પાનોરી / Panori

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મગ ની છડી દાળ પલાળેલી ૧ કપ

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

હીંગ ચપટી

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે તેલ અને મેથીયો મસાલો

 

રીત :

પલાળેલી મગ ની છડી દાળ, મીક્ષરની જારમાં લો અને એકદમ જીણી પીસી લો. પછી, એક બાઉલમાં લઈ લો.

 

એમા આદુ-મરચા ની પેસ્ટ, મીઠુ, હીંગ, ધાણાભાજી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

એક કડાઈમાં પાણી લો અને ઊંચા તાપે ઉકાળવા મુકો.

 

એ દરમ્યાન, મગ ની છડી દાળના મીશ્રણનું પાતળું થર, એક સમથળ પ્લેટ ઉપર પાથરી દો.

 

કડાઈમાં પાણી ઉકળવા લાગે એટલે કડાઈમાં, એ પ્લેટ ઉંધી મુકી દો અને વરાળથી પાકવા દો. અંદાજે ૫ ૫ થી ૭ મિનિટ લાગશે.

 

સ્ટીમ થઈ જાય પછી, પ્લેટમાંથી તવીથા વડે, સ્ટીમ થયેલું થર કાઢી લો અને સીધું જ સર્વિંગ પ્લેટ પર મુકી દો.

 

એની બાજુમાં, સર્વિંગ પ્લેટ પર થોડુ તેલ અને મેથીયો મસાલો મુકો.

 

અસલ સ્વાદ ની મજા માટે તરત જ પીરસો.

 

ગુજરાતી વાનગીઓને અનહેલ્થી તરીકે બદનામ ના કરો.

 

આ રહી એકદમ હેલ્થી, સંતોષકારક અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી, પાનોરી.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 4 Persons

 

Ingredients:

Skinned and Split Green Gram soaked 1 cup

Ginger-Chilli Paste 1 ts

Salt to taste

Asafoetida Pinch

Fresh Coriander Leaves 1 tbsp

 

Oil and Methiyo Masala for serving

 

Method:

Take soaked Skinned and Split Green Gram in a wet grinding jar of mixer. Crush it fine.

 

Remove it in a bowl.

 

Add Ginger-Chilli Paste, Salt, Asafoetida and Fresh Coriander Leaves. Mix well.

 

Take water in a Kadai and put it on high flame to boil.

 

Meanwhile, spread prepared mixture in a flat plate making a very thin layer.

 

Put the plate facing down above boiling water to cook it with steam. It may take 5 to 7 minutes.

 

Use flat spoon to remove steamed layer from the plate.

 

Put it direct on a serving plate.

 

Serve along with Oil and Methiyo Masala a side on the plate.

 

Serve immediately for its best taste.

 

Not to Blame Gujarati Food as Unhealthy Always…

 

Here is a Very Healthy and Still Satisfying and Delicious Gujarati Food…Panori…

દાલ પંડોલી / Dal Pandoli

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તુવેરદાળ પલાળેલી ૧ કપ

પાલક ૧૦૦ ગ્રામ

લીલું લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન

મરચા સમારેલા ૨

આદુ ખમણેલો ૧ ટેબલ સ્પૂન

દહી ૧/૨ કપ

હિંગ ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ફ્રૂટ સોલ્ટ (ઈનો) ૧ ટી સ્પૂન

 

સાથે પીરસવા માટે લીલી ચટણી

 

રીત :

મીક્ષરની જારમાં પલાળેલી તુવેરદાળ, પાલક, સમારેલું લીલું લસણ, મરચા, ખમણેલો આદુ અને દહી લો. હાઇ સ્પીડમાં મીક્ષર ફેરવી એકદમ જીણું પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમા હિંગ, મીઠુ અને ફ્રૂટ સોલ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરી. પંડોલી માટેનું મિક્સચર તૈયાર છે.

 

સ્ટીમરની પ્લેટ પર એક સાફ કપડુ (કોટન નું સફેદ હોય તો એ જ લેવું) ગોઠવી દો અને સ્ટીમરમાં પાણી ઉકાળવા મુકો.

 

પાણી ઉકળવા લાગે એટલે સ્ટીમરની પ્લેટ પરના કપડા પર ૧ ટેબલ સ્પૂન જેટલુ પંડોલી માટેનું મિક્સચર મુકો. સ્ટીમરની પ્લેટ પર સમાય એટલી પંડોલી મુકી દો. એકબીજાને અડે નહીં એ રીતે બધી પંડોલી ગોઠવવી.

 

પછી, સ્ટીમરને ઢાંકી દો અને આશરે ૧૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

બરાબર સ્ટીમ થઈ જાય એટલે સ્ટીમરમાંથી બધી પંડોલી કાઢી લઈ એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો. પંડોલી તુટી ના જાય એ કાળજી રાખો.

