેલી

 

રીત :

એક નાની વાટકીમાં સોડા-બાય-કાર્બ અને મીઠું લો. એમાં ૧/૪ કપ પાણી ઉમેરો, મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

એક કથરોટમાં બેસન લો. એમાં ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હિંગ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

સોડા-બાય-કાર્બ અને મીઠા સાથેનું પાણી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ (એકદમ કઠણ નહીં) લોટ બાંધી લો. બાંધેલો લોટ આશરે ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, એમાં પીસેલા મરી અને અજમા ઉમેરો અને ૪ થી ૫ મિનિટ માટે એકદમ મસળો. મસળવા દરમ્યાન બાંધેલો લોટ સુકો થતો જતો હોય એવું લાગશે, એટલે મસળવા દરમ્યાન, જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા રહો. અંતે, બાંધેલો લોટ જરા કઠણ અને ભીનાશવાળો હોવો જોઈએ.

 

એક કડાઈમાં ઊંચા તાપે તળવા માટે તેલ ગરમ કરવા મુકો.

 

એક મુઠ્ઠી જેટલો બાંધેલો લોટ, વણવાના પાટલા પર કે કોઈ પણ લાકડાના સપાટ પાટિયા પર લો.

 

લોટને પાટલા પર હળવે હળવે, ધીરે ધીરે, હથેળી વડે વણતા હોવ એવી રીતે ઘસતા ઘસતા હથેળીની એક બાજુ થી સરકાવતા જાવ. આ હથેળીની એક બાજુ થી બહાર આવતો લોટ, આટી ચડેલા સળિયા જેવા આકારનો હશે. આ દરમ્યાન લોટ ચોંટે એવું લાગે તો થોડું તેલ પાટલા ઉપર અને હથેળી ઉપર લગાવો. આવા ટુકડા જેમ જેમ નીકળતા જાય એમ, તરત જ તળવા માટે ગરમ થયેલા તેલમાં નાખી તળી લો. નરમ ગાંઠીયા બનાવવા હોય તો આછા પીળા અને કરકરા ગાંઠીયા બનાવવા હોય તો આછા ગુલાબી થઈ જાય ત્યા સુધી તળો. બધી બાજુ બરાબર તળવા માટે એક કે બે વાર, થોડી વારે તેલમાં ગાંઠીયા ફેરવો.

 

ગાંઠીયા તળાય જાય એટલે તેલમાંથી કાઢીને તરત જ, ગરમા ગરમ  એક સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

સાથે પસંદ મુજબ, કઢી, તળેલા મરચાં, વઘારેલા અને અધકચરા પકાવેલ, ખમણેલી કોબી / ખમણેલા ગાજર / ખમણેલું કાચું પપૈયું, સમારેલી ડુંગળી અને ઢીલી લીલી ચટણી પીરસો.

 

ગુજરાતનાં પ્રખ્યાત અને દરેક ગુજરાતીના અતિપ્રિય, વણેલા ગાંઠીયા.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Gram Flour 250 gm

Soda-bi-Carb ¼ ts

Salt 1 tsContinue Reading

ખજુર અંજીર ના લાડુ / Khajur Anjir na Ladu / Fig Date Laddu

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૫ નંગ

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

ખસખસ ૧ ટેબલ સ્પૂન

અંજીર જીણા સમારેલા ૧૦

ખજુર ૧૫

મીક્ષ સૂકો મેવો ૨ ટેબલ સ્પૂન

જરદાલુ ૨

નારિયળનો પાઉડર ૨ ટેબલ સ્પૂન

ખસખસ અથવા નારિયળનો પાઉડર કોટિંગ માટે

 

રીત :

આશરે ૩૦ મિનિટ માટે અંજીર ને પાણીમાં પલાળી દો. પછી એના નાના નાના ટુકડા કરી લો.

 

ખજુરને ગ્રાઈન્ડર માં એકદમ પીસી લઈ, પેસ્ટ બનાવો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખસખસ ઉમેરો. તતડે એટલે જીણા સમારેલા અંજીર, ખજુરની પેસ્ટ, જરદાલુ અને મીક્ષ સૂકો મેવો ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

નારિયળનો પાઉડર ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ઠંડુ થવા માટે આશરે ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

 

તૈયાર કરેલા મિશ્રણમાંથી પસંદની સાઇઝના બોલ બનાવી લો.

 

બધા બોલ ખસખસ અથવા નારિયળના પાઉડરથી કોટ કરી લો.

 

ફ્રીજ વગર ૧૦ થી ૧૫ દિવસ સુધી બગડશે નહીં.

 

Prep.5 min.

Cooking time 10 min.

Yield 5 Laddu

Ingredients:

Ghee 1 tbsp

Poppy Seeds 1 tbsp

Fig 10Continue Reading

બીટ રૂટ નો જ્યુસ / Beetroot Juice

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

ફૂદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુ ૧/૨

ખાંડ સ્વાદ મુજબ

સંચળ સ્વાદ મુજબ

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

બરફ ના ટુકડા ૨-૩

રીત :

બરફ ના ટુકડા સિવાય બધી સામગ્રી મીક્ષર ની જારમાં લો અને મીક્ષરને હાઇ સ્પીડ પર ચલાવી એકદમ ક્રશ કરી લો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.

 

ગરણીથી ગાળી લો.

