મીઠા સાટા / Mitha Sata / Sweet Khajli

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

મેંદો ૩ કપ

વેજીટેબલ ઘી ૧ ૧/૪ કપ

તલ ૧ ટી સ્પૂન

બેકિંગ પાઉડર ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ કપ

એલચી ૧/૨ ટી સ્પૂન

વેજીટેબલ ઘી તળવા માટે

 

સજાવટ માટે :

એલચી પાઉડર ૧ ટેબલ સ્પૂન

કેસર ૮-૧૦

બદામ ની કતરણ ૧ ટેબલ સ્પૂન

ગુલાબ ની પાંદડી ૮-૧૦

 

રીત :

એક કડાઈમાં ૧ કપ વેજીટેબલ ઘી ગરમ કરો.

 

એમાં ૧ કપ મેંદો ઉમેરો અને ધીમા તાપે આછો ગુલાબી થઈ જાય ત્યા સુધી સેકી લો.

 

૧ કપ પાણી ઉમેરો. કડાઈના તળીયે ચોંટી ના જાય અને બળી ના જાય એ કાળજી રાખી ધીરે ધીરે હલાવો.

 

ઘાટુ અને નરમ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યા સુધી ધીમે તાપે પકાવો.

 

પછી, તાપ પરથી કડાઈ હટાવી લો અને મિશ્રણ ઠંડુ થઈ જાય એ માટે રાખી મુકો.

 

એક બાઉલમાં ૨ કપ મેંદો, તલ, બેકિંગ પાઉડર, એલચી પાઉડર અને ૧ ટી સ્પૂન જેટલું વેજીટેબલ ઘી લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં, તૈયાર કરેલું ઘાટુ નરમ મિશ્રણ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને જરા નરમ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.

 

બાંધેલા લોટમાંથી આશરે ૨ ટેબલ સ્પૂન જેટલો લોટ પાટલા પર લો. એને થપથપાવી જાડી ગોળ પુરી જેવો આકાર આપો. એમાં ૪-૫ કાણાં પાડી દો.

 

આ રીતે બધા લોટમાંથી જેટલા થાય એટલા નંગ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે વેજીટેબલ ઘી ગરમ કરો.

 

એમાં બધી જાડી ગોળ પુરીઓ વારાફરતી તળી લો. પસંદ મુજબ આછી ગુલાબી કે થોડી આકરી તળવી પણ કાળી ના થઈ જાય એ ખ્યાલ રાખવો. ખાજલી તૈયાર છે.

 

એક પૅન માં ૧ કપ ખાંડ લો. એમ થોડી પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે પૅન મુકો અને ૨ તાર ની ચાસણી તૈયાર કરો.

 

એક પછી એક, બધી ખાજલી આ ચાસણીમાં જબોળી પ્લેટ પર મુકો. દરેક ખાજલી પ્લેટ પર અલગ અલગ અલગ રાખવી. એકબીજા ની ઉપર ના મુકવી.

 

મીઠી ખાજલી તૈયાર થઈ ગઈ.

 

દરેક મીઠી ખાજલી ઉપરત થોડો એલચી પાઉડર છાંટી, બદામની ૨-૩ કતરણ, ગુલાબની ૧-૨ પાંદડી અને ૧ દાણો કેસર મુકી સજાવો.  

 

ચાસણી બરાબર સુકાય જાય અને ઠંડી થઈ જાય એ માટે ૮ થી ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

કોઈ પણ ઉજવણીમાં મીઠી ખાજલી / મીઠા સાટા / ગુજરાતી ખાજલી સાથે મીઠાશ ઉમેરો.

 

Prep.5 min.

Cooking 15 min.

Yield 10 pcs.

Ingredients:

Refined White Wheat Flour 3 cups

Vegetable Ghee 1 ¼ cup

Sesame Seeds 1 tsContinue Reading

error: Content is protected !!