 

ઘરે બનાવેલી લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

 

ખાવાના શોખીન ગુજ્જુની (ગુજરાતીની), ડાયેટ માટે એકદમ અનુકૂળ વાનગી, દાલ પંડોલી.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 4 Persons

 

Ingredients:

Skinned and Split Pigeon Peas (soaked) 1 cup

Spinach 100 gm

Spring Garlic chopped 1 tbsp

Green Chilli chopped 2

Ginger grated 1 tbsp

Curd ½ cup

Asafoetida Powder 1 ts

Salt to taste

Fruit Salt 1 ts

 

Green Chutney for serving

 

Method:

In a wet grinding jar of your mixer, take soaked Skinned and Split Pigeon Peas, Spinach, chopped Spring Garlic and Green Chilli, grated Ginger and Curd. Crush to fine texture. Remove it in a bowl.

 

Add Asafoetida Powder, Salt and Fruit Salt. Mix well. Pandoli mixture is ready.

 

Put a clean and preferably white cloth on a steamer plate and boil water in the steamer. When water starts to boil, put 1 spoonful of Pandoli mixture on the cloth on steamer plate. Put number of Pandoli as per the size of steamer plate. Cover the steamer with a lid and steam it for approx 10 minutes.

 

Remove steamed Pandoli from the cloth taking care of not breaking.

 

Serve Fresh and Hot with homemade Green Chutney.

 

Amazing Food from Foodie Gujjus (Gujarati)…

 

                                                Diet Friendly Dal Pandoli…

દાલ બાફલા / Dal Bafla

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

બાફલા માટે :

ઘઉ નો લોટ ૧ કપ

મકાઇ નો લોટ ૧/૪ કપ

રવો / સુજી ૨ ટેબલ સ્પૂન

ઘી ૩ ટેબલ સ્પૂન

અજમા ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

દહી ૨ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

બાફલા જબોળવા માટે ઓગાળેલું ઘી

 

દાલ માટે :

મગ ની છડી દાળ ૧/૪ કપ

તુવેરદાળ ૧/૪ કપ

મગ ની ફોતરાવાળી દાળ ૨ ટેબલ સ્પૂન

ચણા દાળ ૨ ટેબલ સ્પૂન

અડદ દાળ ૨ ટેબલ સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

લીમડો ૧૦ પાન

ટમેટા સમારેલા ૨

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ધાણાભાજી

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે :

ડુંગળી ની ગોળ સ્લાઇસ

ઘરે બનાવેલી લસણ ની ચટણી

સેકેલો પાપડ

 

રીત :

૧ કપ જેટલુ પાણી હુંફાળું ગરમ કરી લો અને એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં ઘઉ નો લોટ, મકાઇ નો લોટ અને રવો લો.

 

એમા અજમા, સોડા-બાય-કાર્બ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, દહી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હુંફાળું પાણી, જરૂર મુજબ થોડું થોડું ઉમેરી, કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

દરેક બોલની ઉપર અંગુઠો દબાવી નાનો ખાડો કરી લો.

 

એક તપેલામાં ૫ થી ૬ કપ જેટલુ પાણી લો અને મધ્યમ તાપે મુકો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમા, તૈયાર કરેલા બધા બોલ ઉમેરી દો અને મધ્યમ તાપે ઉકાળવાનું ચાલુ રાખો. ઝડપથી ઉકાળવા માટે તપેલું અડધું ઢાંકી રાખો.

 

બોલ, પાણીની ઉપર તરવા લાગે એટલે તાપ પરથી તપેલું હટાવી લો અને તરત જ પાણીમાંથી બધા બોલ બહાર કાઢી લઈ, સાફ અને કોરા કપડા (કોટન નું હોય તો એ જ લેવું) પર છુટા છુટા મુકી દો.

 

સુકાવા અને ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

ઓવન ને પ્રી-હીટ કરી લો.

 

બધા બોલને ૨૦૦° પર ૨૦ મિનિટ માટે બૅક કરી લો.

 

બૅક કરીને ઓવનમાંથી બહાર કાઢીને તરત જ બધા બોલને ઓગાળેલા ઘીમાં જબોળી, એક બાજુ રાખી દો.

 

દાલ માટે :

કમ સે કમ ૨ કલાક માટે, બધી જ દાળને એકીસાથે પલાળી દો.

 

પછી, બધુ જ પાણી કાઢી નાખો અને એક પ્રેશર કૂકર માં લઈ લો.

 

એમા હળદર, મીઠુ અને ૧/૨ કપ જેટલુ પાણી ઉમેરી, ૩ સીટી જેટલુ પ્રેશર કૂક કરી લો.

 

ઠંડુ થવા માટે થોડી વાર પ્રેશર કૂકર રાખી મુકો.

 

એક પૅન માં ૨ કપ જેટલુ પાણી લો અને મધ્યમ તાપે મુકો.

 

પાણી ગરમ થઈ જાય એટલે એમા, લસણ ની પેસ્ટ, લીમડો, લાલ મરચું પાઉડર, હળદર, મીઠુ અને સમારેલા ટમેટા ઉમેરો.

