રાજકોટ સ્પેશિયલ ચટણી / Rajkot Special Chutney / Rajkot Special Spice Peanut Chutney

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ બાઉલ

 

સામગ્રી :

સીંગદાણા ૧ કપ

લીલા મરચાં તીખા ૫

લીંબુ નો રસ ૨ ટેબલ સ્પૂન

અથવા

સાઈટ્રિક એસિડ ૧/૪ ટેબલ સ્પૂન

હળદર ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

આશરે ૧ કલાક માટે સીંગદાણા પલાળી દો. પછી, પાણી કાઢી નાખો.

 

મીક્ષર ની જારમાં, પલાળેલા સીંગદાણા, તીખા લીલા મરચાં, લીંબુ નો રસ અથવા સાઈટ્રિક એસિડ (આ ૨ માંથી કોઈ પણ ૧ જ લેવું), હળદર અને મીઠું ઉમેરો.

 

પાણી ની જરૂર નથી.

 

એકદમ પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો. ચટણી તૈયાર છે.

 

એક બાઉલમાં લઈ લો.

 

અતિ પ્રખ્યાત એવી રાજકોટ સ્પેશિયલ ચટણી.

 

Prep.5 min.

Qty. 1 Bowl

Ingredients:

Peanuts 1 cup

Green Chilli very hot 5

Lemon Juice 2 tbspContinue Reading

error: Content is protected !!