કાંદા પોહા / Kanda Poha / Onion Poha

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પોહા / પૌવા ૧ કપ

હળદર ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં ૧

લીમડો ૫

લીલા મરચાં ૧

ડુંગળી જીણી સમારેલી ૧

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સીંગદાણા, સેવ, દાડમ ના દાણા સજાવટ માટે

દહી

 

રીત :

એક બાઉલમાં પોહા લો.

 

૨ ગ્લાસ જેટલું પાણી નાખી પોહા ધોઈ અને પાણી કાઢી નાખો. ૫ મિનિટ માટે પોહા એક બાજુ રાખી મુકો.

 

હવે પોહા માં, મીઠું, હળદર અને ખાંડ ઉમેરો અને પોહા સાથે બરાબર મીક્ષ કરી દો. પોહા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, સૂકા લાલ મરચાં અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે જીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરો અને સાંતડો.

 

મીઠું અને હળદર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હવે આમાં, પોહા ઉમેરી બરાબર મીક્ષ કરી દો. પોહા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

પૅન ઢાંકી દો અને ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

લીંબુ નો રસ, ધાણાભાજી અને સીંગદાણા ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

સેવ અને દાડમ ના દાણા છાંટી સજાવો.

 

દહી સાથે તાજા જ પીરસો.

 

જ્યારે પણ ભુખ લાગે ત્યારે..

સંતોષ થાય એવો..

હળવોફૂલ નાસ્તો.. કાંદા પોહા..

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 2 persons

 

Ingredients:

Poha (Flattened Rice) 1 cup

Turmeric Powder 1 ts

Sugar 2 ts

Salt to taste

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Dry Red Chilli 1

Curry Leaves 5

Green Chilli 1

Onion finely chopped 1

Lemon ½

Fresh Coriander Leaves 1 tbsp

Peanuts, Sev (Gram Vermicelli), Pomegranate granules for garnishing

Curd for serving

 

Method:

Take Poha in a bowl.

 

Add 2 glasses of water and wash. Remove water. Leave Poha a side for 5 minutes.

 

Add Salt, Turmeric Powder and Sugar and mix well with Poha taking care of not mashing Poha.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Dry Red Chilli and Curry Leaves.

 

When crackled, add finely chopped Onion, Green Chilli and sauté.

 

Add Salt and Turmeric Powder and mix.

 

Add Poha and mix well taking care of not mashing Poha.

 

Cover the pan with a lid and cook on low flame for 2-3 minutes.

 

Switch off the flame.

 

Add Lemon Juice, Fresh Coriander Leaves and Peanuts. Mix well.

 

Sprinkle Sev and Pomegranate granules to garnish.

 

Serve fresh with Curd.

 

Have Light and Satisfying Snack anytime.

આલુ પૌવા ચણા ચેવડો / નાગપુરી તરી Alu Poha Chana Chevdo / Nagpuri Tarri

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૧

સૂકા લાલ મરચા ૨

અજમા ૧/૨ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

ચણા બાફેલા ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

આમલી નું પાણી ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

આલુ પૌવા, પીરસવા માટે

પૌવા નો ચેવડો, પીરસવા માટે

 

વરહાદી મસાલો ૧ ટી સ્પૂન

(વરહાદી મસાલો : બાદીયા ૧૦ ગ્રામ, સૂકા લાલ મરચા ૧૨૫ ગ્રામ, ધાણા ૨૫૦ ગ્રામ, તમાલપત્ર ૧૨૫ ગ્રામ, મરી ૫૦ ગ્રામ, જીરું ૫૦ ગ્રામ, કલોંજી ૧૦ ગ્રામ, લવિંગ ૧૦ ગ્રામ, તજ ૧૦ ગ્રામ, દગડફૂલ ૫૦ ગ્રામ, મેથી ૨૫ ગ્રામ, ખસખસ ૨૫ ગ્રામ, મોટી એલચી ૫૦ ગ્રામ, જાવંત્રી ૧૦ ગ્રામ. આ બધા મસાલા નો સુકવીને બનાવેલો પાઉડર).

 

રીત :

એક કડાઈમાં માં તેલ ગરમ કરો. એમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા, અજમા, રાય, હિંગ ઉમેરો. તતડી જાય એટલે બાફેલા ચણા ઉમેરીને બરાબર મીક્ષ કરો. મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું અને વરહાદી મસાલો ઉમેરીને મીક્ષ કરો. આમલીનું પાણી નાખો ને બરાબર મીક્ષ કરો. ૫-૭ મિનિટ સુધી મધ્યમ તાપે પકાવો. થોડી થોડી વારે હલાવતા રેવું. ધાણાભાજી મીક્ષ કરો. કડાઈ તાપ પરથી ઉતારી લો.

 

એક પ્લેટ માં આલુ પૌવા લો. એની ઉપર તૈયાર કરેલું ચણા નું મિશ્રણ પાથરી દો. એની ઉપર પૌવા ચેવડો છાંટી દો.