 

ટમેટા નરમ થઈ જાય એટલે પ્રેશર કૂક કરેલી બધી દાળ ઉમેરો અને ૪ થી ૫ મિનિટ માટે મધ્યમ તાપે ઉકાળો. પછી તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી, લીંબુ નો રસ અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં, તૈયાર કરેલી દાળ લો.

 

એક સર્વિંગ પ્લેટ પર, તૈયાર કરેલા બાફલા લો.

 

દાળ અને બાફલા પીરસો.

 

સાથે ડુંગળી ની ગોળ સ્લાઇસ, ઘરે બનાવેલી લસણ ની ચટણી અને સેકેલો પાપડ પણ પીરસો.

 

ભારત દેશના હ્રુદયસમા રાજ્ય, મધ્ય પ્રદેશથી આવેલી એક વધુ વાનગી, દાલ બાફલા.

Preparation time 10 minutes

Cooking time 30 minutes

For 2 Persons

 

Ingredients:

For Bafla:

Whole Wheat Flour 1 cup

Corn Flour ¼ cup

Semolina 2 tbsp

Ghee 3 tbsp

Carom Seeds 1 ts

Soda-bi-Carb Pinch

Curd 2 tbsp

Salt to taste

Melted Ghee for dipping Bafla

For Dal:

Skinned and Split Green Gram ¼ cup

Skinned and Split Pigeon Peas ¼ cup

Split Green Gram 2 tbsp

Skinned and Split Chickpeas 2 tbsp

Skinned and Split Black Gram 2 tbsp

Garlic Paste 1 ts

Curry Leaves 10

Tomato chopped 2

Red Chilli Powder 2 ts

Turmeric Powder 1 ts

Salt to taste

Fresh Coriander Leaves

Lemon Juice 1 tbsp

 

Onion round slices, homemade Garlic Chutney and Roasted Papadam for serving.

 

Method:

Lukewarm 1 cup of water and keep a side.

 

Take Whole Wheat Flour, Corn Flour and Semolina in a bowl. Add Carom Seeds, Soda-bi-Carb and Salt. Mix well. Add Ghee and mix well. Add Curd and mix well. Knead stiff dough adding lukewarm water gradually as needed.

 

Make number of small balls of prepared dough. Press thumb on each ball to make pit shape on them.

 

Take 5-6 cups of water in a saucepan and put it on medium flame. When water starts to boil, add prepared balls in it and continue boiling on medium flame. Partially cover the pan with a lid to cook faster. When balls starts to float on the surface of water in the pan, remove the pan from flame and immediately remove balls out of water and put them on a clean dry cloth, preferably white cotton cloth. Make sure to keep all balls separate to prevent sticking with each other.

 

Leave them to dry and cool down.

 

Preheat oven. Bake boiled balls for 20 minutes at 200°.

 

Immediately after baking, dip all balls in melted Ghee.

 

Bafla are ready. Keep a side to serve later with Dal.

 

For Dal:

Soak all listed varieties of Split Gram altogether for approx 2 hours.

 

Then, remove water and mix Turmeric Powder and Salt and boil in pressure cooker with ½ cup of water up to 3 whistles. Let pressure cooker cool down before opening.

 

Take 2 cups of water in a pan and put on medium flame. When it becomes hot, add Garlic Paste, Curry Leaves, Red Chilli Powder, Turmeric Powder, Salt and chopped Tomato. When Tomato pieces are cooked, add boiled mix Split Grams and continue boiling on medium flame for 4-5 minutes. Then remove from flame.

 

Add Lemon Juice and Fresh Coriander Leaves and mix well.

 

Take prepared Dal in a serving bowl.

 

Take prepared Bafla in a serving plate.

 

Serve Dal and Bafla with Onion round slices, homemade Garlic Chutney and Roasted Papadam.

 

Enjoy another piece of food varieties originated from the Heart of India…Madhya Pradesh…

થાળી / દાળ ભાત / Thali / Full meal / Dal Bhat / Dal Rice

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

દાળ માટે :

તુવેરદાળ ૧/૨ કપ

(કમ સે કમ ૧ કલાક પલાળેલી)

ઘી ૧/૨ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટેબલ સ્પૂન

કોકમ પલાળેલા ૫

ટમેટાં જીણા સમારેલા ૧

તેલ ૧ ટેબલ સ્પૂન

મેથી દાણા ૧/૪ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ૧/૪ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં ૧

લીમડો ૬-૭ પાન

આદું ખમણેલો ૧ ટી સ્પૂન

મરચાં જીણા સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

ભાત માટે :

ચોખા ૧/૨ કપ

(ધોઈને ૧૦ મિનિટ માટે પલાળેલા)

ઘી ૧ ટી સ્પૂન

 

સાથે પીરસવા માટે મરચાં

 

રીત:

દાળ (ગુજરાતી / કાઠિયાવાડી રીતે) :

એક પ્રેશર કૂકર માં પલાળેલી તુવેરદાળ લો.

