મેક્સીકન મૅકરોની સલાડ / Mexican Macaroni Salad

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઓરેંજ સાલસા માટે :

ઓરેંજ જીણું સમારેલું ૧ કપ

ટમેટાં જીણા સમારેલા ૧/૨ કપ

ધાણાભાજી ૧/૪ કપ

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

હોટ ચીલી સૉસ ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

ડ્રેસિંગ માટે :

સૉર ક્રીમ ૪ ટેબલ સ્પૂન

મેયોનેઝ ૪ ટેબલ સ્પૂન

તબાસ્કો સૉસ ૧/૪ ટી સ્પૂન

મેક્સીકન સીઝનીંગ ૧/૨ ટી સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ઓરેંજ ઝેસ્ટ ૧/૮ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સલાડ માટે :

મૅકરોની ૧ કપ

રાજમા ૧ કપ

મકાઇ ૧/૨ કપ

ટમેટાં સમારેલા ૧

ડુંગળી સમારેલી ૧

લીલી ડુંગળી સમારેલી ૧

(થોડા પાંદડા પણ સમારવા)

ઓલિવ સમારેલા ૧ ટેબલ સ્પૂન

હેલોપેનો રીંગ ૧ ટેબલ સ્પૂન

નચોસ ચીપ્સ

 

રીત :

ઓરેંજ સાલસા માટે :

એક બાઉલમાં ઓરેંજ સાલસા માટેની બધી સામગ્રી લો. હળવે હળવે મીક્ષ કરો. ફ્રીજમાં રાખી દો.

 

ડ્રેસિંગ માટે :

એક બાઉલમાં ડ્રેસિંગ માટેની બધી સામગ્રી લો. બરાબર મીક્ષ કરો. એક બાજુ રાખી દો.

 

સલાડ માટે :

મૅકરોની, રાજમા અને મકાઇ અલગ અલગ બાફી લો.

 

બધામાંથી પાણી કાઢી લઈ અલગ અલગ રાખી દો.

 

એક બાઉલમાં બાફેલી મૅકરોની લો. એમાં તૈયાર કરેલું અડધું ડ્રેસિંગ ઉમેરો. બરાબર મીક્ષ કરો. એક બાજુ રાખી દો.

 

બીજા એક બાઉલમાં બાફેલા રાજમા લો.

 

એમાં સમારેલા ટમેટાં, ડુંગળી, લીલી ડુંગળી, ઓલિવ અને હેલોપેનો ઉમેરો.

 

રાજમા છૂંદાય ના જાય એ કાળજી રાખી બધુ બરાબર મીક્ષ કરી દો.

 

એમાં બાફેલી મકાઇ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ડ્રેસિંગ માટેનું બાકીનું મિશ્રણ ઉમેરો. ધીરે ધીરે, ઉપર-નીચે ફેરવીને બધુ બરાબર મીક્ષ કરો. એક બાજુ રાખી દો.

 

એક સર્વિંગ પ્લેટ સ્ટરીલાઇઝ કરી લો.

 

એ પ્લેટ પર, તૈયાર કરેલું મૅકરોની નું મિશ્રણ પાથરી દો.

 

એની ઉપર, તૈયાર કરેલું રાજમાનું મિશ્રણ પાથરી દો.

 

એની ઉપર, ફ્રીજમાં રાખેલું ઓરેંજ સાલસા પાથરી દો.

 

એની ઉપર થોડી નચોસ ચીપ્સ મુકી સજાવો.

 

તાજગીભર્યો સ્વાદ માણવા તરત જ પીરસો.

 

મસ્ત મજાનાં મેક્સીકન મૅકરોની સલાડ ની મજા માણો.

 

Prep.20 min.

Cooking time 30 min.

for 4 Persons

Ingredients:

For Orange Salsa:

Orange finely chopped 1 cup

Tomato finely chopped ½ cup

Fresh Coriander Leaves ¼ cup

Tomato Ketchup 1 tbsp

Hot Chilli Sauce 1 ts

Chilli Flakes ½ ts

Oregano ½ ts

Cumin Powder ½ ts

Salt to taste

For Dressing:

Sour Cream 4 tbsp

Mayonnaise 4 tbsp

Tabasco Sauce ¼ ts

Mexican Seasoning ½ ts

Tomato Ketchup 1 tbsp

Cumin Powder ½ ts

Black Pepper Powder ½ ts

Orange Zest 1/8 ts

Salt to taste

For Salad:

Macaroni 1 cup

Kidney Beans 1 cup

Corn ½ cup

Tomato chopped 1

Onion chopped 1

Spring Onion chopped 1

(include little chopped leaves of Spring Onion)

Olives chopped 1 tbsp

Jalapeno chopped rings 1 tbsp

Corn Chips for garnishing

Method:

For Orange Salsa:

Take all listed ingredients for Orange Salsa in a bowl. Toss to mix well. Keep in refrigerator.

For Dressing:

Take all listed ingredient for Dressing in a bowl. Mix well. Keep it a side to use later.

For Salad:

Boil Macaroni, Kidney Beans and Corn separately. Strain the water from all and keep separately.

Take boiled Macaroni in a bowl. Add half of prepared Dressing. Mix well and keep a side.

Take boiled Kidney Beans in another bowl. Add chopped Tomato, Onion, Spring Onion, Olives and Jalapeno. Mix well slowly taking care of not crushing Kidney Beans. Add boiled Corn. Mix well again. Add remaining mixture for Dressing. Turn over the stuff slowly to mix well.

Sterilise a serving plate.

Put prepared Macaroni mixture spreading on the serving plate.

Put prepared Kidney Beans mixture spreading on it.

Put refrigerated Salsa spreading on it

Garnish with some Corn Chips.

Serve immediately to enjoy fresh taste.

Make Your Meal with Mind blowing Mexican Macaroni Salad. 5��wV

error: Content is protected !!