ભરેલા ડુંગળી બટેટા નું શાક / Bharela Dunri Bateta nu Shak / Stuffed Onion Potato

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

નાની ડુંગળી ૧૦

નાના બટેટા (બટેટી) ૧૦

 

પુરણ માટે :

લસણ ની ચટણી ઘરે બનાવેલી ૨ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

ટોમેટો પ્યૂરી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

નાની ડુંગળી અને નાના બટેટા ની છાલ કાઢી નાખો અને દરેકમાં ચોકડી (+) આકારમાં કાપા પાડી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

પુરણ માટેની બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લો અને બરાબર મિક્સ કરી દો. પુરણ તૈયાર છે.

 

આ પુરણ, દરેક ડુંગળી અને બટેટામાં પાડેલા કાપામાં ભરી દો. એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે ટોમેટો પ્યૂરી, મીઠું અને બાકી રહેલું પુરણ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, પ્રેશર કૂકરમાં પુરણ ભરેલા બટેટા મુકો અને ૧ સીટી જેટલુ પ્રેશર કૂક કરો.

 

પછી, ઠંડુ થવા માટે પ્રેશર કૂકર થોડી વાર રાખી મુકો.

 

પછી, પ્રેશર કૂકર ખોલી, એમાં પુરણ ભરેલી ડુંગળી મુકો અને પ્રેશર કૂકર ખુલ્લુ જ રાખીને મધ્યમ તાપે ૪ થી ૫ મિનિટ માટે પકાવો. થોડી થોડી વારે, ધીરે ધીરે હલાવી, ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરતાં રહો.

 

પછી એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી દો.

 

પસંદ મુજબ, રોટલી, નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

 

મોજ માણો, ડુંગળીના તમતમાતા સ્વાદની અને ભરેલા બટેટાના મસાલેદાર સ્વાદની.

Preparation time 5 minutes

Cooking time 15 minutes

For 4 Persons

 

Ingredients:

Baby Onion 10

Baby Potato 10

For Stuffing:

Garlic Chutney homemade 2 tbsp

Turmeric Powder 1 ts

Coriander-Cumin Powder 2 ts

Garam Masala ½ ts

Fresh Coriander Leaves 1 tbsp

For Tempering:

Oil 2 tbsp

Mustard Seeds 1 ts

Cumin Seeds 1 ts

Asafoetida Powder Pinch

Tomato Puree 1 cup

Salt to taste

 

Method:

Peel Baby Onions and Baby Potatoes. Cut slit on each of them. Keep a side.

 

For Stuffing:

Take all listed ingredients for Stuffing in a bowl and mix well.

 

Fill prepared Stuffing in slit cut on each Baby Onion and Baby Potatoes.

 

For Tempering:

Heat Oil in a pressure cooker. Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add Tomato Puree, Salt and remaining Stuffing. Mix well and add stuffed Baby Potatoes and pressure cook up to 1 whistle.

 

Let pressure cooker cool down, then open and add stuffed Baby Onions and just cook again 4-5 minutes on medium flame while mixing slowly with a cooking spoon.

 

Just mix well lightly and serve in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve Hot with Roti, Naan or Paratha.

 

Enjoy Sizzling Taste of Onion and Ever Favourite Potato with Spicy Stuffing.

ચણા બટેટા / આલુ ચણા / Chana Bateta / Aalu Chana / Potato Gram

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

બટેટા બાફેલા ૩

ચણા બાફેલા ૧/૨ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૩ ટેબલ સ્પૂન

હવેજ ૩ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

લાલ ચટણી માટે :

શક્કરીયા ૧

ટમેટાં ૫

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

હવેજ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

લીલી ચટણી માટે :

લીલા મરચાં ૫

બટેટા બાફેલા ૧/૨

મીઠું સ્વાદ મુજબ

 

સજાવટ માટે તળેલા ફ્રાઇમ્સ

 

રીત :

લાલ ચટણી માટે :

એક પ્રેશર કૂકર માં શક્કરીયા અને ટમેટા લો. ૧ કપ પાણી ઉમેરો. ૧ સીટી જેટલું પ્રેશર કૂક કરો. પ્રેશર કૂકર ઠંડુ પડવા દો.