 

જ્યુસ માટેના સુંદર ગ્લાસમાં ભરી લો. બરફ ના ટુકડા ઉમેરો.

 

મરી પાઉડર છાંટીને સજાવો.

 

તાજે તાજું જ પીરસો.

 

લાલ ચટ્ટાક દેખાવ મનભાવન..

આર્યન યુક્ત ગુણ તનભાવન..

સ્વાદ તો આનો મુખભાવન..

 

Prep.5 min.

Qty. 1 Glass

Ingredients:

Beetroot small chopped          1

Fresh Mint Leaves                  ½ cup

Fresh Coriander Leaves         ½ cupContinue Reading

સુરણ ની સુકી ભાજી / Suran ni Suki Bhaji / Yam Curry Dry

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડા ના પાન ૧૦

તલ ૧ ટી સ્પૂન

મરચાં સમારેલા ૨

સુરણ બાફેલું સમારેલું ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

મરી પાઉડર ૨ ટી સ્પૂન

સીંગદાણા નો જાડો ભુકો ૧ ટેબલ સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી

દાડમ ના દાણા

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીરું, લીમડો, તલ, સમારેલા લીલા મરચાં ઉમેરો.

 

તતડે એટલે બાફેલું સમારેલું સુરણ, મીઠું અને મરી પાઉડર ઉમેરો. સુરણ છુંદાય ના જાય એ ખ્યાલ રાખી, ધીરે ધીરે હલાવી, બરાબર મિક્સ કરો.

 

સીંગદાણા નો જાડો ભુકો અને સૂકા નારિયળ નો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો. તપ પરથી પૅન હટાવી લો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને દાડમ ના દાણા ભભરાવી સજાવો. ધાણાભાજી ના લીલા રંગ અને દાડમ ના દાણા ના લાલ રંગ થી ખુબ જ સુંદર દેખાશે.

 

ગરમા ગરમ પીરસો.

 

વ્રત-ઉપવાસ ના દિવસે સંતોષકારક સુરણ ની સુકી ભાજી આરોગો.

 

Prep.5 min.

Cooking time 10 min.

for 2 Persons

Ingredients:

Ghee 1 tbsp

Cumin Seeds ½ tsContinue Reading

મેથી કૉર્ન ભાજી પાવ / Methi Corn Bhaji Pav

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૩ પ્લેટ

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

કેપ્સિકમ સમારેલા ૧

ટમેટાં સમારેલા ૧

મેથી ની ભાજી સમારેલી ૧ કપ

મકાઇ બાફેલી ૧ કપ

પનીર ૧૦૦ ગ્રામ

હિંગ ચપટી

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

પાવ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો. એમ હિંગ અને જીરું ઉમેરો.

 

તતડે એટલે સમારેલા કેપ્સિકમ અને ટમેટાં ઉમેરો. સાંતડી લો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

પાણી ઉમેરવાની જરૂર નથી.

 

સમારેલી મેથી ની ભાજી અને બાફેલી મકાઇ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

૨ થી ૩ મિનિટ માટે ધીમા તાપે હલાવતા રહી પકાવો.

 

પનીર અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મીક્ષ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવો. પીરસતી વખતે, ઉપર ૧ ચમચી જેટલું ઓગળ્યાં વગરનું ઘી મુકો.

 

પાવ સાથે પીરસો.

 

સાથે સેકેલો પાપડ અને ઠંડી છાસ પીરસી, ભોજન સંપૂર્ણ બનાવો.

 

મુંબઈ ના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ, ભાજી પાવ નો, જરા હટકે સ્વાદ માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 3 Plates

Ingredients:

Ghee 1 tbsp

Capsicum chopped 1

Tomato chopped 1

Fenugreek Leaves chopped 1 cupContinue Reading

બીટ રૂટ રાયતું / Beetroot Raita

 

તૈયારી માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

દહી ૧ કપ

ફૂદીનો ૧ ટેબલ સ્પૂન

કેપ્સિકમ જીણું સમારેલું ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧ ટી સ્પૂન

સંચળ ચપટી

મીઠું સ્વાદ મુજબ

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

 

રીત :

બીટ રૂટ ને બ્લેંડર માં બ્લેન્ડ કરી પલ્પ બનાવી લો.

 

એક વાટકા માં દહી લો. એમાં બીટ રૂટ નો પલ્પ મીક્ષ કરો. દાડમ ના દાણા સિવાય બીજી બધી સામગ્રી મીક્ષ કરો.

 

દાડમ ના દાણા છાંટી સજાવો. મરી પાઉડર, ફૂદીનો ૨-૩ પત્તા, થોડી ધાણાભાજી છાંટો.

 

તાજું યા ફ્રીજમાં ઠંડુ કરેલું પીરસો.

 

લાલ ચટ્ટાક રાયતું, જોઈને જ મોઢામાં પાણી આવે એવું લાગે છે ને..!!!???

 

રોટલી, રોટલા, પરાઠા, થેપલા, ભાખરી..

દરેક સાથે સ્વાદની જમાવટ કરે એવું

એકદમ પૌષ્ટિક, આર્યન અને કેલ્સિયમ થી ભરપુર

બીટ રૂટ રાયતું..

Prep.5 min.

for 2 Persons

Ingredients:

Beetroot small chopped          1

Curd                                        1 cup

Fresh Mint Leaves                  1 tbsp

Capsicum                                1 tbspContinue Reading

error: Content is protected !!