 

એમાં ઘી, હળદર, મીઠું અને ૧ કપ જેટલું પાણી ઉમેરો.

 

૪ સીટી જેટલું પ્રેશર કૂક કરો. કમ સે કમ ૫ મિનિટ માટે પ્રેશર કૂક ઠંડુ થવા માટે રાખી મુકો.

 

પછી, પ્રેશર કૂક કરેલી દાળ બ્લેંડર વડે એકદમ પીસી લો. દાળના દાણા જરા પણ ના રહે એટલી પીસી લો.

 

પછી એમાં લાલ મરચું પાઉડર, ગોળ, પલાળેલા કોકમ અને જીણા સમારેલા ટમેટાં ઉમેરો અને બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં મેથી દાણા, રાય, જીરું, હિંગ, સુકા લાલ મરચાં, લીમડો, ખમણેલો આદું અને જીણા સમારેલા મરચાં ઉમેરો.

 

તતડે એટલે તરત જ આ વઘાર દાળમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો.

 

પછી, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો અને ઊંચા તાપે ૫ મિનિટ માટે ઉકાળો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ભભરાવો.

 

પીરસવા માટે દાળ તૈયાર છે. ગરમા ગરમ પીરસવી.

 

ભાત માટે :

એક પૅન માં ૨ ગ્લાસ જેટલું પાણી લો. ઊંચા તાપે ઉકાળવા માટે મુકો.

 

પલાળેલા ચોખામાંથી પાણી કાઢી નાખો અને ઉકળતા પાણીમાં ચોખા અને ઘી ઉમેરો.

 

તાપ મધ્યમ રાખો.

 

ચોખા બરાબર પાકી જાય એટલે બધુ જ પાણી કાઢી લો. પીરસવા માટે ભાત તૈયાર છે.

 

તાજા જ બનાવેલા ભાત, ગરમા ગરમ દાળ સાથે પીરસો.

 

સ્વાદ ની વધારે મજા માનવ માટે, સાથે કાચા અથવા તળેલા મરચાં પીરસો.

 

એક પરંપરાગત અસલી ગુજરાતી ડીશ, દાળ-ભાત.

 

આ ડીશમાં છે, તંદુરસ્તી માટે જરૂરી એવા લગભગ બધા જ ઓસડીયા, ભરપુર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ.

 

એક ડીશમાં, એક વાનગીમાં, એક ભોજનમાં, આનાથી વધારે આપણને શું મળી શકે!?

Preparation time 5 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

For Dal:

Split Pigeon Peas soaked for 1 hour ½ cup

Ghee ½ ts

Turmeric Powder ½ ts

Salt to taste

Red Chilli Powder 1 ts

Jaggery 1 tbsp

Kokum soked 5

Tomato fine chopped 1

Oil 1 tbsp

Fenugreek Granules ¼ ts

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder ¼ ts

Dry Red Chilli 1

Curry Leaves 6-7

Ginger grated 1 ts

Green Chiili fine chopped 1

Fresh Coriander Leaves 1 tbsp

 

For Rice:

Rice washed and soaked for 10 minutes ½ cup

Ghee 1 ts

 

Green Chilli for serving

 

Method:

For Dal (Gujarati / Kathiyawadi style):

 

Take soaked Split Pigeon Peas in a pressure cooker.

 

Add Ghee, Turmeric Powder, Salt and 1 cup Water.

 

Pressure cook to 4 whistles. Leave pressure cooker to cool off for 5 minutes.

 

Blend it very well.

 

Mix Red Chilli Powder, Jaggery, Kokum and fine chopped Tomato.

 

Heat Oil in a pan. Add Fenugreek Granules, Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder, Dry Red Chilli, Curry Leaves, grated Ginger and fine chopped Green Chiili. When spluttered, add this to prepared Dal and mix well.

 

Add Salt and water as needed and boil on high flame for 5 minutes.

 

Remove it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

It is ready to serve.

 

Serve hot.

 

For Rice:

Take 2 glasses of water in a pan. Put it on high flame to boil.

 

Drain water from soaked Rice.

 

Add Rice and Ghee in boiling water.

 

Reduce flame to medium.

 

When Rice is cooked well, strain it.

 

Serve freshly cooked Rice with Hot Dal.

 

Serve Fresh or Fried Green Chilli a side to add taste.

 

This is Traditional and Authentic Gujarati Dish…

 

Which is even Pet Name of Gujarati…DAL-BHAT

 

Almost all Needful Herbs are there, Full of Protein, Full of Carbo-hydrates…

What More Can We Expect from a Single Dish…!!!