 

પ્રેશર કૂકર માંથી પાણી સાથે જ બધુ મિશ્રણ ગ્રાઈન્ડિંગ જારમાં લો. લાલ મરચું પાઉડર, ગોળ, હવેજ, મીઠું ઉમેરો. એકદમ જીણું પીસી લો. એક વાટકામાં કાઢી લો.

 

લાલ ચટણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

લીલી ચટણી માટે :

લીલા મરચાં, બાફેલું અડધું બટેટુ, મીઠું એક ગ્રાઈન્ડિંગ જારમાં લો. પાણી બિલકુલ નહીં. બરાબર પીસી લો. એક વાટકામાં કાઢી લો.

 

લીલી ચટણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બનાવવા માટે :

એક બાઉલમાં બાફેલા બટેટા અને ચણા લો. એના ઉપર ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો. એની ઉપર લાલ મરચું પાઉડર, મીઠું, હવેજ અને ધાણાભાજી છાંટો. હળવે હળવે ટોસ કરીને (ઉછાળીને) છાંટેલી સામગ્રી બરાબર મીક્ષ કરો. સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર બનાવેલી લાલ ચટણી અને લીલી ચટણી રેડો.

 

સજાવટ માટે તળેલા ફ્રાઇમ્સ ભભરાવો.

 

સ્વાદની તાજગી માણવા માટે સર્વિંગ બાઉલમાં મીક્ષ કર્યા પછી તરત જ પીરસો.

 

પરિવારના બધા સભ્યો માટે..

આ ખરેખર લલચમણાં છે..

કોઈ પણ સમયે..

સ્પોર્ટસ સમયે.. ફિલ્મ સમયે..

કાર્ટૂન સમયે.. સાસુ-વહૂની સિરિયલ સમયે..

ચણા બટેટા..

 

Preparation time: 10 minutes

Cooking time: 10 minutes

Servings 2

Ingredients:

Potato boiled 3

Chickpeas boiled ½ cup

Oil 2 tbsp

Red Chilli Powder 3 tbsp

Garlic Masala (Havej) 3 tbsp

Fresh Coriander Leaves 2 tbsp

Salt to taste

 

For Red Chutney:

Sweet Potato 1

Tomato 5

Red Chilli Powder 1 tbsp

Jaggery 1 ts

Garlic Masala (Havej) 1 tbsp

Salt to taste

 

For Green Chutney:

Green Chilli 5

Potato boiled ½

Salt to taste

 

Deep fried colourful Fryums for garnishing.

 

Method:

For Red Chutney:

Take Sweet Potato and Tomato in a pressure cooker. Add 1 cup of water. Pressure cook up to 1 whistle. Leave the pressure cooker to cool down.

 

Remove the content with water from pressure cooker in a wet grinding jar of mixer. Add Red Chilli Powder, Jaggery, Garlic Masala and Salt. Grind it to fine texture. Remove it in a bowl.

 

Red Chutney is ready. Keep a side.

 

For Green Chutney:

Take Green Chilli, boiled Potato half and Salt in a wet grinding jar of mixer. No water at all, please. Grind it well. Remove it in a bowl.

 

Green Chutney is ready. Keep a side.

 

For Assembling:

Take boiled Potato and Chickpeas in a bowl. Pour 2 tbsp of Oil on it. Sprinkle Red Chilli Powder, Garlic Masala, Fresh Coriander Leaves and Salt. Toss it slowly to mix sprinkled spices.

 

Remove it in a serving bowl. Pour spreading Red Chutney and Green Chutney over it.

 

Sprinkle deep fried Fryums to garnish.

 

Serve immediately after assembling to enjoy freshness.

