તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
રોટલી ૪
બટેટા બાફેલા અને છુંદેલા ૨
માખણ ૧ ટેબલ સ્પૂન
લસણની પેસ્ટ ૧ ટી સ્પૂન
ડુંગળી સમારેલી ૧
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
ધાણાભાજી ૧/૨ કપ
ટોમેટો કેચપ ૧/૨ કપ
મીઠું સ્વાદ મુજબ
માખણ, સેકવા માટે
ટૂથપિક
રીત :
એક પૅન માં માખણ ધીમા તાપે ગરમ કરો. એમાં લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો. સાંતડી લો.
એમાં બાફેલા અને છુંદેલા બટેટા, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
૧ ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચપ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
૧/૨ ટેબલ સ્પૂન જેટલી ધાણાભાજી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.
સપાટ તવો ગરમ કરો.
એના ઉપર એક રોટલી મુકો.
એ રોટલી ઉપર ટોમેટો કેચપ લગાવો અને તૈયાર કરેલા બટેટાના મિશ્રણનું પાતળું થર બનાવો.
એની ઉપર બીજી રોટલી મુકો.
એની ઉપરની બાજુ માખણ લગાવો અને તવા પર ઉલટાવો. ફરી, ઉપરની બાજુ માખણ લગાવો અને તવા પર ઉલટાવો. ધીમા તાપે બન્ને બાજુ કરકરી સેકી લો.
સેકાય જાય એટલે સર્વિંગ પ્લેટ પર લઈ લો.
એને ચોરસ ટુકડાઓમાં કાપી લો.
દરેક ટુકડામાં એક-એક ટૂથપિક ખુંચાડી દો.
દરેક ટુકડો ટોમેટો કેચપમાં જબોળો અને ધાણાભાજી થી કોટ કરી લો.
તરત જ પીરસો.
સરળ.. સ્વાદિષ્ટ.. રસીલી.. કોથમીર કી કલી..
Prep.15 min.
Cooking time 10 min.
for 2 Persons
Ingredients:
Roti 4
Potato boiled and mashed 2
Butter 1 tbspContinue Reading