સ્પાઈસી પનીર રેપ / Spice Paneer Wrap / Spicy Cottage Cheese Wrap

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

રેપ માટે :

ઘઉ નો લોટ ૧ કપ

સફેદ જુવાર નો લોટ ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટોમેટો પ્યૂરી ૧/૨ કપ

પનીર ક્યૂબ નાના ૧૦૦ ગ્રામ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સલાડ માટે :

કોબી જીણી સમારેલી/ખમણેલી ૧/૨ કપ

કેપ્સિકમ જીણા સમારેલા ૧/૨

ડુંગળી જીણી સમારેલી ૧

મેયોનેઝ સૉસ ૩ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

 

રીત :

રેપ માટે :

એક કથરોટમાં ઘઉ નો લોટ અને સફેદ જુવાર નો લોટ લો.

 

એમાં તેલ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ લોટ બાંધી લો.

 

આછી રોટલીઓ વણી લો અને અધકચરી સેકી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ અને માખણ એકીસાથે ગરમ કરો.

 

એમાં આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો. સાંતડી લો.

 

પછી, ટોમેટો પ્યૂરી અને પનીર ક્યૂબ ઉમેરો.

 

લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

સલાડ માટે :

ચીઝ સીવાય સલાડ માટેની બધી સામગ્રી એક બાઉલમાં લો અને બરાબર મિક્સ કરી લો.

 

સલાડ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

રેપ બનાવવા માટે :

એક રોટલી લો.

 

રોટલીની સાઇઝ પ્રમાણે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું સલાડ અને ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ રોટલીની વચ્ચે મુકો. એની ઉપર થોડું ખમણેલું ચીઝ ભભરાવો.

 

બે બાજુથી રોટલીના છેડા વાળી, પુરણ રેપ કરી દો. એક બાજુ રાખી દો.

 

આ રીતે બધા રેપ તૈયાર કરો.

 

બધા રેપ ગ્રીલ કરી લો. પસંદ મુજબ નરમ કે કરકરા ગ્રીલ કરો. બળીને કાળા ના થઈ જાય એ ખ્યાલ રાખવો.

 

કોઈ પણ ચટણી કે કેચપ સાથે પીરસો. હોટ & સ્વીટ સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

Prep.10 min.

Cooking time 20 min.

Servings 4

Ingredients:

For Wrap:

Whole Wheat Flour 1 cup

White Sorghum Four 1 cupContinue Reading

error: Content is protected !!