 

This is Really Irresistible for Everyone at Home…

Enjoy Anytime…

Sports Time…Movie Time…

Cartoon Time…Saas Bahu Serial Time…

રાજકોટ સ્પેશિયલ ચટણી / Rajkot Special Chutney / Rajkot Special Spice Peanut Chutney

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ બાઉલ

 

સામગ્રી :

સીંગદાણા ૧ કપ

લીલા મરચાં તીખા ૫

લીંબુ નો રસ ૨ ટેબલ સ્પૂન

અથવા

સાઈટ્રિક એસિડ ૧/૪ ટેબલ સ્પૂન

હળદર ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

આશરે ૧ કલાક માટે સીંગદાણા પલાળી દો. પછી, પાણી કાઢી નાખો.

 

મીક્ષર ની જારમાં, પલાળેલા સીંગદાણા, તીખા લીલા મરચાં, લીંબુ નો રસ અથવા સાઈટ્રિક એસિડ (આ ૨ માંથી કોઈ પણ ૧ જ લેવું), હળદર અને મીઠું ઉમેરો.

 

પાણી ની જરૂર નથી.

 

એકદમ પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો. ચટણી તૈયાર છે.

 

એક બાઉલમાં લઈ લો.

 

અતિ પ્રખ્યાત એવી રાજકોટ સ્પેશિયલ ચટણી.

 

Prep.5 min.

Qty. 1 Bowl

Ingredients:

Peanuts 1 cup

Green Chilli very hot 5

Lemon Juice 2 tbspContinue Reading

સ્પાઈસી પનીર રેપ / Spice Paneer Wrap / Spicy Cottage Cheese Wrap

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

રેપ માટે :

ઘઉ નો લોટ ૧ કપ

સફેદ જુવાર નો લોટ ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટોમેટો પ્યૂરી ૧/૨ કપ

પનીર ક્યૂબ નાના ૧૦૦ ગ્રામ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સલાડ માટે :

કોબી જીણી સમારેલી/ખમણેલી ૧/૨ કપ

કેપ્સિકમ જીણા સમારેલા ૧/૨

ડુંગળી જીણી સમારેલી ૧

મેયોનેઝ સૉસ ૩ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

 

રીત :

રેપ માટે :

એક કથરોટમાં ઘઉ નો લોટ અને સફેદ જુવાર નો લોટ લો.

 

એમાં તેલ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ લોટ બાંધી લો.

 

આછી રોટલીઓ વણી લો અને અધકચરી સેકી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ અને માખણ એકીસાથે ગરમ કરો.

 

એમાં આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો. સાંતડી લો.

 

પછી, ટોમેટો પ્યૂરી અને પનીર ક્યૂબ ઉમેરો.

 

લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

સલાડ માટે :

ચીઝ સીવાય સલાડ માટેની બધી સામગ્રી એક બાઉલમાં લો અને બરાબર મિક્સ કરી લો.

 

સલાડ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

રેપ બનાવવા માટે :

એક રોટલી લો.

 

રોટલીની સાઇઝ પ્રમાણે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું સલાડ અને ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ રોટલીની વચ્ચે મુકો. એની ઉપર થોડું ખમણેલું ચીઝ ભભરાવો.

 

બે બાજુથી રોટલીના છેડા વાળી, પુરણ રેપ કરી દો. એક બાજુ રાખી દો.

 

આ રીતે બધા રેપ તૈયાર કરો.

 

બધા રેપ ગ્રીલ કરી લો. પસંદ મુજબ નરમ કે કરકરા ગ્રીલ કરો. બળીને કાળા ના થઈ જાય એ ખ્યાલ રાખવો.

 

કોઈ પણ ચટણી કે કેચપ સાથે પીરસો. હોટ & સ્વીટ સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

Prep.10 min.

Cooking time 20 min.

Servings 4

Ingredients:

For Wrap:

Whole Wheat Flour 1 cup

White Sorghum Four 1 cupContinue Reading

error: Content is protected !!