 

સ્વાદ ની તાજગી માણવા માટે તરત જ પીરસો.

 

સવાર હોય કે સાંજ ..

નાગપુરી તરી પૌવા ના નાસ્તા ની માણો મોજ..

Preparation time 10 minutes

Cooking time 30 minutes

For 2 Persons

Ingredients:

Oil 2 tbsp

Cinnamon Leaves 1

Dry Red Chilli 2

Carom Seeds ½ ts

Mustard Seeds ½ ts

Asafoetida Powder Pinch

Brown Chickpeas boiled 1 cup

Salt to taste

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ ts

Coriander-Cumin Powder 1 ts

Tamarind Water 1 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

 

Alu-Poha (Potato-Flattened Rice) for serving

Poha Chevdo for serving

 

Varhadi Masala 1 ts

 

(Varhadi Masala : Star Anise 10 gm, Dry Red Chilli 125 gm, Dry Coriander Granules 250 gm, Cinnamon Leaves 125 gm, Black Pepper Granules 50 gm, Cumin Seeds 50 gm, Caraway Seeds 10 gm, Clove Buds 10 gm, Cinnamon 10 gm, Black Stone Flowers (Dagad Phool / Kalpasi / Chabila) 50 gm, Fenugreek 25 gm, Poppy Seeds 25 gm, Large Cardamom 50 gm, Mace Blades 10 gm. Dried and ground powder of all these listed spices)

 

Method:

Heat Oil in a pan. Add Cinnamon Leaves, Dry Red Chilli, Carom Seeds, Mustard Seeds and Asafoetida Powder. When spluttered, add boiled Brown Chickpeas and mix well. Add Salt, Red Chilli Powder, Turmeric Powder and Coriander-Cumin Powder and Varhadi Masala. Mix well. Add Tamarind Water and mix well. Continue cooking on medium flame for 5-7 minutes. Stir occasionally. Add Fresh Coriander Leaves and mix well. Remove the pan from the flame.

 

Take Alu-Poha on a serving plate. Spread prepared Chickpeas mixture. Sprinkle Poha Chevdo.

 

Serve immediately for fresh taste.

 

 

Morning or Afternoon…

 

Snacking with Nagpuri Tarri Poha…

ઓનિયન સમોસા / ડુંગળી ના સમોસા / Onion Samosa / Dungri na Samosa

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ સમોસા

 

સામગ્રી :

પડ માટે :

ઘઉ નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

તેલ ૧-૨ ટી સ્પૂન

પાણી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

ડુંગળી જીણી સમારેલી ૪

પોહા / પૌવા ૧ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન

ચાટ મસાલો ૧/૪ ટી સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

ધાણાભાજી ૨ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

મેંદો ૨-૩ ટી સ્પૂન

 

રીત :

પડ માટે :

એક બાઉલમાં ઘઉ નો લોટ, મેંદો અને મીઠું મીક્ષ કરો. એમાં ૧-૨ ટી સ્પૂન જેટલું તેલ મીક્ષ કરો.

 

ધીરે ધીરે પાણી ઉમેરી લોટ બાંધી લો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

બાંધેલા લોટમાંથી આછા પડ વણી લો અને ધીમા-મધ્યમ તાપે અધકચરા સેકી લો.

 

બધા પડ અલગ કરી, વચ્ચેથી કાપી ૨ ટુકડામાં કાપી લો.

 

બધા ટુકડા એક ભીના કપડામાં વિટાળી એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

પુરણ માટેની બધી સામગ્રી એક બાઉલમાં લઈ બરાબર મીક્ષ કરી લો.

 

પકાવવાની જરૂર નથી. એક બાજુ રાખી દો.

 

સમોસા માટે :

૨ થી ૩ ટી સ્પૂન જેટલો મેંદો એક વાટકીમાં લો. એમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

 

પડ નો ૧ ટુકડો લો.

 

એની વચ્ચે ૧ થી ૨ ટી સ્પૂન જેટલું પુરણ મુકો.

 

પડ ના છેડા વાળી, પુરણ રેપ્ થઈ જાય એ રીતે ત્રિકોણ આકાર આપો. મેંદાની પેસ્ટ વડે છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

બધા સમોસા બરાબર તળી લો. પસંદ પ્રમાણે આછા ગુલાબી કે જરા આકરા તળી લો.

 

બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા સમોસા તેલમાં ઉલટાવો.

 

કેચપ, ચીલી સૉસ કે ઘરે બનાવેલી કોઈ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

સમોસામાં ડુંગળીના તમતમાટ ની મજા લો.

 

Prep.20 min.

Cooking time 15 min.

Yield 12 Samosa

Ingredients:

For Outer Layer :

Whole Wheat Flour ½ cup,

Refined White Wheat Flour (Maida) ½ cup,

Oil 1 to 2 tsContinue Reading

error: Content is protected !!