દાલ કા કચ્ચ / Dal ka Kachch

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પકોડી માટે :

ચણા દાળ ૧ ૧ કપ

(પલાળેલી અને પીસેલી)

મસૂદ દાળ ૧/૪ કપ

(પલાળેલી અને પીસેલી)

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

લીલા મરચા જીણા સમારેલા ૨

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

ગ્રેવી માટે :

રાયનું તેલ ૧ ટેબલ સ્પૂન

પાંચ ફોરન ૧ ટી સ્પૂન

(મેથી, વરીયાળી, રાય, જીરું, કલોંજી મીક્ષ)

સૂકા લાલ મરચાં ૨

તમાલપત્ર ૧

ડુંગળી ની પેસ્ટ ૨ ડુંગળીની

આદુ ની પેસ્ટ ૧/૪ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧/૪ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ટમેટાં જીણા સમારેલા ૧

 

વઘાર માટે :

ઘી ૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

 

ધાણાભાજી સજાવટ માટે

 

રીત :

પકોડી માટે :

એક બાઉલમાં પલાળેલી અને પીસેલી ચણા દાળ અને મસૂદ દાળ લો. એમાં લસણ ની પેસ્ટ, જીણી સમારેલી ડુંગળી, લીલા મરચા, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું અને ધાણાભાજી ઉમેરો. બરાબર મીક્ષ કરો. કઠણ લોટ જેવુ મિશ્રણ તૈયાર થઈ જશે.

 

મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો. તૈયાર કરેલા મિશ્રણ ના નાના નાના લુવા ગરમ તેલમાં મુકો અને આકરા તળી લો. બધી બાજુ બરાબર તળાય એ માટે થોડી વારે તેલમાં ઉલટાવવા.

 

ગ્રેવી માટે :

ધીમા-મધ્યમ તાપે રાયનું તેલ ગરમ કરો. એમાં પાંચ ફોરન, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરો. તતડી જાય એટલે ડુંગળીની પેસ્ટ અને લસણ ની પેસ્ટ ઉમેરો. સાંતડાઇ જાય એટલે લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, અને મીઠું ઉમેરો. જીણા સમારેલા ટમેટાં ઉમેરી સાંતડવાનું ચાલુ રાખો. ૧ ગ્લાસ પાણી ઉમેરો અને પાકવા દો. પાણી ઉકડવાનું શરૂ થાય એટલે એમાં બધી પકોડી ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો. પકોડી છૂંદાય ના જાય એ ખાસ ખ્યાલ રાખવો. ધીમા તાપે રાખી મુકો.

 

એ દરમ્યાન, બીજા સ્ટવ પર વઘાર તૈયાર કરી લો.

 

વઘાર માટે :

ધીમા તાપે એક પૅન માં ઘી ગરમ કરો. એમાં જીરું ઉમેરો. તતડે એટલે ગરમ મસાલો ઉમેરી ધીમા તાપે ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે હલાવીને મીક્ષ કરો.

 

હજી ધીમા તાપે પાકી રહેલી ગ્રેવીમાં આ વઘાર મીક્ષ કરી દો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

સજાવટ માટે ધાણાભાજી ભભરાવો.

 

રોટલી અને ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

દાળ નો અનોખો સ્વાદ માણો.. દાલ કા કચ્ચ.. આપણાં પ્યારા બિહારી બાબુઓની વાનગી..

Preparation time 10 minutes

Cooking time 30 minutes

For 2 Persons

Ingredients:

For Pakodi:

Skinned-Split Gram (soaked & crushed) 1 cup

Skinned-Split Red Lentils (soaked & crushed) ¼ cup

Garlic Paste 1 ts

Onion finely chopped 1

Green Chilli finely chopped 2

Red Chilli Powder ½ ts

Turmeric Powder ½ ts

Salt to taste

Fresh Coriander Leaves 1 tbsp

Oil to deep fry

For Gravy:

Mustard Oil 1 tbsp

Panch Phoron 1 ts

(Fenugreek Seeds, Fennel Seeds, Black Mustard Seeds, Cumin Seeds and Nigella Seeds)

Dry Red Chilli 2

Cinnamon Leaf 1

Onion Paste of 2 Onion

Ginger Paste ¼ ts

Garlic Paste ¼ ts

Red Chilli Powder 1 ts

Coriander-Cumin Powder 1 ts

Turmeric Powder ½ ts

Salt to taste

Tomato finely chopped 1

For Tempering:

Ghee 2 ts

Cumin Seeds ½ ts

Garam Masala ½ ts

Fresh Coriander Leaves for garnishing

 

Method:

For Pakodi:

In a bowl, take soaked-crushed Skinned-Split Gram and soaked-crushed Skinned-Split Red Lentils. Add Garlic Paste, finely chopped Onion, finely chopped Green Chilli, Red Chilli Powder, Turmeric Powder, Salt and Fresh Coriander Leaves. Mix very well. It will become stiff loaf.

 

Heat Oil to deep fry on medium flame. Put number of small sized lumps in heated Oil and deep fry to dark brownish. Flip occasionally to fry all sides well.

