મીક્ષ ઘુઘરી / Mix Ghughri

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘઉ ૧ કપ

જુવાર ૧ કપ

બાજરી ૧/૨ કપ

લસણ-મરચાં ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧/૪ કપ

તેલ ૩ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

લીંબુ ૧

 

રીત :

૧૦ થી ૧૨ કલાક માટે ઘઉ, જુવાર અને બાજરી અલગ અલગ પલાળી દો.

 

પાણી કાઢી, બરાબર ધોઈ, અલગ અલગ રાખી દો.

 

ઘઉ ને પ્રેશર કૂકરમાં ૫ સીટી જેટલા બાફી લો. પ્રેશર કૂકર ઠંડુ થવા દો. વધારાનું પાણી કાઢી નાખો. બાફેલા ઘઉ એક બાજુ રાખી દો.

 

જુવાર ને પ્રેશર કૂકરમાં ૫ સીટી જેટલી બાફી લો. પ્રેશર કૂકર ઠંડુ થવા દો. વધારાનું પાણી કાઢી નાખો. બાફેલી જુવાર એક બાજુ રાખી દો.

 

બાજરી ને પ્રેશર કૂકરમાં ૩ સીટી જેટલી બાફી લો. પ્રેશર કૂકર ઠંડુ થવા દો. વધારાનું પાણી કાઢી નાખો. બાફેલી બાજરી એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં લસણ-મરચાંની પેસ્ટ, ધાણાજીરું, મીઠું અને ધાણાભાજી લો. બરાબર મીક્ષ કરો. તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હવે, આમાં બાફેલા ઘઉ, જુવાર અને બાજરી ઉમેરો.

 

લાલ મરચું પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

લીંબુ નો રસ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

ઘઉ, જુવાર અને બાજરી ઠંડા થયેલા પ્રેશર કૂકરમાંથી જ કાઢેલા છે, તેથી હુંફાળા જ હશે.

 

હા, હુંફાળા હોય ત્યારે જ, તરત જ પીરસો. જેથી, બાફેલા અનાજ ના સ્વાદની સાથોસાથ, ખુશનુમા મહેક પણ માણવા મળશે.

 

૪૫ થી વધારે ઉમરના લોકો માટે ખાસ આ શક્તિદાયક નાસ્તો, મીક્ષ ઘુઘરી. અઠવાડિયામાં કમ સે કમ ૨ દિવસ તો આ નાસ્તો કરવો જ જોઈએ.

 

Prep.15 min.

Cooking time 30 min.

for 4 Persons

Ingredients:

Whole Wheat Grains 1 cup

Sorghum 1 cup

Millet ½ cup

Chilli-Garlic Paste 2 tbsp

Coriander-Cumin Powder 1 tbsp

Salt to taste

Fresh Coriander Leaves ¼ cup

Oil 3 tbsp

Red Chilli Powder 1 ts

Lemon Juice of 1 lemon

Method:

Soak Whole Wheat Grains, Sorghum and Millet separately for approx 10 to 12 hours.

Strain and wash them separately.

Boil Whole Wheat Grains in pressure cooker to 5 whistles. Let pressure cool down. Strain excess water and keep boiled Whole Wheat Grains a side.

Boil Sorghum in pressure cooker to 5 whistles. Let pressure cool down. Strain excess water and keep boiled Sorghum a side.

Boil Millet in pressure cooker to 3 whistles. Let pressure cool down. Strain excess water and keep boiled Millet a side.

In a bowl, take Chilli-Garlic Paste, Coriander-Cumin Powder, Salt and Fresh Coriander Leaves. Mix well. Add Oil and mix well.

Add all boiled grains in the bowl of mixed spices.

Add Red Chilli Powder and mix well. Add Lemon Juice and mix well again.

As grains are just from cooled down pressure cooker, the temperature must be warm.

Yes, serve immediately when it is still warm to enjoy only the taste but delighting aroma or boiled grains.

Wow…Such an Aromatic and Energetic…

Come on Guys…Are You 45+…!!!??? This Mix Ghughri is for You…

You Must Have This in Your Breakfast Schedule…At least…Twice a week…

બીટ રૂટ નો જ્યુસ / Beetroot Juice

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

ફૂદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુ ૧/૨

ખાંડ સ્વાદ મુજબ

સંચળ સ્વાદ મુજબ

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

બરફ ના ટુકડા ૨-૩

રીત :

બરફ ના ટુકડા સિવાય બધી સામગ્રી મીક્ષર ની જારમાં લો અને મીક્ષરને હાઇ સ્પીડ પર ચલાવી એકદમ ક્રશ કરી લો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.

 

ગરણીથી ગાળી લો.

 

જ્યુસ માટેના સુંદર ગ્લાસમાં ભરી લો. બરફ ના ટુકડા ઉમેરો.

 

મરી પાઉડર છાંટીને સજાવો.

 

તાજે તાજું જ પીરસો.

 

લાલ ચટ્ટાક દેખાવ મનભાવન..

આર્યન યુક્ત ગુણ તનભાવન..

સ્વાદ તો આનો મુખભાવન..

 

Prep.5 min.

Qty. 1 Glass

Ingredients:

Beetroot small chopped          1

Fresh Mint Leaves                  ½ cup

Fresh Coriander Leaves         ½ cupContinue Reading

error: Content is protected !!