રેડ ચીલી જામ / લાલ મરચાં નો જામ / Lal Marcha no Jam / Red Chilli Jam

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૩૦૦ ગ્રામ

 

સામગ્રી :

તાજા લાલ મરચા ૨૫૦ ગ્રામ

ખાંડ ૧૦૦ ગ્રામ

લીંબુ ૧

જીરું પાઉડર ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

રીત :

તાજા લાલ મરચા ને સમારી લો અને બધા જ બી કાઢી નાખો.

 

પ્રેશર કૂકર માં ૧ ગ્લાસ જેટલુ પાણી લો.

 

કાણા વાળી પ્લેટ કે કાણા વાળું બાઉલ, પ્રેશર કૂકર માં પાણીમાં મુકો.

 

એ પ્લેટ કે બાઉલમાં સમારેલા તાજા લાલ મરચા મુકો.

 

સીટી વગર જ પ્રેશર કૂકર ઢાંકી દો.

 

૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

પછી, સ્ટીમ કરેલા લાલ મરચા, પ્રેશર કૂકરમાંથી બહાર કાઢી લઈ, ઠંડા થવા થોડી વાર માટે રાખી મુકો.

 

પછી, મીક્ષરની જારમાં લઈ, એકદમ જીણા પીસી લઈ, પેસ્ટ તૈયાર કરી લો અને એક પૅન માં લઈ લો.

 

એમા ખાંડ ઉમેરો, બરાબર મીક્ષ કરો અને મધ્યમ તાપે મુકો. બળી ના જાય એ માટે થોડી થોડી વારે હલાવતા રહી પકાવો.

 

ઘાટુ થવા લાગે એટલે જીરું પાઉડર, લીંબુ નો રસ અને મીઠુ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા થોડી વાર માટે રાખી મુકો.

 

રેડ ચીલી જામ / લાલ મરચાં નો જામ તૈયાર છે. એર ટાઇટ બરણીમાં ભરી લો.

 

મનપસંદ ભજીયા, વડા સાથે પીરસો કે પછી પીઝા કે સેન્ડવિચ પર લગાવવા માટે ઉપયોગમાં લો.

Preparation time 5 minutes

Cooking time 20 minutes

Yield 300g

 

Ingredients:

Red Chilli Fresh 250g

Sugar 100g

Lemon Juice of 1 lemon

Cumin Powder 1 tbsp

Salt to taste

 

Method:

Chop Fresh Red Chilli in big pieces and remove seeds.

 

Take approx. 1 glass of water in a pressure cooker. Put a plate or bowl with holes in water in the pressure cooker. Put chopped Fresh Red Chilli in that bowl. Steam for approx. 15-20 minutes.

 

Remove steamed Red Chilli from pressure cooker and keep a side to cool off.

 

When cooled off, take in a wet grinding jar of mixer. Crush to fine paste.

 

Take prepared Red Chilli paste in a pan. Add Sugar and mix well.

 

Put the pan on medium flame and cook. Stir occasionally to prevent burning.

 

When it starts to thicken, add Cumin Powder, Lemon Juice and Salt. Mix well.

 

Remove the pan from the flame and keep a side to cool off.

 

Red Chilli Jam is ready.

 

Fill it in an airtight container.

 

Use it as dip with any fry or fritters or as spread to prepare Pizza or Sandwich or any such items.

 

 

Spice Up Your Pizza, Sandwich or Whatever

 

With

 

Fresh Red Chilli Jam.

error: Content is protected !!