 

For Gravy:

Heat Mustard Oil on low-medium flame. Add Panch Phoran, Dry Red Chilli and Cinnamon Leaf. When crackled, add Onion Paste and Garlic Paste. When sautéed, add Red Chilli Powder, Coriander-Cumin Powder, Turmeric Powder and Salt. Continue sautéing and add finely chopped Tomato and continue sautéing. Add 1 glass of water and cook. When water starts to boil, add prepared Pakodi and mix well taking care of not crushing Pakodi. Leave it on low flame.

 

Meanwhile prepare Tempering on another flame.

 

For Tempering:

Heat Ghee in a pan on low flame. Add Cumin Seeds. When crackled, add Garam Masala and stir on low flame for 30-40 seconds only.

 

Pour this Tempering in Gravy which is still on low flame. Mix well.

 

Remove from flame.

 

Take it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves for garnishing.

 

Serve hot with Roti and Rice.

 

Enjoy Unique Taste of Dal…Dal ka Kachch…Given by Our Loving Bihari Babu…

દાલ કા દુલ્હા / Dal ka Dulha

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

દુલ્હા માટે :

ઘઉ નો લોટ ૧ કપ

અજમા ૧/૪ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

દાલ માટે :

તુવેરદાળ ૧ કપ

(૧ કલાક પલાળેલી)

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧/૨ ટી સ્પૂન

લસણ ની કળી ૩

આદુ નાનો ટુકડો ૧

હિંગ ચપટી

 

વઘાર માટે :

ઘી ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં ૧

હિંગ ચપટી

લસણ જીણું સમારેલું ૧/૨ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

મીઠું સ્વાદ મુજબ

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ધાણાભાજી

આમચૂર ૧/૨ ટી સ્પૂન

 

રીત :

દુલ્હા માટે :

એક બાઉલમાં ઘઉ નો લોટ લો. એમાં અજમા અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો.

 

નાની જાડી પૂરીઓ વણી લો.

 

દરેક પુરીને ૨ બાજુ યા તો ૪ બાજુ થી વાળીને દુલ્હા નો આકાર આપો. (નીચે આપેલા ફોટા જેવો).

 

 

 

 

દાલ માટે :

પલાળેલી તુવેરદાળ એક પ્રેશર કૂકર માં લો. મીઠું, હળદર, લસણ, આદુ અને હિંગ ઉમેરો. થોડું પાણી ઉમેરી ઉંચા તાપે ઉકાળો. પ્રેશર કૂકર બંધ કર્યા વગર જ ઉકાળો. થોડું ઉકળી જાય એટલે તૈયાર કરેલા બધા દુલ્હા ઉમેરો. હવે ૨ સીટી જેટલું પ્રેશર કૂક કરો.

 

પ્રેશર કૂકર ઠંડુ થવા દો.

 

વઘાર માટે :

એક પૅન માં ઘી ગરમ કરો. જીરું, સૂકા લાલ મરચા અને હિંગ ઉમેરો. તતડી જાય એટલે જીણું સમારેલું લસણ અને ડુંગળી ઉમેરો અને સાંતડી લો. જીણા સમારેલા ટમેટાં ઉમેરો અને સાંતડી લો,

 

તરત જ આ વઘાર પ્રેશર કૂકરમાં ની દાલ માં ઉમેરો.

 

પ્રેશર કૂકર ને મધ્યમ તાપે મુકો. મીઠું, ગરમ મસાલો, આમચૂર અને ધાણાભાજી ઉમેરો અને બરાબર મીક્ષ કરો. ફક્ત ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પ્રેશર કૂકર બંધ કરવાનું નથી,

 

સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી દો.

 

ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

ઉત્તર ભારતીય રાજ્ય..ભારત ના સૌથી મોટા રાજ્ય..ઉત્તર પ્રદેશ ની ખુબ પૌષ્ટિક વાનગી..દાલ કા દુલ્હા..

Preparation time: 20 minutes

Cooking time: 30 minutes

For 4 persons

Ingredients:

For Dulha:

Whole Wheat Flour 1 cup

Carom Seeds ¼ ts

Salt to taste

For Dal:

Skinned and Split Pigeon Peas 1 cup

(soaked for 1 hour)

Salt to taste

Turmeric Powder ½ ts

Garlic buds 3

Ginger 1 small piece

Asafoetida Powder  Pinch

For Tempering:

Ghee 2 tbsp

Cumin Seeds ½ ts

Dry Red Chilli 1

Asafoetida Powder Pinch

Garlic finely chopped ½ ts

Onion finely chopped 1

Tomato finely chopped 1

Salt to taste

Garam Masala ½ ts

Fresh Coriander Leaves

Mango Powder ½ ts

 

Method:

For Dulha:

Take Whole Wheat Flour in a bowl. Add Carom Seeds and Salt. Mix well. Knead stiff dough adding water gradually as needed.

 

Roll number of small round thick puri.

