મગ ની દાળ ના ઘૂઘરા / સ્ટીમ કરેલા ઘૂઘરા / Green Gram Farre / Steamed Farre

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧/૨ કપ

રવો / સૂજી ૧/૪ કપ

ચોખા નો લોટ ૧/૨ કપ

તેલ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

મગ દાળ પીળી ૧ કપ

(કમ સે કમ ૧ કલાક પલાળેલી)

આદુ નાનો ટુકડો ૧

લીલા મરચાં ૩

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

તજ પાઉડર ચપટી

લવિંગ પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૨ ટી સ્પૂન

તાજું નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨-૩

તલ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો, રવો અને ચોખા નો લોટ મીક્ષ કરો.

 

એમાં તેલ, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરતા જઇ, જરા નરમ લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

મીક્ષરની જારમાં, મગ ની પીળી દાળ, આદુ અને લીલા મરચાં લો. એકદમ જીણું પીસી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં ખાંડ, લીંબુ નો રસ, તજ પાઉડર, લવિંગ પાઉડર, ગરમ મસાલો, મીઠું, ધાણાભાજી અને ખમણેલું તાજું નારિયળ ઉમેરો. બધુ બરાબર મીક્ષ કરી લો. પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બાંધેલા લોટમાંથી નાની નાની પૂરીઓ વણી લો.

 

એક પછી એક, દરેક પુરી પર, વચ્ચે, ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો.

 

પુરીના છેડા વાળી ઘૂઘરા / ગુજીયા નો આકાર આપો. પુરીના છેડા ચોંટાડી દો.

 

ઘૂઘરા ના મોલ્ડ થી ઝડપથી બધા ઘૂઘરા તૈયાર થઈ શકશે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો અને સ્ટીમર ની પ્લેટ મુકી દો. પાણી ગરમ થી જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરની પ્લેટ પર ગોઠવી દો. બધા ઘૂઘરા અલગ અલગ રાખવા, એક-બીજા ની ઉપર ના મૂકવા.

 

બધા ઘૂઘરા બરાબર સ્ટીમ થઈ જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરમાંથી કાઢી એક પ્લેટ પર મુકી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ, લીમડો, સૂકા લાલ મરચાં અને તલ ઉમેરો.

 

તતડે એટલે એમાં સ્ટીમ કરેલા બધા ઘૂઘરા ઉમેરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરો.

 

મીઠું ઉમેરતી વખતે યાદ રાખો કે ઘૂઘરા ની અંદર પુરણમાં પણ મીઠું છે અને એ હિસાબે મીઠાનું પ્રમાણ ઉમેરવું.

 

ઘૂઘરા તૂટી ના જાય એ કાળજી રાખી બધા ઘૂઘરા ઉપર-નીચે ફેરવી મસાલામાં બરાબર મીક્ષ કરો.

 

પૅન ના તળીયે મસાલા અને ઘૂઘરા બળી ના જાય એ માટે સતત ધીમા તાપે જ પકાવો.

 

આશરે ૨ થી ૩ મિનિટ લાગશે.

 

કેચપ અથવા ઘરે બનાવેલી કોઈ પણ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

તળેલા ઘૂઘરા પેટમાં બહુ ભારી લાગે છે ને..!!!

 

લો આ રહ્યા હળવાફૂલ ઘૂઘરા.. સ્ટીમ કરેલા ઘૂઘરા..

 

Prep.15 min.

Cooking time 20 min.

Qty. 4 Plates

Ingredients:
For Dough:
Refined White Wheat Flour ½ cup
Semolina ¼ cupContinue Reading

error: Content is protected !!