ઠગ્ગુ કે લડ્ડુ / Thaggu ke Laddu

ઠગ્ગુ કે લડ્ડુ / Thaggu ke Laddu

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૫ મિનિટ

૮-૧૦ લડ્ડુ

 

સામગ્રી :

બુરુ ખાંડ માટે :

ખાંડ ૧ કપ

ઘી ૧ ટી સ્પૂન

 

લડ્ડુ માટે :

ઘી ૧/૨ કપ

જીરું ૧ ટી સ્પૂન

રવો / સુજી ૧/૨ કપ

માવો ૧/૨ કપ

સુકો મેવો ૧/૨ કપ

(કાજુ, બદામ, પીસ્તા, કિસમિસ)

 

રીત :

બુરુ ખાંડ માટે :

એક પૅન ખાંડ અને ઘી લો, બરાબર મીક્ષ કરી લો.

 

પૅન માં ખાંડ ઢંકાઈ જાય માત્ર એટલું જ પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે મુકો. થોડી થોડી વારે હલાવતા રહી, ૩ તાર ની ચાસણી બનાવો,

 

૩ તાર ની ચાસણી તૈયાર થઈ જાય એટલે તાપ બંધ કરી દો અને તૈયાર થયેલી ચાસણીને સતત ધીરે ધીરે હલાવો. થોડી વાર માં જ સુકા પાઉડર જેવુ થઈ જશે.

 

પછી એને ચારણી વડે ચાળી લો

 

બુરુ ખાંડ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

લડ્ડુ માટે :

એક પૅન માં ૧ ટી સ્પૂન જેટલુ ઘી ધીમા તાપે ગરમ કરો.

 

એમા જીરું ઉમેરો અને સેકી લો.

 

જીરું બરાબર સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા થોડી વાર માટે રાખી મુકો. પછી, કરકરું પીસી લો.

 

ફરી, એ જ પૅન માં ૧ ટી સ્પૂન જેટલુ ઘી ધીમા તાપે ગરમ કરો.

 

એમા સુકો મેવો ઉમેરો અને બરાબર સેકી લો. સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

ફરી, એ જ પૅન માં ૨ ટી સ્પૂન જેટલુ ઘી ધીમા તાપે ગરમ કરો.

 

એમા રવો ઉમેરો અને આછો ગુલાબી સેકી લો. સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

ફરી, એ જ પૅન માં ૨ ટી સ્પૂન જેટલુ ઘી ધીમા તાપે ગરમ કરો.

 

એમા માવો ઉમેરો અને આછો ગુલાબી સેકી લો. સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

હવે, એક બાઉલમાં, સેકેલી બધી જ સામગ્રી એકીસાથે લો.

 

એમા, તૈયાર કરેલી બુરુ ખાંડ ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો.

 

લડ્ડુ વાળી શકે એવું મીશ્રણ તૈયાર કરવા માટે જરૂર મુજબ થોડું થોડું ઘી ઉમેરતા જાઓ અને બરાબર મીક્ષ કરો.

 

પછી, તૈયાર કરેલા મીશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

તાજા જ આરોગો યા તો બરણીમાં ભરી દો.

 

ભારત ના સૌથી મોટા રાજ્ય, U.P., ઉત્તર પ્રદેશ ની એક ખાસ મીઠાઇ, ઠગ્ગુ કે લડ્ડુ.

Ingredients:

For Sweet Powder:

Sugar 1 cup

Ghee 1 ts

 

For Laddu:

Ghee ½ cup

Cumin Seeds 1 ts

Semolina ½ cup

Khoya ½ cup

Dry Fruits ½ cup

(Cashew Nuts, Almonds, Pistachio, Raisins)

 

Method:

For Sweet Powder:

Take Sugar and Ghee in a pan and mix well.

 

Add water enough to cover Sugar in pan.

 

Put pan on low-medium flame and stir occasionally and prepare 3 string syrup.

 

When 3 string syrup is ready, switch off the flame and continue stirring prepared syrup for few minutes until it becomes like dry powder.

 

Sieve it.

 

Sweet Powder is ready. Keep a side to use later.

 

For Laddu:

Heat 1 ts of Ghee in a pan.

 

Add Cumin Seeds and roast well.

 

When Cumin Seeds are roasted well, remove from pan and leave it to cool off. Then, crush it coarse.

 

Heat 1 ts of Ghee again in the same pan.

 

Add Dry Fruits and roast well. Keep a side when roasted.

 

Heat 2 ts of Ghee again in the same pan.

 

Add Semolina and roast well to light brownish. Keep a side when roasted.

 

Heat 2 ts Ghee again in the same pan.

 

Add Khoya and roast it well to light brownish. Keep a side when roasted.

 

Take all roasted ingredients in a mixing bowl. Add prepared Sweet Powder. Mix well.

 

Add Ghee gradually as needed and mix very well.

 

Make number of small balls.

 

Serve fresh or store to serve anytime later.

 

Special Sweet…

 

Thaggu K Laddu…

 

from the biggest state of India…Uttar Pradesh…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!