 

Fold each Puri from either 2 sides or 4 sides to give Dulha shape as images below:

For Dal:

Take soaked Skinned and Split Pigeon Peas in a pressure cooker. Add Salt, Turmeric Powder, Garlic buds, Ginger and Asafoetida Powder. Add some water and boil on high flame. When it get boiled partially, add prepared Dulha and pressure cook to 2 whistles.

 

Let pressure cooker cool down.

 

For Tempering:

Heat Ghee in a pan. Add Cumin Seeds, Dry Red Chilli and Asafoetida Powder. When spluttered, add finely chopped Garlic and Onion and sauté. Add finely chopped Tomato and sauté.

 

Add this tempering immediately in Dal in pressure cooker.

 

Put pressure cooker on medium flame. Add Salt, Garam Masala, Mango Powder and Fresh Coriander Leave. Mix well and cook for 3-4 minutes only.

 

Take in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve Hot with Rice.

 

Enjoy Very Nutritious Dal ka Dulha from the North Indian State…Uttar Pradesh.

દારીયા ના લાડુ / Dariya na Ladu / Roasted Chickpeas Laddu

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૬ નંગ

 

સામગ્રી :

દારીયા ની દાળ ૧ કપ

ઘી ૧/૨ કપ

ગોળ ખમણેલો ૨ ટેબલ સ્પૂન

દારીયા ની દાળ નો જીણો ભૂકો સજાવટ માટે

 

રીત :

બલેન્ડિંગ જારમાં દારીયા ની દાળ ને કરકરી પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં ઓગાળેલું ઘી અને ગોળ ઉમેરો. બરાબર મીક્ષ કરી લો.

 

તૈયાર થયેલું થોડું થોડું મિક્સચર લઈ પસંદ મુજબ સાઇઝ અને આકાર ના બોલ બનાવી લો.

 

બધા બોલ ઉપર દારીયા ની દાળ નો જીણો ભૂકો ભભરાવી સજાવો.

 

તાજે તાજા પીરસો.

 

પૌષ્ટિક અને શક્તિદાયક લાડુ આરોગો અને શિયાળાની ઠંડી સામે શરીરને રક્ષણ આપો.

 

Prep.10 min.

Servings 6

Ingredients:

Roasted Chickpeas (Dariya)-skinned and split 1 cup

Ghee ½ cup

Jaggery like thick powder (not lumps) 2 tbsp

Fine Powder of Roasted Chickpeas (skinned and split) for garnishing

Method:

Crush skinned and split Roasted Chickpeas in a dry blending jar or your mixer. Crush it to coarse texture. Remove in a bowl after crushing.

Add melted Ghee and Jaggery. Mix very well

Make number of balls of size and shape of your choice.

Sprinkle fine powder of Roasted Chickpeas.

Serve Fresh.

Can be stored in dry and normal temperature place.

Enjoy Simple, Healthy and Energetic Laddu in Indian Winter.

પ્રોટીન પાઉડર અને મિલ્ક શેક / Protein Powder and Milk Shake

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૫૦ ગ્રામ

 

સામગ્રી :

પ્રોટીન પાઉડર માટે :

સોયા બીન્સ ૧/૨ કપ

ઘઉ ૧/૨ કપ

દારીયા ની દાળ ૧/૨ કપ

કાજુ ૧/૪ કપ

બદામ ૧/૪ કપ

ખાંડ ૧/૪ કપ

કોકો પાઉડર ૨ ટેબલ સ્પૂન

ડ્રિંકીંગ ચોકલેટ ૨ ટેબલ સ્પૂન

 

મિલ્ક શેક માટે :

દૂધ ૧ કપ

ખાંડ ૧ ટેબલ સ્પૂન

પ્રોટીન પાઉડર ૩ ટેબલ સ્પૂન

હેઝલનટ પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

 

બદામ ની કતરણ અને હેઝલનટ ની કતરણ

 

રીત :

પ્રોટીન પાઉડર માટે :

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો.

 

એની પર સોયા બીન્સ અને ઘઉ, કોરા સેકી લો.

 

સોયા બીન્સ અને ઘઉ, સેકાઈ ને આછા ગુલાબી થઈ જાય એટલે એમાં દારીયા ની દાળ, કાજુ અને બદામ ઉમેરો. ધીરે ધીરે હલાવતા રહી, ધીમા તાપે સેકો. કોઈ સામગ્રી બળીને કાળી ના થી જાય એ ખાસ કાળજી રાખવી. એ માટે ધીરે ધીરે સતત હલાવતા રેવું.

 

બધુ બરાબર સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

સેકેલી સામગ્રી મોટી પ્લેટ અથવા સૂકા કપડાં ઉપર પાથરી દો અને ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, આ બધી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લો. એમાં ખાંડ ઉમેરો. એકદમ જીણું પીસી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં, કોકો પાઉડર અને ડ્રિંકીંગ ચોકલેટ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પ્રોટીન પાઉડર તૈયાર છે.

 

એક એરટાઇટ બરણીમાં ભરી દો. જરૂર હોય ત્યારે ઉપયોગમાં લો.

