લસણીયો રોટલો / Lasaniyo Rotlo / Garlic Rotla

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૩ ટેબલ સ્પૂન

લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

કેપ્સિકમ સમારેલા ૧/૨

ટમેટા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

દહી ૧ કપ

રોટલા ભુકો કરેલા ૨

લીલી ડુંગળી સમારેલી ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સજાવટ માટે ડુંગળી ની રિંગ અને સેકેલા મરચા

 

રીત :

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમા સમારેલા લસણ, ડુંગળી, કેપ્સિકમ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે સમારેલા ટમેટા ઉમેરો.

 

ટમેટા નરમ થઈ જાય એટલે હળદર, મીઠુ અને લાલ મરચું પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

પછી, દહી અને રોટલા નો ભુકો ઉમેરો. મધ્યમ તાપે પકાવતા બરાબર મિક્સ કરો.

 

પછી, સમારેલી લીલી ડુંગળી અને ધાણાભાજી ઉમેરો. મિક્સ કરતાં કરતાં હજી ૨ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.

 

તાજો અને ગરમ ગરમ પીરસો.

 

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લસણીયો રોટલો. કાઠીયાવાડ નું પોતીકું ભોજન.

 

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Oil 3 tbsp

Garlic chopped 2 tbsp

Onion chopped 1

Capsicum chopped ½

Tomato chopped 1

Turmeric Powder 1 ts

Salt to taste

Red Chilli Powder 2 ts

Curd 1 cup

Rotla (Millet flat bread) 2

(crushed)

Spring Onion chopped 2 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

 

Onion Rings and Roasted Green Chilli for garnishing.

 

Method:

Heat Oil in a pan on medium flame.

 

Add chopped Garlic, Onion and Capsicum.

 

When sautéed, add chopped Tomato.

 

When Tomato softens, add Turmeric Powder, Salt and Red Chilli Powder. Mix well.

 

Add Curd and crushed Rotla. Mix very well while continuing cooking on medium flame.

 

Add chopped Spring Onion and Fresh Coriander Leaves. Continue cooking while mixing for 2 more minutes.

 

Serve Fresh and Hot.

 

Enjoy Delicious and Healthy Garlic Rotla…

 

An Indigenous Kathiyawadi Meal…

લસણીયા બટેટા સેન્ડવિચ / Lasaniya Bateta Sandwich / Garlicious Potato Sandwich

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

બટેટી / નાના બટેટા બાફેલા ૧૦

લસણ ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ૨ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

ચીઝ ક્યુબ ૪

બ્રેડ સ્લાઇસ ૪

માખણ ૨ ટેબલ સ્પૂન

સાથે પીરસવા માટે તળેલા ભુંગરા

 

રીત :

મીક્ષરની જારમાં લસણ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ૧/૨ ટેબલ સ્પૂન જેટલુ તેલ અને મીઠુ લો. થોડું પાણી ઉમેરો અને પીસી લઈ, જરા ઢીલી ચટણી બનાવો. એક બાઉલમાં લઈ લો.

 

આ ચટણીમાં ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એમા, બાફેલી બટેટી ઉમેરો. બરાબર મિક્સ કરો. બટેટી છુંદાય ના જાય એ જોવું.

 

હવે, ૧ બ્રેડ સ્લાઇસ લો. એની એક બાજુ માખણ લગાવી દો.

 

એની ઉપર થોડી બટેટી ગોઠવી દો અને ૨ ચીઝ ક્યુબ મુકી દો.

 

બીજી ૧ બ્રેડ સ્લાઇસ લઈ, એની એક બાજુ માખણ લગાવી દો અને બ્રેડ સ્લાઇસ પર ગોઠવેલી બટેટીની ઉપર મુકી દો.

 

આ રીતે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લો.

 

પસંદ મુજબ નરમ કે આકરી ગ્રીલ કરી લો.

 

તળેલા ભુંગરા સાથે ગરમા ગરમ પીરસો.

 

વરસાદી મોસમમાં કશુંક તીખું તમતમતું અને મસાલેદાર ખાવાનું મન થાય છે ને..!!

 

લો, આ રહી લસણીયા બટેટા સેન્ડવિચ.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

Servings 2

 

Ingredients:

Baby Potato boiled 10

Garlic ¼ cup

Red Chilli Powder 2 tbsp

Coriander-Cumin Powder 1 ts

Oil 1 tbsp

Salt to taste

Fresh Coriander Leaves 2 tbsp

Cheese cubes 4

Bread slices 4

Butter 2 tbsp

 

Fried Fryums Pipes for serving.

 

Method:

Take in wet grinding jar of your mixer, Garlic, Red Chilli Powder, Coriander-Cumin Powder, ½ tbsp of Oil and Salt. Add little water. Grind to prepare somehow thin chutney.

 

Remove prepared chutney in a bowl.

 

Add ½ tbsp of Oil and Fresh Coriander Leaves. Mix well.

 

Add boiled Baby Potato and mix well. Please don’t mash Baby Potato.

 

Take 1 slice of Bread. Apply Butter on one side of it. Arrange some of prepared spiced Baby Potato on it. Put 2 cubes of Cheese on it. Apply Butter on 1 more slice of Bread and cover the stuff with it.

 

Repeat to prepare another set.

 

Grill the sandwich to soft or crunchy of your choice.

 

Serve Hot with Fried Fryums Pipes on a side of the plate.

 

Rain Want You to Eat Something Hot and Spicy…

 

Say Yessss…with…

 

Garlicious Potato Sandwich…

error: Content is protected !!