 

મિલ્ક શેક માટે :

એક પૅન માં દૂધ લો અને મધ્યમ તાપ પર મુકો.

 

દૂધ જરા ગરમ થાય એટલે એમાં ખાંડ અને ૩ ટેબલ સ્પૂન જેટલો પ્રોટીન પાઉડર ઉમેરો. મિક્સ કરો.

 

દૂધ બરાબર ઉકળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને હુંફાળું થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, એમાં હેઝલનટ પેસ્ટ ઉમેરી, બ્લેંડર ફેરવી બરાબર મિક્સ કરી લો.

 

હવે એને એક સર્વિંગ ગ્લાસમાં લો.

 

એને બદામ ની કતરણ અને હેઝલનટ ની કતરણ વડે સજાવો.

 

જાતે જ બનાવેલ પ્રોટીન પાઉડર નું અસલી પ્રોટીન અને પ્રોટીનયુક્ત મિલ્ક શેક થી તંદુરસ્તી જાળવો.

 

Protein Powder:

Prep.5 min.

Cooking time 15 min.

Yield 250 g.

Milk Shake:

Cooking time 5 min.

Qty. 1 Glass

Ingredients:

For Protein Powder:

Soya Beans ½ cup

Whole Wheat granules ½ cupContinue Reading

મગ ની દાળ ના ઘૂઘરા / સ્ટીમ કરેલા ઘૂઘરા / Green Gram Farre / Steamed Farre

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧/૨ કપ

રવો / સૂજી ૧/૪ કપ

ચોખા નો લોટ ૧/૨ કપ

તેલ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

મગ દાળ પીળી ૧ કપ

(કમ સે કમ ૧ કલાક પલાળેલી)

આદુ નાનો ટુકડો ૧

લીલા મરચાં ૩

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

તજ પાઉડર ચપટી

લવિંગ પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૨ ટી સ્પૂન

તાજું નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨-૩

તલ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો, રવો અને ચોખા નો લોટ મીક્ષ કરો.

 

એમાં તેલ, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરતા જઇ, જરા નરમ લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

મીક્ષરની જારમાં, મગ ની પીળી દાળ, આદુ અને લીલા મરચાં લો. એકદમ જીણું પીસી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં ખાંડ, લીંબુ નો રસ, તજ પાઉડર, લવિંગ પાઉડર, ગરમ મસાલો, મીઠું, ધાણાભાજી અને ખમણેલું તાજું નારિયળ ઉમેરો. બધુ બરાબર મીક્ષ કરી લો. પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બાંધેલા લોટમાંથી નાની નાની પૂરીઓ વણી લો.

 

એક પછી એક, દરેક પુરી પર, વચ્ચે, ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો.

 

પુરીના છેડા વાળી ઘૂઘરા / ગુજીયા નો આકાર આપો. પુરીના છેડા ચોંટાડી દો.

 

ઘૂઘરા ના મોલ્ડ થી ઝડપથી બધા ઘૂઘરા તૈયાર થઈ શકશે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો અને સ્ટીમર ની પ્લેટ મુકી દો. પાણી ગરમ થી જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરની પ્લેટ પર ગોઠવી દો. બધા ઘૂઘરા અલગ અલગ રાખવા, એક-બીજા ની ઉપર ના મૂકવા.

 

બધા ઘૂઘરા બરાબર સ્ટીમ થઈ જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરમાંથી કાઢી એક પ્લેટ પર મુકી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ, લીમડો, સૂકા લાલ મરચાં અને તલ ઉમેરો.

 

તતડે એટલે એમાં સ્ટીમ કરેલા બધા ઘૂઘરા ઉમેરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરો.

 

મીઠું ઉમેરતી વખતે યાદ રાખો કે ઘૂઘરા ની અંદર પુરણમાં પણ મીઠું છે અને એ હિસાબે મીઠાનું પ્રમાણ ઉમેરવું.

 

ઘૂઘરા તૂટી ના જાય એ કાળજી રાખી બધા ઘૂઘરા ઉપર-નીચે ફેરવી મસાલામાં બરાબર મીક્ષ કરો.

 

પૅન ના તળીયે મસાલા અને ઘૂઘરા બળી ના જાય એ માટે સતત ધીમા તાપે જ પકાવો.

 

આશરે ૨ થી ૩ મિનિટ લાગશે.

 

કેચપ અથવા ઘરે બનાવેલી કોઈ પણ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

તળેલા ઘૂઘરા પેટમાં બહુ ભારી લાગે છે ને..!!!

 

લો આ રહ્યા હળવાફૂલ ઘૂઘરા.. સ્ટીમ કરેલા ઘૂઘરા..

 

Prep.15 min.

Cooking time 20 min.

Qty. 4 Plates

Ingredients:
For Dough:
Refined White Wheat Flour ½ cup
Semolina ¼ cupContinue Reading

error: Content is protected !!